________________
આજ્ઞા હોગી વૈસા કરનેક સેવક તૈયાર હૈ.” બસ હવે પૂછવાનું જ શું હતું? ચૌમાસું પૂર્ણ થતાં જ આપશ્રીજીએ તેઓને આજ્ઞા કરી કે “તમે મુંબઈ જાઓ અને શાસનદેવની કૃપાથી ધાર્યું કામ પૂર્ણ કરે.” ગુરૂમહારાજની આજ્ઞાનુસાર તેઓએ પણ પિતાના શિષ્ય મુનિશ્રી પ્રભાવિજયજીને સાથે લઈ પંજાબથી મુંબઈ માટે પ્રયાણ કર્યું. જાલંધરમાં પંન્યાસજી મહારાજશ્રી સેહનવિજયજી આદિ સાધુઓ પણ જડીયાલા ચૌમાસું કરી અત્રે પધાર્યા તેમને મેળાપ થયે. આ વખતે આ બન્ને ગુરૂભાઈઓને મેળાપ દર્શનીય હતો. અને લાંબા વિહારથી તેઓ મુંબાઈ પહોંચ્યા. અમદાવાદમાં પંન્યાસજી શ્રી ઉમંગવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજ તથા શ્રી ચરણવિજયજી મહારાજને મેળાપ થયે અને એઓ તેમની સાથે મુંબઈ પધાર્યા. જનતાએ તેમને સારા સત્કાર કર્યો. તેઓના ઉપદેશ અને અથાગ પરિશ્રમથી શ્રી મહાવીર વિદ્યાલયને મકાન એવં નિભાવ ફંડમાં સારી મદદ મળી અને મકાનનું કામ પૂર્ણ કરાવ્યું. ચોમાસું પૂર્ણ કરી આપ હુશીઆરપુરથી વિહાર કરી જડીઆલા પધાર્યા. અહીંના લોકોમાં આપસમાં વૈમનસ્ય હતું તે આપના ઉપદેશથી શાંતિ ફેલાઈ. બાદમાં અમૃતસર આદિ શહેરોમાં થઈ લાહેર પધાર્યા. ચોમાસું અહીં થયું. આ વખતે શ્રી શત્રુંજય તીર્થ પર યાત્રાળુઓ ઉપર ટેક્સ નાંખવાને તથા નવા કેલકરાને વિચાર ચાલતો હતે. આપ બુદ્ધિમાન હોવાથી તેમાં ભાગ લેવા આપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org