Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008940/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદીમાં ભારત મહાસત્તા બની જશે. - સ્પીકર : સોમનાથ ચેટરજી દિવ્ય ભાસ્કર : તા. ૪/૪/૦૭ મોબાઇલ સસ્તા, શાકભાજી મોંઘા. દારૂ સસ્તો, દૂધ મોંઘુ. ફ્રિજ મફતના ભાવમાં, પાણી દુર્લભ. બંધ કપડાંવાળી માતાઓ દુર્લભ, ખુલ્લાં કપડાંવાળી યુવતીઓ ઠેર ઠેર. મર્યાદાપાલન મશ્કરીને પાત્ર, સ્વછંદતાની બોલબાલા. સાત્ત્વિક સાહિત્યનાં દર્શન મુશ્કેલ, બીભત્સ સાહિત્ય ગલીએ ગલીએ અને ચૌટે ચૌટે. ખેતરોના દર્શન દુર્લભ, ફૅક્ટરીઓ અને કારખાનાઓ ઠેર ઠેર. પશુઓની હાજરી ગાયબ, કતલખાનાંઓની વણઝાર. સંયુક્ત પરિવારોમાં કડાકો, વગર લગ્ને સાથે રહેનારાં [ક] જોડાંઓમાં વધારો. શિક્ષણમાંથી સંસ્કાર ગાયબ. સ્કૂલોમાંથી બહાર પડનાર વ્યભિચારીઓની વણઝાર. સજ્જનો તિરસ્કરણીય, દુર્જનો અભિનંદનપાત્ર. મૂલ્યોને જીવવું ભારે, કાવાદાવા અને પ્રપંચલીલાના ભવ્ય વરઘોડાઓ, સંત સંસ્થા ખતરામાં, શેતાન સંસ્થાઓના સન્માન ઉપર સન્માન. કદાચ આ દેશ ‘મહાસત્તા બની જશે તો એ વખતનું દેશનું આ ભવ્ય [3] ચિત્ર નિહાળવાનું સદ્ભાગ્ય [3] સહુને મળીને જ રહેશે એમ અત્યારે તો લાગે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ કલંકિત પ્રઘાનોએ રાજીનામું આપવાની કોઈ પ્રથા નથી - સુપ્રીમમાં સરકાર ગુજરાત સમાચાર : તા. ૪/૪/૦૭ સ્ટીઅરિંગ વ્હીલ પર દારૂડિયો બેસી ગયો હોય તો એના પર કોર્ટમાં કેસ ચાલી શકે. જમાઈ વ્યભિચારી હોવાની સસરાને જાણ થઈ જાય તો એના ઘરેથી પોતાની દીકરીને બાપ પોતાને ઘરે લઈ આવી શકે. કૅપ્ટન લાખોની લાંચ ખાઈને મૅચ 'ફિક્સ' કરી દેતો હોય તો એની ટીમમાંથી હકાલપટ્ટી કરી દેવામાં કોઈ જ રોકી ન શકે. બેંકનો મૅનેજર કૌભાંડમાં સંડોવાયેલો હોય તો એની મૅનેજર પદેથી તુર્ત જ હકાલપટ્ટી કરી દેવામાં આવે. કોક સંત કાંકિત ભૂતકાળ ધરાવતો હોય તો સમાજ એના પર પગલાં લઈ શકે અને દેશના સમસ્ત પ્રજાજનોનાં સુખ અને તિની જવાબદારી જેમના શિરે છે. દેશના બંધારણને વફાદાર રહેવાના જેમણે સોગંદ લીઘા છે એવા પ્રધાનો પોતાના કાર્યકાળ દરમિયાન ગમે તેવી બદમાસી કરે, ગુંડાગીરી કરે કે વ્યભિચાર લીલાઓ આદરે, એમને એ પદ પર ચીટકી રહેવાની છૂટ. ન પ્રજા એમને ખુરસી પરથી ઉઠાડી શકે અને ન તેઓએ ખુરશી પરથી ઊતરી જવું પડે. કારણ ? મેરા ભારત મહાન ! Page #3 -------------------------------------------------------------------------- ________________ બુરાઈ રાજનીતિમાં નથી, લોકોના વિચારમાં છે. - સ્મૃતિ ઈરાની દૈનિક ભાસ્કર : તા. ૨૪/૫/૦૭ પથ્થરમાં આમે ય ક્યાં બુરાઈ હોય છે? બુરાઈ તો ગુંડાના દિમાગમાં જ હોય છે ને? અને એ પથ્થર જ્યારે ગુંડાના હાથમાં આવી જાય છે ત્યારે કેવો હાહાકાર સર્જાઈ જતો હોય છે, એની તો કોને ખબર નથી એ પ્રશ્ન છે. કોઈ પણ પાર્ટીમાં રહેલો એકાદ રાજનેતા તો આજે એવો બતાડો કે જેને આજના પ્રજાજનો સાચા અર્થમાં હૃદયથી પૂજતા હોય ! એ માન્યતા સાચી છે કે ખોટી, એની મને ખબર નથી પણ આ દેશનો બહુજનવર્ગ આજે એમ માની બેઠો છે કે રાજકારણમાં સારા માણસનું કામ જ નથી. એની સારપ રાજકારણમાં મશ્કરીનું પાત્ર જ બનવાની છે. આનો અર્થ ? આ જ કે સારા વિચારવાળા લોકો રાજકારણમાં આવતા નથી અને હલકટ વિચારસરણીવાળા લોકો રાજકારણમાં દાખલ થયા બાદ રાજકારણ છોડતા જ નથી. રાજકારણીઓએ આ દેશની અત્યારે કરેલ હાલત જોઈ લો. ગાંધીજી આજે જીવતા હોત તો એમણે પોતે આપઘાત કરીને જીવન સમાપ્ત કરી દીધું હોત ! Page #4 -------------------------------------------------------------------------- ________________ ન ખેતીની હાલત મોટી મોટી ઘોષણાઓ કરતા રહેવાથી સુધરવાની નથી. - આર્થિક વિશ્લેષક : કમલ નયન કાબરા દૈનિક ભાસ્કર: તા. ૨૪/૫/૦૦ દર પાણીના સ્ત્રોતને બંધ કરી દઈને બગીચાને લીલોછમ રાખવાની વાત જો બોગસ જ પુરવાર થાય છે, આવકના સ્ત્રોતને બંધ કરી દઈને શ્રીમંત બની જવાની વાત જો બોગસ જ પુરવાર થાય છે તો પશુઓની બેફામ કતલ કરતા રહીને ખેતીની હાલત સુધારી દેવાની વાત અને ખેડૂતોને આપઘાતના માર્ગેથી પાછા વાળી દેવાની વાત બોગસ જ પુરવાર થવાની છે. પૂછો આ દેશના વડાપ્રધાનને, અન્ન પ્રધાનને અને કૃષિ પ્રધાનને, તમને પશુઓ બચાવવામાં રસ છે? કે પશુઓને કાપતા રહેવામાં રસ છે? આ દેશમાં ગૌશાળા અને પાંજરાપોળો વધુ ને વધુ ખૂલતી રહે એ તમારા પ્રયત્નો છે? કે આ દેશનાં ગામડે ગામડે અને ગલીએ ગલીએ કતલખાનાઓ ખૂલી જાય છે એ દિશામાં તમારા પ્રયાસો છે? જાણી લેવા દો આ દેશના પ્રજાજનોને કે આવતી પંચવર્ષીય યોજનામાં તમે થોડાક રૂપિયાનું હૂંડિયામણ મેળવવા નવાં ૧૦૦ કતલખાનાંઓ ખોલવાનું નક્કી કરી દીધું છે ! તમને પશુઓ બચાવવામાં રસ છે? કે પૈસા બનાવવામાં રસ છે? Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં વાઘ ક્યાંક ફોટામાં જ ન રહી જાય ! હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૦ વાઘની વાત તો બહુ દૂર છે. રસ્તા પર ગાયનાં દર્શન હવે દુર્લભ થઈ રહ્યા છે. ઘોડા લગભગ ગાયબ થઈ ગયા છે. ખેડૂતોના ખેતરમાં આવી ગયેલાં ટ્રેક્ટરોએ બળદોને કતલખાનાંમાં ધકેલી દીધા છે. કૂતરાઓના ભસવાના કારણે માણસોની ઊંઘ બગડી રહી છે અને એટલે હડકાયા બની ગયેલ માણસોએ મ્યુનિસિપાલિટી પર કૂતરાઓને મારી નાખવાની અરજીઓ રવાના કરવા માંડી છે. ડુક્કરોની રસ્તા પર સંભળાતી ચીસો સહુને કોઠે પડી ગઈ છે. સસલાઓ લગભગ જોવા મળતા નથી. ભેંસો બહુ મોટી સંખ્યામાં કતલખાનાંઓની શોભા [2] માં અભિવૃદ્ધિ કરી રહી છે. બિલાડી લગભગ કવિતામાં રહી ગઈ છે. નીલ ગાયોને ખતમ કરી નાખવાના ફતવાઓ સરકારે બહાર પાડી દીધા છે. આ સ્થિતિમાં બહાદુર ગણાતો વાઘ ભુલાઈ રહ્યો હોય, કપાઈ રહ્યો હોય અને ભુંજાઈ રહ્યો હોય તો એમાં નવાઈ શી