________________
આ
ભા
૨
પૂજ્યપાદ પરમેપકારી કલિકાલકલ્પતરૂ અજ્ઞાનતિમિરતરણિ આચાર્ય મહારાજ સાહેબ શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જીવનચરિત્ર હિન્દી ભાષામાં અનેક છપાએલ છે, પરંતુ ગુજરાતી ભાષામાં આજ સુધી એક પણ છપાએલ ન હોવાથી તેના માટે યથાશક્તિ મેં પ્રયત્ન કર્યો છે અને તેમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી સમુદ્રવિજયજી મહારાજે મને આ જીવનચરિત્ર લખવામાં જે જે જરૂરી સૂચનાઓ આદિ કરી તથા પ્રેસ કોપી આદિ તપાસી મારા ઉત્સાહને વધાર્યો છે. વળી જે જે મુનિરાજે એવું મારા મિત્રવર્ય પંડિતજીશ્રી ભાગવત શર્માજી આદિ જે જે મિત્રોએ મને યોગ્ય સૂચનાઓ કરી છે તે બદલ તે સર્વેને આ સ્થાને આભાર માનું છું. સાથે પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબે આ પુસ્તક છપાવવામાં જે દ્રવ્ય–સહાય કરાવી તે માટે દાતાનો તેમજ ઉકત મુનિરાજશ્રીને અત્યંત આભારી છું. મિતી સં. ૧૯૯૫ મહાસુદિ પાંચમ (વસંતપંચમી).
લેખક
નમ્ર વિનંતિ
વાંચક મહાશયને મારી અરજ છે કે છઘસ્થપણાને કારણે કોઈ ઠેકાણે ભૂલ થઈ હોય અથવા પ્રેદેષ થએલ હોય તો તે બદલ મને ક્ષમા કરશે અને મને સૂચના કરશો જેથી નવીન આવૃતિમાં સુધારો થઈ શકે. તેમજ સુધારી વાંચશો. * પેજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org