________________
આપી તેઓના મન ઉપર સારી અસર પાડી. ત્યાંથી વિહાર કરી રાણકપુર તીર્થની યાત્રા કરી,સાદડી મારવાડ પધાર્યા. આપશ્રીજી વર્ષો પછી સાદડી પધારતા હોવાથી
શ્રી સંઘમાં અજબ ઉત્સાહ દેખાતું હતું. આખા શહેરને નવજા-પતાકા અને ઠેકાણે ઠેકાણે દરવાજાઓથી અને બેડથી સુશોભીત કરવામાં આવ્યું હતું. શ્રી સંઘે ચોમાસું સાદડીમાં જ કરવા સાદર વિનંતિ કરી. આપે જેવી ક્ષેત્ર ફરસના કરી વિહાર કર્યો અને વરકાણુતીર્થમાં પધાર્યા. અહીં ઉમેદપુરથી વિહાર કરી પંન્યાસજી ( હાલ આચાર્ય) શ્રી લલિતવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી મિત્રવિજયજી, વસંતવિજયજી, વિક્રમવિજયજી મહારાજ આદિ આપશ્રીજીની સેવામાં પધાર્યા. અત્રેથી વિહાર કરી આપશ્રીજી ઉમેદપુર પધાર્યા અને શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાલાશ્રમની જડને મજબૂત કરી અને ચોમાસા માટે પાછા સાદડી પધાર્યા. ચોમાસામાં આપશ્રીજીના ઉપદેશથી શ્રી આત્માનંદ જૈન વિદ્યાલયનું પુનઃ ઉદ્દઘાટન કરાવ્યું. ન્યાતી નીરા નામને એક વિશાળ અને ભવ્ય ઉપાશ્રય બન્યું. બીજા પણ કેટલાંક સ્તુત્ય કાર્યો થયાં. ફલોધીનિવાસી વૈદ રાજમલજી ચંપાલાલજી આદિ આપશ્રીજીને જેસલમેરના સંઘમાં પધારવાની વિનંતિ કરવા માટે ચારેક વખત આવ્યા. અંતમાં તેમની વિનંતિને સ્વીકાર કરવું પડે. ચોમાસું પૂર્ણ થતાં
* મહારાણા સાહેબનું ઉપરનું શરીર ઘણું જ સુંદર છે, પણ નીચેનું અશક્ત હોવાથી સ્વયં ઉડી બેસી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org