છે? માનવ ! પરમાત્મા બનવાનું હતું તારે અને તું આ શેતાનિયત અપનાવી બેઠો? એમ લાગે છે કે તને માનવ બનાવીને કુદરતે પશુજગત પર ઘોર અન્યાય કરી દીધો છે! Page #6 -------------------------------------------------------------------------- ________________ ગરીબો બરબાદ થશે ત્યારે દિલ્લી આબાદ થશે. હિન્દુસ્તાન : તા. ૨૫/૫/૦૯ માત્ર દિલ્લી જ શું કામ? સમસ્ત હિન્દુસ્તાનની જ વાત કરો ને? કઈ જગાએ આ દેશના રાજનેતાઓએ અને એમને માર્ગદર્શન આપી રહેલા આઇ.એ.એસ. ઑફિસરોએ ગરીબોને જીવતા રહેવાનાં કોઈ આયોજનો અમલી બનાવ્યા છે ? તેઓને ઝૂંપડામાંથી બહાર કાઢીને રસ્તા પર લાવી દેવાનાં આયોજનો તેઓએ કર્યા છે ! ઘઉં-ચોખા, વાલ-વટાણા, મગચણા અને ચોળા જેવા ખાવાનાં દ્રવ્યોને ‘સટ્ટા'માં મૂકી દઈને તેઓના પેટ પર પાટા મારતા રહેવાનાં આયોજનો તેઓએ કર્યા છે! વિરાટ “મૉલ’ ઊભા કરી દેવાની પરવાનગી આપીને શાકવાળાઓને તેઓએ ભીખ માગતા કરી દીધા છે ! સાઇકલ રિક્ષાવાળાઓના લાયસન્સો રદ કરતા રહીને તેઓના સમસ્ત પરિવારને આપઘાતના વિચારોમાં તેઓએ રમતા કરી દીધા છે ! પર્યાવરણની રક્ષાના બૉગસ બહાના હેઠળ કેઈ ફેરિયાઓને રસ્તા પરથી દૂર કરી દઈને ઊના ઊના નિઃસાસા નાખતા તેઓએ કરી દીધા છે. ટૂંકમાં, “ગરીબી હટાવો'ના નારાને સફળ બનાવવા તેઓ “ગરીબી હટાવો” ના કાર્યક્રમને ઉલ્લાસભેર અમલી બનાવી રહ્યા છે ! ગાંધીજી ! તમે છો ક્યાં? LINUM Page #7 -------------------------------------------------------------------------- ________________ સિગરેટનાં પૅકેટો પર ખતરાની સચિત્ર ચેતવણી છાપવાનો નિર્ણય મુલતવી રહ્યો હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૭ આ દેશના સંવિધાનમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂની દુકાનો જેટલી ઓછી થાય તેટલી ઓછી કરતા જ જવી અને ક્રમશઃ આ દેશમાંથી દારૂને સર્વથા દેશવટો આપી દેવો. પણ કોણ માને છે સંવિધાનનું? કેટલાંય રાજ્યો આ દેશમાં એવા છે કે તેઓ પોતાના રાજ્યનાં તમામ વિકાસકાર્યો દારૂની આવકમાંથી જ કરી રહ્યા છે ! તમ્બાકુ કૅન્સરનું વાહક છે એવું જગજાહેર છે અને છતાં એની બનાવટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવા સરકાર તૈયાર નથી. પેટ્રોલમાં ઘાસતેલની ભેળસેળ કરનારને અહીં જેલ મળે છે અને યુવાનપેઢીને અકાળે સ્મશાને ધકેલી દેતી તમ્બાકુની બનાવટના ધૂમ વેપાર આડે સરકાર આંખમીંચામણાં કરી રહી છે ! કારણ ? સરકારને ‘આવક માં રસ છે. તમારે તપાસી લેવું હોય તો તપાસી લેજો. પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં દારૂ, સિગરેટ, ગુટખા, બીડી વગેરે એક પણ દ્રવ્યના વેચાણ પર સરકારે લાલ આંખ કરી હોય એવું તમને જોવા નહીં મળે. પ્રજાની ‘જાવક થાય એનો વાંધો નહીં. પૈસાની ‘આવક’ તો થાય જ છે ને ? Page #8 -------------------------------------------------------------------------- ________________ મોબાઈલ પર લો હવે ટી.