________________
૪૩
આપતાં બીકાનેર પધાર્યા. ઘણા વર્ષની ઈચ્છા આજ ફલિભૂત થતી હોવાથી આજે શ્રીમાન બાબુ સુમેરમલજી સુરાણુને ઉત્સાહ અવર્ણનીય હતે. પ્રવેશસમયે હજારો નરનારીઓને સમુદાય સાથે હતે. શ્રીફળની પ્રભાવના હતી. હંમેશા વ્યાખ્યાનમાં જૈન જૈનેતરની સારી હાજરી રહેતી. પર્યું પણ વિગેરેમાં તપશ્ચર્યા ધર્મોન્નતિ સારા પ્રમાણમાં થઈ. આપે પણ આ ચોમાસામાં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પંજાબના કોઈ મોટા શહેરમાં ન પહોંચાય ત્યાં સુધી હમેશાં એકાસણાં કરવાં અને આઠ દ્રવ્યથી વધારે દ્રવ્ય ખાવાના ઉપગમાં ન લેવા ભૂલથી જેટલા વધારે લેવાય તેથી બમણા બીજે દિવસે ત્યાગ કરવા. આવી કડક પ્રતિજ્ઞા કરી. આ વાત લખતાં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિ મહારાજની વાત યાદ આવે છે કે તેઓએ હમેશાં ખાવા માટે પંદર ક રાખ્યા હતા ત્યારે આપે તે માત્ર આઠ દ્રવ્ય જ રાખ્યા છે. આ પ્રમાણે મનને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે.
ચોમાસું પૂર્ણ થતાં પંજાબ તરફ વિહાર કર્યો. રસ્તામાં અનેક ધર્મોન્નતિના કાર્યો કરતાં આપે પંજાબની હદમાં પગ મુકો કે ડાબાવલી મંડીમાં અનેક ગામના મળી પંદરસે સદ્દગૃહસ્થો પોતપોતાના ગામમાં સૌથી પહેલાં આપને પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. આપશ્રીજીએ કહ્યું કે “ તમે બધા એક થઈને આવે અને કોઈ પણ ગામના લેકેને દુઃખ ન થાય તે પ્રમાણે મારા વિહારને નિશ્ચય કરા.” છેવટે સૌથી પ્રથમ હુશીઆરપુરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org