________________
સાથે સમારેહપૂર્વક હજારે મનુષ્યની સાથે નગર ભણી પધારવા લાગ્યા. શ્રી આત્માનંદ જૈન સ્કુલ એન્ડ લુધીયાના, શ્રી આત્માનંદ જૈન સ્કુલ બેન્ડ માલેરકેટલા, શ્રી આત્માનંદ જૈન ગુરૂકુલ (પંજાબ) ગુજરાંવાલા અને બે બેન્ડ બીજા રાયકેટના-એમ પાંચ બેન્ડ વાજાઓ તેમજ નગારા નિશાન વિગેરે પિતપોતાની મધુર દવનિથી આનંદિત કરી રહ્યા - હતા. લુધીયાનાને ઈંદ્રવજ અને માલેરકેટલા સિંહ અને હાથીને રથ અપૂર્વ શેભા દઈ રહ્યો હતે. પૂર્વોક્ત ભજન મંડલીએ સુરીલા મનોહર ભજનોથી જનતાના મનને આકર્ષિત કરી ધીરે ધીરે ચાલી રહી હતી.
રથમાં બિરાજમાન પ્રભુના દર્શન કરી અને રથની આગલ હસ્તિ ગતિએ ધીમે ધીમે ચાલતા શ્રી ગુરૂદેવના ચરણમાં નમસ્કાર કરી જનતા પિતાના અહોભાગ્ય માની રહી હતી. ૩૪ વર્ષ પહેલાં અત્રે આચાર્ય મહારાજ પધાર્યા હતા તે વખતને પ્રેમ જાહેર કરી હર્ષિત થઈ રહી હતી.
જ્યાં જુઓ ત્યાં માનવસાગર ઉછળતો દેખાઈ રહ્યો હતો. મુખ્ય મુખ્ય બજારમાં થઈ, નવીન સ્થાપન થયેલ દેરાસરના દર્શન કરી, ખાસ તૈયાર કરાવવામાં આવેલ મંડપમાં પધારી, મધુર વિનિથી માંગલિક સંભળાવ્યું બપોરે આચાર્ય મહારાજે કિમતી બંધ આપે અને વિવિધ ભજને થયાં. સાતમના દિવસે આચાર્ય મહારાજે ઘણું જ મનહર મનનીય આચરણીય વ્યાખ્યાન આપતાં લાલા નથુશાહજી, લાલા કપૂરચંદજી, લાલા ગંડામલજી, લાલા નવરાતામલજી ચાંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org