SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ હાથે જ કરાવતા, કારણ કે આપને હરેક વાતે નિપુણ બનાવવા હતા. અમૃતસરમાં એક મુમુક્ષુને સ. ૧૯૪૮ માં દીક્ષા આપી શ્રી ગુરૂદેવે આપના પ્રથમ શિષ્ય બનાવ્યા ને શ્રી વિવેકવિજયજી નામ રાખ્યું. આપને જ્ઞાનાભ્યાસને ઘણો જ શોખ લાગેલે જોઈ ઉત્તમચંદ પંડિત પાસે કેટલેક અભ્યાસ કર્યો અને આપ અંબાલા પધાર્યા. આ અરસામાં પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા ખુલ્લી હતી, આપે અભ્યાસ માટે ત્યાં જવા શ્રી ગુરૂદેવની આજ્ઞા માંગી. શ્રી ગુરૂદેવે પણ આજ્ઞા આપી. સાથે એ પણ લખી દીધું કે પાંચ વરસથી વધારે ત્યાં રહેવું નહીં, કારણ કે ત્યાં વધારે રહેવાય તે બીજાઓની દેખાદેખી શિથિલતા આવી જાય. વળી એમ પણ લખી દીધું કે બન્ને બાજુથી ન ચૂકે તેને પણ ખ્યાલ કરશે. આ તરફ ગુજરાતમાં સમાચાર મળતાં ત્યાંથી પણું કેટલાક હિતશિક્ષાના પત્રો આવ્યા કે શ્રી ગુરૂમહારાજના ચરણની સેવા ન છેડશે. આવી પરિસ્થિતિ જોઈ આપે પાલીતાણા જવાનો વિચાર બંધ રાખે. ચોમાસું પૂર્ણ થતાં શ્રી ગુરૂદેવના ચરણમાં હાજર થયા. શ્રી ગુરૂમહારાજે હસીને પૂછ્યું : “ક્યા ભાઈ પંડિત બન આયા” આપે નમ્રતાથી જવાબ આપે “ગુરૂદેવ ! કલ્પવૃક્ષ અને ચિંતામણિરાનને છોડીને જવાની જે મારી અજ્ઞાનતા હતી તેને છેડી આવે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004646
Book TitleVijay Vallabhsurijinu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorParshvanath Jain Vidyalaya Varkana
PublisherParshwanath Jain Vidyalaya Varkana
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy