________________
૧૦
જ ખીમચંદભાઈ મુંઝવણમાં પડી ગયા. તેઓ ઝવેરી હીરાચંદભાઈ પાસે ગયા કે જેમની સલાહ વડોદરાના મેટા મેટા નાગરિક પણ વખતેવખત લેતા હતા. હીરાચંદભાઈએ ઉત્તર આપે કે- જ્યારે છગનની ઈરછા દીક્ષા લેવાની જ છે અને કઈ રીતે સંસારમાં ફસે તેમ નથી તે પછી રાજીખુશીથી આપણે રજા શા માટે ન આપવી ?” દુની આની અંદર આવી સોનેરી સલાહ આપનાર ભાગ્યે જ કોઈ મળી આવશે. હીરાચંદભાઇની સલાહને માન આપી, ખીમચંદભાઈ આપણા સ્વજન વર્ગ સાથે રાધનપુર આવ્યા. શ્રી ગુરૂમહારાજ પાસે જઈ સમાચાર પૂછતાં સૌ કોઈ કહેવા લાગ્યા કે-“અહીં તે કોઈ દીક્ષાની વાત પણ જાણતું નથી. ? છેવટે આપને બેલાવી પૂછતાં આપે સત્ય હકીકત કહી દીધી કે “હા, મેં પત્ર લખ્યો હતે.” સ્વજન વળે તેમજ ખીમચંદભાઈએ આપને હરેક રીતે સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ જેમ સૂર્યના પ્રકાશને કેઈ ઢાંકી શકતું નથી તેમ આપની ઈરછાને રોકવા કઈ સમર્થ ન હતું. અંતમાં આપશ્રીજીની ફઈએ એકાદ વરસ બાદ દીક્ષા લેવા કહ્યું જેના ઉત્તરમાં આપે કહ્યું કે “ તમે મને એ ચેસ કરી આપે છે તે દરમ્યાન હું આબાદ રહીશ.” આ પ્રમાણે વાતચીતથી સર્વનાં મન ઢીલાં થઈ ગયાં. બીજે દિવસે શ્રી ગુરૂદેવ પાસે જઈ દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. વૈશાખ સુદ તેરસનું મુહૂર્ત આવ્યું. ખીમચંદભાઈએ શ્રી ગુરૂદેવને અર્જ કરી કે “ ગુરૂદેવ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org