વી. ની મજા દૈનિક ભાસકર : તા. ૨૪/૫/૦૭ વિલાસની અનુકૂળતાઓ કરી આપતું, વ્યભિચારની વ્યવસ્થા કરી આપતું અને હૃદયમાં વિકૃતિઓની આગ પ્રજ્વલિત કરી દેતું કોઈ એક રાક્ષસી સાધન આજે યુવાપેઢીના હાથમાં આવી ગયું હોય તો એ સાધનનું નામ છે, “મોબાઇલ’ એમાં શું નથી આવતું? એ પ્રશ્ન છે. વિકૃત SMS પણ એમાં આવે છે તો બ્લ્યુ ફિલ્મો પણ એમાં આવે છે. રસ્તે જતી યુવતીઓના ફોટા પણ તમે એમાં ઝીલી શકો છો તો તમારા ખુદના પિતાજીને ય તમે “મામા’ બનાવીને ગંદું જે પણ જોવા માગો એ બધું ય તમે એમાં જોઈ શકો છો. આટલું હજી ઓછું હતું ત્યાં હવે મોબાઇલમાં ટી.વી.’ આવી રહ્યું છે. એક તો વાંદરો અને એમાં એને આપી દેવામાં આવ્યો દારૂ. ઉધામા કરવામાં એ બાકી શું રાખવાનો? એક તો યુવાની. બીજી બાજુ વાતાવરણ વિલાસી. ત્રીજી બાજુ મોબાઇલની એના હાથમાં હાજરી અને હવે એમાં ગોઠવાઈ જવાનું ટી.વી. ! યુવાન ! તને પશુતાની ગર્તામાં ધકેલાઈ જતાં હવે માત્ર સમયનો જ પ્રશ્ન રહેવાનો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ભષ્ટાચાર છે ત્યાં સુધી ભારતનિર્માણ મુશ્કેલ - પ્રધાનમંત્રી હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૦ છે પ્રધાનમંત્રીને એટલું જ પૂછવું છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે ક્યાં? ઝૂંપડામાં કે બંગલામાં? નિરક્ષરોમાં કે સાક્ષરોમાં ? શ્રમજીવીઓમાં કે શ્રીમંતોમાં? આમ આદમીમાં કે ઑફિસરોમાં? પ્રજાજનોમાં કે શાસકોમાં? દુઃખ સાથે કહેવું પડે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી નીચે તરફ વહી રહી છે. કરુણ દશા તો એ સર્જાઈ છે કે સરકારે કાયદાઓના અને કરવેરાઓના એવાં જાલિમ જંગલો ઊભા કરી દીધા છે કે એક જમાનામાં “શોખ'ની જગાએ રહેલ ભ્રષ્ટાચાર આજે ‘જરૂરિયાતની જગાએ આવી ગયો છે. પ્રધાનમંત્રીજી ! પ્રજાજનો ઇચ્છે છે કે સૌપ્રથમ તમારી સરકારમાં રહેલ ભ્રષ્ટાચારી પ્રધાનોને તમે પાણીચું પકડાવીને ઘરે બેસાડી દો. મંત્રિત રાઈના દાણા કોકના પર નાખવાથી ભૂત ભાગી જાય પણ રાઈના દાણામાં જ જો ભૂત ભરાઈ ગયું હોય તો? પ્રધાનમંત્રીજી ! હું શું કહેવા માગું છું એ તમે સમજી જ ગયા હશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ મંગળ પર જીવન હોવાની આશા વધી નવભારત ટાઈમ્સ : તા. ૨૪/૫/૦૭ ગરમી વધી રહી છે. વરસાદ ઘટી રહ્યો છે. આતંકવાદ વકરી રહ્યો છે. કુદરતી આફતો વધી રહી છે. મંદી વધી રહી છે. માંદગી કાળો કેર વર્તાવી રહી છે. મોંઘવારી માઝા મૂકી રહી છે. નૈતિકતા ખાડે જઈ રહી છે. પરિવારો તૂટી રહ્યા છે. અવિશ્વાસ વધી રહ્યો છે. ટૂંકમાં, જે જીવન અત્યારે જીવાઈ રહ્યું છે એમાં ‘મંગળ’નો કોઈ અનુભવ થતો નથી અને વૈજ્ઞાનિકો મંગળમાં ‘જીવન’ હોવાનું સાબિત કરવા લાખો-કરોડો રૂપિયા ખરચી નાખવા તૈયાર થઈ ગયા છે! આને પ્રજાજનોનું દુર્ભાગ્ય સમજવું? કે વૈજ્ઞાનિકોની બેવકૂફી સમજવી? એક પણ સુશિક્ષિત સજ્જન એવો પ્રજાજન સરકારને આ પૂછવા તૈયાર નથી કે પડતાને પાટું ન મારવાની, દાઝયા પર ડામ ન દેવાની અને ઘા પર મીઠું ન ભભરાવવાની. તો આ દેશની ભવ્ય પરંપરા રહી છે. તમે મંગળ પર “જીવન” હોવાના પ્રયાસો બંધ કરી સર્વક્ષેત્રીય અપમંગળરૂપ બની ચૂકેલા અમારા જીવનને મંગળરૂપ બનાવવાના પ્રયાસો શરૂ કરી દો ને? અમે આ દેશને જ ‘મંગળ’નો ગ્રહ માની લઈને નાચવા લાગશું. ૧0 Page #11 -------------------------------------------------------------------------- ________________ કિશોર શિક્ષાનો અર્થ યૌનશિક્ષા નથી. - c.B.s.E. ના ચૅરમૅન અશોક ગાંગુલી દૈનિક ભાસ્કર: તા. ૭/૪/૦૦ બારદાન બદલી નાખવાથી અંદરનો માલ બદલાઈ જતો નથી એ વાસ્તવિકતા હોવા છતાં બહુજનવર્ગ તો બદલાયેલા બારદાનને જોઈને અંદરનો માલ બદલાઈ ગયો જ હશે એમ સમજીને સામે ચડીને છેતરાતો જ રહે છે. ગાંગુલી સાહેબ પણ આ દેશના પ્રજાજનોના આ ભોળપણનો કિ મૂર્ખાઈનો?] લાભ ઉઠાવવા જ આવી બોગસ જાહેરાતો કરી રહ્યા છે. પૂછો ગાંગુલી સાહેબને, તમે કિશોર શિક્ષાના નામે અમારાં બાળકોને સ્કૂલોમાં જે કાંઈ ભણાવવાના છો એની તમામે તમામ વિગતો અમને બતાવવા તૈયાર છો ખરા? એ શિક્ષામાં બાપ અને દીકરાને, મા અને દીકરીને, ભાઈ અને બહેનને જાહેરમાં ચર્ચા કરતાં શરમ આવે એવું કશું જ લખાણ નહીં હોય એની બાંયધરી આપવા તૈયાર છો ખરા? અરે, તમારા જ દીકરા-દીકરી સમક્ષ તમે ખુદ શિક્ષક બનીને એ શિક્ષા આપવા તૈયાર છો ખરા ? ગાંગુલી સાહેબ, વેશ્યાને “નગરવધુ’નું નામ આપીને એની સોબતમાં ચડી જવા મહેરબાની કરીને અમને ઉશ્કેરો નહીં. ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ મહિલાઓના આપઘાતમાં વધારો દિવ્ય ભાસ્કર : તા. ૪/૪/૦૭ કબૂતરને તમે પગે ચાલવાનું કહો. કબૂતરનું થાય શું? ઝાડુવાળાને તમે બૅક મૅનેજર બનાવી દો. ઝાડુવાળાનું થાય શું? આંખનું કામ તમે જીભને સોંપી દો. જીભનું થાય શું? હૃદયનું કામ તમે બુદ્ધિને સોંપી દો. હૃદયની હાલત થાય શી ? પૂર્વના કાળમાં સ્ત્રી ઘર ચલાવતી હતી હૃદયના માધ્યમે અને પુરુષ પૈસા કમાતો હતો બુદ્ધિના માધ્યમે. બંને સાંજ પડ્યે ઘરમાં ભેગા થતા હતા પણ બંને વચ્ચે સંઘષો લગભગ થતા નહોતા. કારણ કે બુદ્ધિથી ઊભા થતા સંઘર્ષો, હૃદય સમાપ્ત કરી દેતું હતું પણ સબૂર ! આજના યુગે સ્ત્રીના હૃદયને સુષુપ્ત વિધાનસભા જેવું બનાવી દીધું. જીવંત ખરું પણ વપરાશ કાંઈ નહીં. એને બજારમાં લાવીને મૂકી દીધી અને બજાર બુદ્ધિ વિના તો ચાલે છે જે ક્યાં ? બસ, પરિણામ જે આવવાનું હતું એ જ આવી ગયું. સ્ત્રી પણ બુદ્ધિશાળી અને પુરુષ પણ બુદ્ધિશાળી. બંને વચ્ચેના સંઘર્ષોનું સમાધાન કરતું હૃદય ગાયબ થઈ ગયું. આ સ્થિતિ સ્ત્રી માટે આઘાતજનક બની ગઈ. અને એ આપઘાતના માર્ગ પર પસંદગી ઉતારી બેઠી. સાવધાન ! Page #13 -------------------------------------------------------------------------- ________________ મહારાષ્ટ્રમાં દર ત્રણ કલાકે એક વિનયભંગ અને દર છ કલાકે એક બળાત્કાર મુંબઈ સમાચાર : તા. ૪/૪/૦૭ તમે નજર પેપર પર કરો કે મેગેઝીન પર કરો. તમે ટી.