________________
૧૯
સાવધાનીથી એવં કષ્ટોના સામના કરી થૈ તાથી શ્રી ગુરૂદેવના વચનને સત્ય કરી બતાવ્યું અને શ્રી ગુરૂમહારાજની સરસ્વતિમદિરની અધૂરી રહેલ ઈચ્છાને આપે પેતાની ઉપદેશશક્તિથી પૂર્ણ કરી અને અત્યારે વૃદ્ધાવસ્થામાં પશુ સતત વિહાર એવં પરિશ્રમથી કર્યાં કરે છે તે ઘણું જ
પ્રશ'સનીય છે.
સ. ૧૯૫૨ નું ચેમાસું ગુજરાવાલામાં કર્યું. અહીં શ્રી ગુરૂદેવની યાદગારી રાખવા માટે જનતાને ઉપદેશ કરી નીચે મુજબ શાસનેાન્નતિનાં કાર્યો કર્યાં.
(૧) શ્રી ગુરૂદેવના નામના (આત્મ) સંવત ચલાવવ આ સંવત પજાખમાં ખરાખર ચાલી રહેલ છે.
(૨)શ્રી આત્માનંદ જૈન સલાની દરેક શહેરમાં સ્થાપના કરવી. પ્રાયઃ પંજાબના દરેક શહેરમાં આ નામની સસ્થાઓ સ્થાપન થએલી છે અને ગુજરાતમાં પણ ઘણા સ્થાનેામાં શ્રી આત્માનદ જૈન સભાની સ્થાપનાએ થએલી જોવાય છે. તેમજ સ સભાઓના કાર્યને કેન્દ્રીભૂત કરવા માટે શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબની પણ સ્થાપના થઈ ચૂકી છે.
(૩) એક સમાધિમ`દિર બનાવવું જેમાં પાછળથી સં. ૧૯૬૫માં શ્રો આત્મારામજી મહારાજ સાહેબનાં પગલાંની સ્થાપના થઇ અને તે મદિરને શ્રી આત્માનંદ જૈન ભુવન નામ આપ્યુ, જેમાં ચરિત્રનાયકના હાથે શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળની સ્થાપના થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org