________________
૨૮
ચોમાસું જન્મભૂમિમાં કરી, દરેક પ્રકારે લેકનાં મનને સંતષિત કર્યા અને અહીં કેટલાક ખરાબ રિવાજે હતા તે ઉપદેશદ્વારા બંધ કરાવ્યા. ચૌમાસામાં વિવિધ તપશ્ચર્યાઓ, અઠ્ઠાઈ મહોત્સ, કેલવણ પ્રચાર આદિ ઘણા સારા કામો થયાં. બહારના મહેમાનોની ભક્તિ કરવાનું આપના વડીલ બંધુ ખીમચંદભાઈ તરફથી નકકી રાખ્યું હતું. વળી અંતમાં તેના તરફથી કાઢવામાં આવેલ સંઘની સાથે કાવી–ગંધારની યાત્રામાં આપ પધાર્યા. અહીંથી ભરૂચ સંઘ સાથે પધાર્યા. અત્રે પંન્યાસજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય મહારાજ ) શ્રી સિદ્ધિવિજયજી આદિ સાધુઓને મેળાપ થયે. ખીમચંદભાઈ તન-મન-ધનથી ખૂબ હા લઈ અત્રેથી છૂટા પડયા અને આપ ભરૂચથી વિહાર કરી ઝગડીઆજી તીર્થની યાત્રા કરી શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબ તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ સાહેબના દર્શનાર્થે સુરત પધાર્યા. ઘણું જ ઠાઠમાઠથી શહેરમાં પ્રવેશ થયે, જેમાં શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ આદિ ચાલીસ સાધુ તેમજ ચાલીસેક સાઠવી હતી. અહીં પાલી(મારવાડ) નિવાસી વેપારાર્થે વડોદરામાં વસતા શ્રીયુત સુખરાજજીને દીક્ષા આપી, શ્રી સમુદ્રવિજયજી નામ રાખી, શ્રી સેહનવિજયજીના શિષ્ય બનાવ્યા જેઓ આજકાલ પંન્યાસ પદથી વિભૂષિત છે અને આપશ્રીજીના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે. અહીંથી પાલીતાણ તરફ પ્રયાણ કર્યું, પરંતુ ક્ષેત્રફરસના ન હોવાથી ચોમાસું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org