________________
સાઠ હજાર રૂપીઆની ટીપ થઈ. એકંદરે લગભગ ચારેક લાખની ટીપ થઈ ગઈ. ચામાસા માટે સાદડી પધાર્યા. ચોમાસામાં તપશ્ચર્યાદિ વિવિધ પ્રકારનાં ધાર્મિક કાર્યો થયાં અને વિદ્યાલય માટે ગેડવાડની મીટીંગ પણ થઈ. ચૌમાસું પૂર્ણ કરી બાલીના શ્રી સંઘની વિનતિને માન્ય કરી ફરી બાલી પધાર્યા. અહીં આપશ્રીજીની અધ્યક્ષતામાં આપના શિષ્ય શ્રી સેહનવિજયજી મહારાજે વિદ્વાન મુનિરાજ શ્રી લલિતવિજયજી, મ. શ્રી ઉમંગવિજયજી, શ્રી વિદ્યાવિજયજી મહારાજને પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા અને અત્રેના વતની શા. કપુરચંદજી તથા ગુલાબચંદજીને ધામધૂમપૂર્વક દીક્ષા આપી. શ્રી દેવેંદ્રવિજયજી, શ્રીઉપેંદ્રવિજયજી નામ સ્થાપન કરી મુનિશ્રી ઉમંગવિજયજી-શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય બનાવ્યા. તેમજ ઉપધાન તપની માળારાપણને મહોત્સવ છે. આ ત્રણે પ્રસંગ એકત્ર હેવાથી બહાર ગામના હજારે માણસે એકત્રિત થયા. અહીંથી સાદડીમાં શ્રી જેન કોન્ફરન્સનું અધિવેશન હોવાના કારણે આપ પાછા સાદડી પધાર્યા.
આપશ્રીજીની હાજરીમાં અધિવેશન ઘણા જ આડંબરપૂર્વક થયું. દેશદેશાંતરથી હજારો લોકે અહીં પધારેલા હતા. આપશ્રીજીએ આ સમયે જે ઉપદેશ આપ્યું હતું તે ઘણે જ અમુલ્ય હતું. આ વખતે એકત્રિત થએલ જૈન સમાજે આપશ્રીજીને આચાર્ય પદથી વિભૂષિત કરવા અનહદ પ્રયત્નો કર્યા પરંતુ આપે સાફ ના કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org