________________
બોટાદ પધાર્યા. અહીં સ્થાનકવાસીઓનું બહુ જોર હોવાથી ભગવાનની પ્રતિમાને નગરપ્રવેશ નહાતા થવા દેતા. શ્રી સંઘે આપશ્રીજીને અરજ કરી, આપે સાથમાં રહી શ્રી પરમાત્માજીને બીજે દિવસે મંદિરજી (દેરાસર)માં સ્થાપન કર્યા. પછી સંઘની સાથે પરમપુનીત શ્રી તીર્થાધિરાજની યાત્રા કરી જન્મ સફળ મના. અહીંથી ભાવનગર આદિ તીર્થોમાં થઈ આપની જન્મભૂમિ વડેદરા શહેરમાં પધાર્યા
આજે વડોદરા શહેરમાં એક અને ઉત્સાહ એવું આનંદની વૃત્તિ દેખવામાં આવતી હતી, કારણ પિતાના વક્ષસ્થળ પર જે બાળકને બાલ્યકાળમાં ખેલાવેલ, અને પિતાના અન્નજળથી ઉછેરેલ તે આજ ભારતભૂમિને પૂજનિક બની, અનેક ગુણથી સુશોભિત થઈ જ્ઞાન એવં વ્યાખ્યાન આદિ અનેક ગુણેથી દુનીઆને વશીભૂત કરતાં પોતાને આંગણે પધારે છે તે જોવા હજારો નરનારીઓનાં ટેળાં શહેરના રસ્તાઓમાં ઉલટી પડ્યાં હતાં. એક સમય એ હતો કે આપ શહેરની શેરીઓમાં ખેલતા-ફરતા અને આજે એ સમય આવ્યે કે સારા સંસારમાં દિગવિજય કરતાં અને દુનીયાની અંદર જૈન ધર્મની જવલંત કીતિ પ્રસારતાં અને ભારતની અંદર અહિંસા આદિ તને જેરશોરથી પ્રચાર કરતાં વડેદરા શહેરમાં આવે છે તે મહાપુરૂષને જોવા, તેની યશગાથા ગાવા લેકોનાં ટેળેટેળાં ઠેકાણે ઠેકાણે એકત્રિત થએલ હતા. આપને નગરપ્રવેશ મહોત્સવ અપૂર્વ થયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org