________________
૪૯
ઉપદેશથી સદૂગત ઉપાધ્યાયજી મહારાજ શ્રી સહનવિજયજી મહારાજના સ્મરણાર્થે એક પુસ્તકાલય ખેલવા વિચાર ચાલતું હતું તેને કેટલીક સહાય મળી અને ઉપરોક્ત ગુરૂકુળના મકાન માટે પણ તેઓએ પ્રેરણા કરી, જેના ફળસ્વરૂપ મુંબઈના શેઠ વિઠ્ઠલદાસ ઠાકુરદાસ કે જેઓ વૈષ્ણવ ધર્મના અનુયાયી હતા એએએ બત્રીસ હજાર રૂપીઆની ગુરૂકુળને મદદ કરી અને એક લાખ રૂપીઆ પૂરા કરી આપવા પ્રતિજ્ઞા કરી. વળી તેઓએ આપશ્રીજીના પ્રથમ દર્શનની ખુશાલીમાં બીજા પાંચ હજાર રૂપીઆ આપ્યા. શેઠ વિઠ્ઠલદાસભાઇ પૂજા ભણાવવા સારૂ પ્રસિદ્ધ ગવૈયા પ્રાણસુખભાઈને સાથે લઈને આવ્યા હતા. આચાર્ય શ્રી રચિત બ્રહ્મચર્ય વ્રતની પૂજા જાણાવી હતી. એને લાભ સેંકડે જૈનેતર બંધુઓએ પણ લીધે હતો. આ ચોમાસામાં ઉજમણાં વિગેરે શાસનેન્નતિનાં કાર્યો થયાં હતાં. ચોમાસું પૂર્ણ કરી વિહાર કરી, ખાનગાડગરા, લાહોર, અમૃતસર, કસુર, પટ્ટી, ઝંડીયાલા, જાલંધર, નકદર, નારેવાલ, શંકર, લુધીયાના, માલેરકોટલા, નાભા, સમાણ, પટીયાલા, અંબાલા, સાઢૌરા આદિ નગરેના શ્રી સંઘના સત્કારને સ્વીકારતા અને ઉપદેશામૃતનું પાન કરાવતાં શ્રી હસ્તિનાપુર તીર્થની યાત્રા કરી, મેરઠ થઈ બિનેલી પધાર્યા. અત્રે તૈયાર થયેલ દહેરાસરની પ્રતિષ્ઠા જેઠ સુદિ છઠના દિવસે શુભ મુહૂર્તમાં કરાવી. સાથે સાથે અનેક જિનબિંબની અંજનશલાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org