________________
-ચંપાલાલજી તારાવત, નિહાલચંદજી તારાવત, કચરૂમલજી આદિ આશપુર લઈ જવા માટે આવ્યા. આશપુરના લોકોની લાંબા વખતની વિનંતિને વિચાર કરી તે તરફ વિહાર કર્યો હતો. આ સમાચાર રતલામ પહોંચતાં એક માણસ ચાર મેટરમાં રાતે રાત પેટલાદ આવ્યા અને રતલામ પધારવા ઘણુ અરજ કરી. શ્રીસંઘની વિનંતિને માન આપી, પચીસ માઈલનું ચક્કર ખાઈ રતલામ પધાર્યા. શ્રી સંઘે સરકારી હાથી તથા બેન્ડ વિગેરેથી આપશ્રીજીનું ભાવભીનું સ્વાગત કર્યું. વ્યાખ્યાનમાં શ્રીમાન દિવાન સાહેબ તથા અન્ય અધિકારી વર્ગ તેમજ હજારો નરનારીઓએ લાભ લીધે તેમજ પૂજાઓ પણ ભણાવી. કરમદી, વિપદ યાત્રાર્થે પધાર્યા. હજારે નરનારિઓએ લાભ લીધે સાધર્મિક વાત્સલ્ય થયાં.
રતલામથી વિહાર કરી સિલાના, વાંસવાડા આદિ થઈ આશપુર તરફ આગળ વધ્યા. આ શહેરોમાં પણ શ્રી દિવાન સાહેબ તથા અન્ય કર્મચારી વર્ગ તેમજ સંખ્યાબંધ નરનારીઓ વ્યાખ્યાનને લાભ લેતાં. આપના આશપુર પધારવાના સમાચારથી આશપુરના આખાયે ઇલાકાના જનેમાં અજબ ચૈતન્ય આવ્યું. અનેક ગ્રામનગરમાં ઉપદેશામૃતનું પાન કરાવતાં આશપુર પધાર્યા. પાટણથી વિહાર કરી વિદ્વાન મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી, શ્રી પ્રભાવિજયજી, શ્રીરમણીકવિજયજી મહારાજ આદિ આબુ આદિ તીર્થોની યાત્રા કરી -આશપુર આવી મળ્યા. મારવાડથી પંન્યાસજી શ્રી મહેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org