________________
32
અરજ કરી કે “ ગુરૂમહારાજ, સાધુ-સાધવીની ગેચરી તરફ આપ દયાન આપી રહ્યા છે પરંતુ અમને જે અમૃતપાન આપ કરાવી રહ્યા છે તે બંધ કરવું ઠીક કહેવાય નહા.” છેવટે સાધુ-સાદવીઓને જવા માટે આજ્ઞા કરી અને આપ બન્ને મહાત્માઓએ શ્રોતાવર્ગનાં મન સંતોષિત કર્યા. આ સમયે મુંબાઈથી દાનવીર શેઠ દેવકરણ મુલજી, મોતીલાલ મુળજી વિગેરે કેટલાક આગેવાન શેઠીઆઓ આપને મુંબાઈ પધારવાની વિનંતિ કરવા આવ્યા.
- ઘણા લાંબા સમયથી ચાલતી વિનંતિને માન આપી આપે મુંબાઈ તરફ પ્રયાણ કર્યું. ભરૂચ, સુરત, નવસારી આદિ શહેરને પાવન કરતાં મલાડ પધાર્યા. મુંબાઈથી હજારો માણસ આપના દર્શનાર્થે અહીં આવ્યા. શેઠ દેવકરણ મુળજી તરફથી સર્વેનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું તથા પૂજા જણાવવામાં આવી. | મુબાઈ શહેરમાં ભવ્ય સ્વાગતની સાથે પ્રવેશ થયે. લાલબાગના ઉપાશ્રયમાં ચોમાસું થયું. ચોમાસામાં સાત ક્ષેત્રને પુષ્ટ કરવાને ઉપદેશ ચાલુ રહ્યો. તેમાં પણ સાતે ક્ષેત્રોના પોષક એવા શ્રાવક ક્ષેત્રના પોષણ માટે ખૂબ જોર આપ્યું. તેમજ વિદ્યાપ્રચાર માટે પણ ખૂબ પ્રયત્ન કર્યો તેમજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો થયાં. આપની અધ્યક્ષતામાં શ્રીમતી સરસ્વતિ બેને ઉપધાન કરાવ્યાં ક્રિયાકાંડ વિગેરે શ્રી સોહનવિજયજી મહારાજ કરાવતા હતા. વળી ચોમાસું પૂર્ણ થતાં આપની વિહારની વાત લેકેના કાન ઉપર આવી ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org