________________
છે કે જે કદી નાશ ન પામે અને જેથી અક્ષય સુખની પ્રાપ્તિ થાય.” શ્રી ગુરૂમહારાજ આપને આશય સમજી ગયા અને આપની વાક્ચાતુરી, આપના ગુણે અને શારીરિક લક્ષણે જેઈ નિશ્ચય કર્યો કે આ બાળક ભવિષ્યમાં કઈ પ્રતાપી અને તેજસ્વી પુરૂષ નીવડશે. આપે પણ શ્રી ગુરૂદેવની પાસે દીક્ષાની ભીક્ષા માંગી.
શ્રેયાંતિ રવિદનાનિ–એ કહેવત અનુસાર શ્રી આચાર્ય મહારાજ સાહેબના ઉપદેશામૃતે આપશ્રીજીના મન ઉપર બહુ અસર કરી, આપ દીક્ષા લેવા માટે તૈયાર થયા પરંતુ થોડા સમય બાદ શ્રી ગુરૂમહારાજે અહીંથી વિહાર કર્યો. આપને આથી બહુજ દુઃખ થયું. પરંતુ તેઓશ્રીના પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રી હર્ષવિજયજી મહારાજે આપની ઈરછા રૂપ લત્તાને નવપલ્લવિત બનાવી. આપે તેમની પાસે કેટલેક ધાર્મિક અભ્યાસ કર્યો. અંતમાં શ્રી હર્ષવિજયજી મહારાજ સાહેબે દીક્ષા આપવાનું આશ્વાસન પણ આપ્યું અને છાણું તરફ વિહાર કર્યો. આપ પણ સાથે ગયા. આપના ભાઈ ખીમચંદભાઈ છાણી આવીને આપને ઘરે પાછા લઈ ગયા. આજથી ખીમચંદ ભાઈ આપની બારીક તપાસ રાખતા હતા.
માતાપિતાના પરલોકગમન પછી આપના કુટુંબમાં ખીમચંદ ભાઈની આજ્ઞા સર્વે માનતા અને બધાના ઉપર તેમની સખત ધાક હતી. તેમને સ્વભાવ ઉગ્ર અને પ્રચંડ હતે. આપ બાલ્યકાળથી જ ખીમચંદ ભાઈથી ડરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org