વી. ખોલો કે મોબાઇલ ખોલો. તમે પિક્સર જુઓ કે ફૅશન શો જુઓ. તમે રસ્તા પર લગાડેલ બોર્ડ જુઓ કે ગલીના ખૂણે લગાડેલ પોસ્ટર્સ જુઓ. તમે પૂર્તિ પેપરની વાંચો કે સાપ્તાહિકની વાંચો. તમને બધે જ વ્યભિચારની, વાસનાની અને નગ્નતાની દુકાનો જ ખુલેલી જોવા મળશે. આ સ્થિતિમાં વિનયભંગ, બળાત્કાર અને વ્યભિચારની માત્રાઓ જ વધતી જોવા તમને મળતી હોય તો એમાં નવાઈ શું છે? શાસકોને એટલું જ કહેવું છે કે તમે સાચે જ જો શરદી [વાસના]ના દર્દીઓની સંખ્યામાં કડાકો બોલાવવા માગો છો તો તમારી જ મહેરબાનીથી ઠેરઠેર ખુલી ગયેલ આ દહીં વ્યભિચારની દુકાનો બંધ કરી દો. પણ સાચું કહું ? અમને તો તમારી દાનતમાં જ શંકા છે. તમે અમારી સમક્ષ હાથીના બતાવવાના દાંત દેખાડી રહ્યા છો. અને તમે અંદરના દાંત સાચવવામાં પડ્યા છો. ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વીકરણનો લાભ બધા જ વર્ગોને મળવો જોઈએ. - ઉપરાષ્ટ્રપતિ ભેરોસિંહ શેખાવત પત્રિકાઃ તા. ૨૪/૫/૦૦ ૭ ગરીબ તો શ્રીમંત સાથે બેસવા તૈયાર થઈ જશે પણ શ્રીમંત ગરીબનું ગૌરવ જાળવવાપૂર્વક એને પોતાની સાથે રાખવા તૈયાર થશે ખરો? આદર્શ તરીકે આ વાત બરાબર છે પણ વાસ્તવિકતાના સ્તર પર આ વાત શક્ય છે ખરી ? અને એમાંય યંત્રોના આ યુગમાં? ઑફિસમાં એક કયૂટર આવે છે અને એ ૨૫ અશિક્ષિતોને બેકાર બનાવી દે છે. ખેતરમાં એક ટ્રેક્ટર આવે છે અને એ લગભગ ૧૬૦ બળદોને કતલખાને રવાના કરવાપૂર્વક કેટલાય ખેડૂતોને આપઘાતના માર્ગે જવા મજબૂર કરી દે છે. રસ્તા પર રિક્ષાઓ દોડતી થાય છે અને એ ઘોડાની તથા ઘોડાગાડીવાળાની પથારી ફેરવી નાખે છે. બજારમાં ‘લૂમ્સ’ આવે છે અને એ હાથવણાટના કેટલાય કારીગરોને ઘરે બેસાડી દે છે. શું કહું? મુખ જેમ ખોરાક લઈને પેટમાં મોકલે છે અને પેટ એ ખોરાકને શરીરમાં બધે જ મોકલી આપીને શરીરને તંદુરસ્ત રાખે છે તેમ સંપત્તિ કહો તો સંપત્તિ અને શક્તિ કહો તો શક્તિ, એ જેની પણ પાસે હોય એ જો મુખ જેવો બની જાય તો જ વૈશ્વીકરણનો લાભ બધા જ વર્ગોને મળવો જોઈએ.’ એ આદર્શ બહુ નાના પાયા પર સફળ થાય. બાકી, શ્રોતાઓ વચ્ચે આ આદર્શને રજૂ કરીને શ્રોતાઓની તાળી મેળવવી ખૂબ સરળ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ હરિયાણાના એક ગામમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ ગુજરાત સમાચાર : તા. ૪/૪/૦૭ કરોડો કલાકોની સ્મશાનયાત્રા કાઢી નાખતી ક્રિકેટની આ રમત નથી તો ખેલદિલીની રહી કે નથી તો ખાનદાનીની કે ખુમારીની રહી. આ દેશનો બહુજનવર્ગ એમ માની રહ્યો છે કે આ રમતમાં ખેલાડી, અમ્પાયર, કૅપ્ટન, પસંદગી