________________
મજલ દરમજલ ઉદયપુર પહોંચ્યા. અહીં આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી સાથે આપની ભેટ થઈ તેથી બન્ને મહાત્માઓને, સંઘને અને ઉદયપુરવાસીઓને ઘણે જ આનંદ થયે. સત્તાવીશ સાધુ અને સિતેર સાર્વીએ સાથે સંઘ શ્રી કેશરી આજી પહોંચે. શ્રી સંઘની સાથે યાત્રા કરી, પરમાનંદ અનુભવ્યો. અત્રે લગભગ આઠેક દિવસની સ્થિરતા દરમ્યાન રથયાત્રાદિ પૂજા-પ્રભાવનાદિશાસનેન્નતિનાં કાર્યો થયાં. અને આપે શ્રી ઋષભદેવ પંચકલ્યાતેણુક પૂજા રચી તેમજ અત્રેજ શ્રી ઋષભદેવ પ્રભુની સમક્ષ ભણાવવામાં આવી અને પાછા સંઘ સાથે ઉદયપુર પધાર્યા. અહીં યતિવર્ય શ્રી અનુપચંદ્રજીની વિનતિથી એક પુરતકાલયની ઉદ્ઘાટન ક્રિયા આપશ્રીજીના કરકમલેથી થઈ. વિહારના સમયે ધર્મશાળા રસ્તામાં આવતી હોવાથી આપશ્રી નેમિસૂરિજીને મળવા માટે પધાર્યા. આપશ્રીજીને વ્યવહાર જોઈ એના મનના ખોટા સંદેહ શાંત થઈ ગયા. સાધુ સંમેલન સંબંધી ખુબ વાર્તાલાપ થયો. બાદમાં વિહાર કરતાં સંઘ સાથે પાછા શિવગંજ પધાર્યા.
હજુ મરૂભૂમિનાં જ્ઞાનાવરણીય કર્મો તૂટ્યાં ન હતાં જેના કારણે વિદ્યાલયની સ્થાપનાની વાત ઠંડી પડી ગઈ. આ૫ પાલી તરફ પધાર્યા, બીકાનેર પધારવાને વિચાર હતું, પરંતુ ભાવી બળવાન એ ન્યાયે ગેડવાડના આગેવાને પાલીની આસપાસમાં આપની સેવામાં હાજર થયા અને વિદ્યાલયની સ્થાપના કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org