________________
જગાણા ગામમાં શ્રી હંસવિજયજી મહારાજ સાહેબની તબીઅત નરમ હોવાના સમાચાર સાંભળી પાટણ પધાર્યા અને સુખશાતા પૂછી. બંને મહાત્માઓનાં દર્શન કરી ભેચણી, લીંબડી આદિ થઈ પાલીતાણા પધાર્યા, ને શ્રી સંઘ (મોટી ટોળી)ના આગ્રહથી આપ ગામની ધર્મશાળામાં પધાર્યા. નગરપ્રવેશ ઘણું જ ધામધુમથી થયે. દાદાની યાત્રા કરી અને ત્યાંના દરબાર સાહેબને ઉપદેશામૃતનું પાન કરાવી પાછા ફરતાં રસ્તામાં લાઠીધર ગામમાં અમદાવાદથી શેઠ કસ્તુરભાઈ મણિભાઈ મુનિ સંમેલન અંગે આપશ્રીજીની સલાહ લેવા અને તે પ્રસંગે આપશ્રીજીને પધારવા વિનંતિ કરવા આવ્યા. બાદ બોટાદ, વઢવાણ શહેર, વઢવાણ કેમ્પ પધાર્યા. શ્રી સંઘના તરફથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું. આ સ્થાનેમાં સોસાયટી પક્ષ તરફથી ઉપસર્ગો થયા છતાં આપશ્રીજીએ તે આપના હમેશાંના સ્વભાવ પ્રમાણે શાંતિ જ જાળવી અને વિરમગામ, ભેંય આદિ થઇ પુનઃ શેઠ ડાહ્યાભાઈ નગીનદાસના ઉજમણુ માટે પાલણપુર પધાર્યા. આપશ્રીજીની અધ્યક્ષતામાં ખૂબ ઠાઠમાઠથી ઉજમણું થયું. શાંતિનાત્રના દિવસે શ્રી નવાબ સાહેબ ત્યાં પધાર્યા સેનામહોર શ્રી પરમાત્માના ચરણે ભેટ મૂકી અને શાંતિસ્નાત્રમાં ઘણા લાંબા સમય સુધી બેસી ખુબ આનંદ લુંટ્યો. આપશ્રીજીએ પણ શાંતિસ્નાત્રનું મહત્તવ, તેને અથ આદિ ઘણી જ એવી ભાષામાં તેઓને સમજાવ્યું. તે સાંભળી તેઓ પણ ઘણુ જ ખુશી થયા. આ પ્રસંગ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org