સમિતિના સભ્યો, પીચ બનાવનાર વગેરે બધા જ ‘ફૂટી ગયેલા છે. કરોડો-અબજો રૂપિયાની ઊથલપાથલ આ મૅચના માધ્યમ આ મેચ સાથે સંકળાયેલા બધા જ લોકો કરી રહ્યા છે. આ દેશની આખી યુવાપેઢીને તેઓ રીતસરના મૂરખ અને બેવકૂફ બનાવી રહ્યા છે. ખ્યાતનામ હિન્દી કોમેન્ટેટર સુશીલ દોશીએ મને ઈદોરમાં કહેલું કે મહારાજ સાહેબ, તેંડુલકર ૦ માં આઉટ થઈ જાય છે તો દેશના યુવાનોના શ્વાસ અદ્ધર થઈ જાય છે અને દેશની સરહદ પર દેશની રક્ષા કરતા ૧૦/૧૦ જવાનો રોજ શહીદ થઈ જાય છે તો ય આ દેશનો યુવાન આંસુનું એક બુંદ પાડવા તૈયાર નથી. યુવાનોની મરી ગયેલ સંવેદનશીલતાને જીવતી કરવા આપ કંઈક કરો !' હું કરું શું? Page #16 -------------------------------------------------------------------------- ________________ કેફી દ્રવ્યોના નશીલા ધંધામાં માદક માનુનીઓની હેરાફેરી ગુજરાત સમાચાર: તા. ૪/૪/૦૦ પુરુષની સંપત્તિ કદાચ સ્ત્રીની કમજોર કડી નથી પણ રહી પરંતુ સ્ત્રીનું રૂપ તો કાયમ પુરુષ માટે કમજોર કડી જ રહ્યું છે. અને એનું જ આ દુષ્પરિણામ આવ્યું છે કે ક્ષેત્ર ચાહે બજારનું હોય કે રાજકારણનું હોય, સમય ચાહે અજવાળાનો હોય કે અંધારાનો હોય, સંયોગ ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય સ્ત્રીના રૂપનો પુરુષને ફસાવવામાં, ખંખેરવામાં, બદનામ કરવામાં, બે-ઇજ્જત કરવામાં ભરપૂર ઉપયોગ થતો જ રહ્યો છે અને મરદ મૂછાળા પુરુષો એ રૂપ સામે સર્વથા લાચાર બનીને શક્તિ-સંપત્તિ-સગુણો બધું જ હારી ગયા છે. હવે, કેફી દ્રવ્યોની હેરાફેરીમાં માદક લલનાઓ આવી ગઈ છે. પરિણામ? યુવાવયે શરીર રોગનું ઘર. મન ઉન્માદનું ઘર. જીવન વાસનાનું ઘર. ચિત્ત નઠોર, હૃદય કઠોર અને સમસ્ત પરિવાર બે-ઘર ! યુવાન ! રૂપને ‘ના’ પાડવાની હિંમત કેળવી લે. તું બચી જઈશ. તારો પરિવાર બચી જશે ! Page #17 -------------------------------------------------------------------------- ________________ જાતીયતા વિષયનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાથી શ્રી ભારતીય સંસ્કૃતિ રસાતળ નહીં જાય પણ તેના વિશેનું અજ્ઞાન આપણી પેઢીને ડુબાડી શકે છે. ગુજરાત સમાચાર: તા. ૭/૪/૦૦ કી બ્રિટનમાં બાળકોને જાતીયતાનું જ્ઞાન આપવાનું શરૂ થયું અને એ વિષયમાં જ્ઞાની બની ચૂકેલ યુવાપેઢીએ બ્રિટનની સરકારને દરેક સ્કૂલમાં ગર્ભપાત કેન્દ્ર ખોલવા મજબૂર કરી દીધી અને દર વરસે ૧૫ વરસની નીચેની વયની ૧૦,૦૦૦ યુવતીઓ સ્કૂલમાં જ ગર્ભપાત કરાવી રહી છે એની તમને જાણ ખરી ? ન્યુઝીલેન્ડમાં સ્કૂલના બાળકોને જાતીયતાનું શિક્ષણ આપી રહેલ લગભગ ૧૫૦ જેટલી શિક્ષિકાઓ પોતાની જ સ્કૂલના ૧૫/૧૬ વરસની વયના પાપ છોકરાઓ સાથે વ્યભિચાર આચરવા બદલ આજે જેલમાં બંધ છે એની તમને જાણ ખરી ? અમેરિકામાં ચાલુ વર્ગમાં માત્ર પંદર મિનિટ માટે વર્ગખંડ છોડીને શિક્ષક બહાર ગયા ત્યારે