________________
અત્રેથી સર્વે સાથે ભવ્ય સ્વાગતની સાથે મુંબઈમાં પ્રવેશ કર્યો. શ્રી ગોડીજીના ઉપાશ્રયમાં ચોમાસું થયું. પ્રવેશ સમયે પંજાબથી ગુરૂકુળ તેમજ ઘણા આગેવાને આવ્યા હતા. આ ચોમાસામાં શ્રી મહાવીર વિદ્યાલયને ઘણી જ સારી સહાય મળી હતી. ચોમાસું ઉતરે માંડવી ભાતબજારના કરછી વિશા ઓસવાલ બંધુઓની વિનંતિથી ઘણું જ ધામધૂમ સાથે વિશા ઓસવાલની વાડીમાં પધાર્યા જયાં આપશ્રીજીએ પોતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી સમુદ્રવિજયજી, સાગરવિજયજીને ચોમાસા માટે મેકલ્યા હતા. આ સમયે એક કરછી ભાગ્યવાને વિશા ઓસવાળ જૈન બેડિંગને સવાલાખ રૂપી આની બાદશાહી સખાવત જાહેર કરી અને શ્રી મહાવીર વિદ્યાલયને પણ સારી સહાયતા મળી. કરછી ભાઈઓ અંચળગચ્છના હોવા છતાં પણ ધર્મની પ્રભાવના ઘણી જ સારી થઈ તે પ્રશંસાને પાત્ર છે.
અહીંથી દક્ષીણ તરફ વિહાર કર્યો. ઘાટકોપર તથા ઠાણ આદિમાં મુંબઈથી હજારો ભાવિક શ્રાવકોએ દર્શનને લાભ લીધે. ઘાટકોપરમાં મુનિશ્રી દાનવિજયજીની વડી દીક્ષા થઈ કાણાથી વિહાર કરી અનેક ગ્રામેને પાવન કરતાં પુના પધાર્યા. પુનામાં સત્તર પાટીએ હતી. બધી પાટીઓ આપશ્રીજીને પિતપોતાના સ્થાનમાં લઈ જવા ચાહતી હતી. જ્યાં સુધી સમાધાની ન થાય ત્યાં સુધી શહેરમાં પ્રવેશ કરવાની આપે સાફ ના પાડી. છેવટે પુનાથી પાંચ માઈલ દૂર ખડકી ગામે આપશ્રીજીના હાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org