________________
*.!
'
ભાઈઓ અને ત્રણ બહેનો હતી. આપનું નામ છગનલાલ રાખવામાં આવ્યું. આપનું શરીર સુડોળ, સુકોમળ અને મનમોહક હતું. ગંભીરતા અને સહનશીલતા તે આપને. જન્મસિદ્ધ ગુણ હતે. સ્વભાવ શાંત હતું. બીજના ચંદ્રમાની માફક માત-પિતાના પ્રેમમાં આપ બાલ્યકાળમાં વૃદ્ધિ પામતા ગયા અને ચંપાના પુષ્પની માફક પિતાના ગુણથી લોકોને પોતાના તરફ આકર્ષિત બનાવતા ગયા.
વિદ્યાભ્યાસ અને વૈરાગ્ય. માતપિતાના અનહદ પ્રેમમાં ઉછરતાં આ નાના સરખા બાલુડે શિશુકાળમાં પ્રવેશ કર્યો. પિતાએ આપને વિદ્યાભ્યાસમાં જોડયા. આ પ્રમાણે અભ્યાસ કરતાં સાતમી ગુજરાતી સુધી આપે અભ્યાસ કર્યો. આપની બુદ્ધિ ઘણી જ તીવ્ર હોવાથી ગણિત વિગેરે વિષમાં હમેશાં આપ ઉપલા નંબરે રહેતા. હિન્દી, અંગ્રેજી વિગેરેને પણ સમયાનુસાર અભ્યાસ કર્યો. સાથે સાથે અક્ષરે જમાવવાનું કામ પણ આપ કરતા. જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી આપ કદી નાપાસ થયા નથી.
હજુ તે વિદ્યાભ્યાસ ચાલુ જ હતો એટલામાં તે દિવસ પછી રાત્રિની માફક સુખ પછી દુઃખની ઘડીએ પ્રવેશ કર્યો. આપના માતાપિતા આ “ ફાની દુનિયા ”ને છોડી પરલોકવાસી થયા. આ બનાવથી આપને બહુ દુઃખ થયું અને આથી આપના મન ઉપર સંસારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org