________________
૪૭
આમંત્રણ કરવામાં આવ્યું, પરંતુ આટલે દૂરથી ત્યાં પહોંચવું અશક્ય હતું જેથી આપ પધારી શક્યા નહીં.
આચાર્ય પદવી. ચોમાસા બાદ સં. ૧૯૮૧ ના માગસર સુદ પાંચમના દિવસે લાહોરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા હતી. આ વખતે શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબશ્રી કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ શ્રી હરવિજયજી તથા અન્ય મુનિમંડળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી આપશ્રીઅને આચાર્ય પદવી લેવા ભારપૂર્વક લખાણું કર્યું કે જેના માટે પંજાબ ત્રીસ વરસથી ઉત્કંઠિત હતું અને તેની સ્વમદશને સેવતું હતું. - આજે પંજાબના ગામેગામમાં તેમજ શહેરે શહેરમાં આનંદને દિવસ હતો. જે આ સમાચાર થોડા દિવસ પહેલાં મળ્યા હતા તે પંજાબનું ભાગ્યે જ કોઈ માણસ આ સુવર્ણવસર જેવાને ભાગ્યશાળી ન થાય પણું ભાવી બળવાન છે, છતાં પણ દશેક હજાર માણસ લાહોર શહેરમાં એકત્ર થઈ ગયું, જેમાં ગુજરાત, કાઠીઆવાડ, મારવાડ આદિ દેશોના લેકે પણ હતા. બરાબર સૂર્યનારાયણ ઉદયાચળ પર પધારતાં જ સવારના સાડાસાત વાગે શુભ રોગમાં આપશ્રીજીને શ્રી ગુરૂદેવના પટ્ટપર સ્થાપિત કરવામાં આવ્યા યાનિ આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અને પંન્યાસજી મહારાજ શ્રી સેહનવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org