________________
પષ બનાવવા ઘણે જ જોરદાર ઉપદેશ આપે. ચોમાસું પૂર્ણ થતાં મહેસાણા આદિ શહેરમાં થઈ અમદાવાદ પધાર્યા. આ વખતને નગર–પ્રવેશ અદ્વિતીય હતા. શ્રી સંઘને ઉત્સાહ અજબ હતે. પ્રવેશ-સમયે લગભગ પંદર હજારની માનવમેદની હતી. ઉજમબાઈની ધર્મશાળામાં સ્થિરતા કરી, પરંતુ વ્યાખ્યાન માટે વિશાશ્રીમાલીની વિશાળ વાડીમાં જવું પડતું; કારણ વ્યાખ્યાનમાં લેકની ભારે હાજરી રહેતી હતી. જ્યારથી આ૫ પાનસર પધાર્યા ત્યારથી કેટલાક શેઠીઆઓ અને હજારો નરનારીઓનાં ટેળાં આપશ્રીજીના દર્શન માટે આવતાં હતાં. પાલણપુરથી વિહાર કરી શ્રીસમુદ્રવિજયજી, તથા સાગરવિજયજી મહારાજ પણ આપશ્રીજીને અમદાવાદમાં આવી મળ્યા હતા. * અત્રેથી વિહાર કરી વડેદરા, મીયાગામ, પાલેજ, ઝગડીઆ તીર્થ થઈ કરચલીયા પધાર્યા. અત્રે આપશ્રીજીના સદુપદેશથી શ્રી સંભવનાથ ભગવાનનું દહેરાસર બંધાઈ તૈયાર થઈ ગયેલ હોવાથી અત્રેના આગેવાન શેઠ દુર્લભજી દેવાજ આદિ પાટણ આવી આપશ્રીજીને કરચલીયા પધારી પ્રતિષ્ઠા કરાવવા સારૂ સાદર આગ્રહભરી વિનંતિ કરી ગયા હતા. આપે એમની વિનંતિને માન આપી અત્રે પધારી મહા સુદિ ૧૩ ના શુભ દિવસે ઘણા જ
* પાલણપુરના શ્રી સંધના આગ્રહથી પંન્યાસજી શ્રી સુંદરવિજયજી, પંન્યાસજી શ્રી ઉમંગવિજયજી, સમુદ્રવિજયજી મહારાજ ખાદિને પાટણથી ચૌમાસું કરવા મેકલ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org