________________
શ્રીજીના સદુપદેશથી માસિક રૂ. ૧૫૦) નું ફંડ થઈ જવાથી તે પગભર થઈ. અત્રેથી વિહાર કરી અહમદગઢની મંડી પધાર્યા. સ્વાગત માટે લુધીયાનાથી જૈન સ્કુલ બેન્ડ વિગેરે આવેલ અને અંબાલાથી વિહાર કરી પન્યાસજી સમુદ્રવિજયજી, સત્યવિજયજી આચાર્યશ્રીજીને અત્રે જ આવી મલ્યા. અત્રેથી પખેવાલ આદિ થઈ રાયકોટ પધાર્યા.
રાયકેટ અત્રેના નવા બનેલા શ્રી સંઘની તેમજ નગરના પ્રેમી હિન્દુ-મુસલમાન ભાઈઓની આગ્રહભરી વિનંતિને માન આપી જેઠ સુદિ ૬ તા. ૨૪-૬-૩૯ બુધવારના શુભ દિવસે ઘણી જ ધામધૂમથી નગરપ્રવેશ થયે. આચાર્યશ્રીજીના સ્વાગત માટે ગુજ રાંવાલા-લાહોર-અમૃતસર-પટ્ટી--જીરા-જડીયાલા-કસૂર–જાલંધર- હુશીયારપુર-ખાનગાડેગરા-લુધીયાના–અંબાલા–સાઢૌરા – પતીયાલા--સમાણામાલેરકોટલા-નારેવાલ, વિગેરે નગરોથી હજારો નરનારિઓ આવી પહોંચ્યાં હતાં.
આચાર્યશ્રીજી, પંન્યાસ સમુદ્રવિજયજી, મુનિશ્રી શિવ વિજયજી, વિશુદ્ધવિજયજી, વીરવિજયજી, સત્યવિજયજી, આદિ શિષ્યપ્રશિષ્ય મુનિમંડળની સાથે નગર બહાર શ્રી આર્યગુરૂકુલમાં બિરાજી, બહારથી આવેલા ગુજરાવાલા, નારેવાલ, હુશીયારપુર, લુધીયાના, અંબાલા, સમાણુ, માલેરકેટલા આદિની ભજન મંડલિયા તથા નવયુવક મંડલ વિગેરેને ભાવભીનું સ્વાગત સ્વીકારી, અહીંથી શરૂ થતા સામૈયાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org