એ સમય દરમિયાન બે છોકરાઓએ ક્લાસના તમામ છોકરાઓનાં દેખતાં બે છોકરીઓ સાથે વ્યભિચાર આદર્યો એની તમને જાણ ખરી ? જો ના, તો હું ઇચ્છું છું એ જાણકારી તમે પહેલાં મેળવી લો અને પછી આવાં નિવેદનો બહાર પાડો. તમને ખ્યાલ ન હોય તો એટલું ખાસ જણાવું છું કે આ દેશે કુંભકર્ણની નિદ્રા કરતાં રાવણની જાગૃતિને વધારે વખોડી છે. આજની યુવાપેઢી જાતીયતાનું જ્ઞાન લઈને જો રાવણ જ બનવાની હોય તો વધુ સારું એ છે કે એમને અજ્ઞાની રહેવા દઈને કુંભકર્ણ જ રહેવા દો. ૧૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્કૂલોને વિધામંદિર જ રહેવા દો, સેક્સમંદિર ન બનાવો. - રામદેવબાબા દૈનિક ભાસ્કર : તા. ૭/૪/૦૭ વાસનાલંપટ વ્યભિચારી અને વિકૃત બુદ્ધિવાળા બુદ્ધિજીવીઓએ નક્કી કરી દીધું છે કે અમે કોઈ પણ વયને પવિત્ર રહેવા દેવાના જ નથી. અને કોઈ પણ સ્થાને પવિત્ર રહેવા દેવાના જ નથી. બાબાની વય ભલે ને માત્ર પાંચ જ વરસની છે. આગળ જતાં વાસનાના વિષય પર એ PH.D. થઈ શકે એ માટે અમે એને નર્સરીમાં હોય ત્યારથી જ વાસના અંગેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણકારી આપી દેવાના છીએ અને એ ય નગ્ન ચિત્રો સહિતની. રામદેવબાબાની વેદના સાથી છે. એમનો વલોપાત સાચો છે. સ્કૂલોને તો આપણે ત્યાં વિદ્યામંદિરનું અને સરસ્વતી મંદિરનું ગૌરવ આપવામાં આવ્યું છે. ત્યાં જ જો વાસનાની જાણકારી આપવામાં આવશે. તો પછી એ વિદ્યામંદિરને સેક્સમંદિર બની જતાં વાર કેટલી લાગશે ? પણ, રામદેવબાબા ! એક વાત કરું તમને ? દુનિયાને આ દેશે ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તો ઘણા આપ્યા છે. પણ આ દેશના શાસકો ઇચ્છે છે કે હવે આપણે દુનિયાને વધુ ને વધુ સંખ્યામાં સેક્સોલોજિસ્ટો આપીએ. એ માટે સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન આપવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે ? ૧૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ આજે માતાઓ ઘટતી જાય છે છે - કાંતિ ભટ્ટ દિવ્ય ભાસ્કર ઃ તા. ૪/૪/૦૭ વેપારીઓને તમે ઘરના રસોડામાં ગોઠવી દો અને પછી એમ જાહેર કરો કે બજારમાં વેપારીઓ ધટતા જાય છે તો એમાં જેમ કોઈને ય આશ્ચર્ય ન થાય તેમ માતાઓને બાળકોથી દૂર કરીને તમે બજારમાં લઈ આવો. અને પછી એમ જાહેર કરો કે આજે માતાઓ ઘટતી જાય છે, તો એમાં થ કોઈને ય આશ્ચર્ય થતું નથી. બજારમાં વ્યસ્ત થઈ ગયેલ માતાઓ પાસે બાળકોનું સંસ્કરણ કરવાનો સમય જ ક્યાં છે ? આત્મીયતાના નાતે પરિવારને લાગણીના નાંનો બાંધી રાખવાની એને ફુરસદ જ ક્યાં છે ? હૈયાનાં હેત રસોઈમાં ઠાલવી દેવાની એમની પાસે નવરાશ જ ક્યાં છે ? થોડાક કઠોર શબ્દોમાં કહું તો જ એક કૂતરી પણ પોતાનાં ગલૂડિયાંઓ જ્યાં સુધી સક્ષમ નથી બની જતા ત્યાં સુધી એમની સાથે જ રહે છે. આજની માનવ માતાઓ તો એ જવાબદારીમાંથી ય છટકી ગઈ છે. બાબાને સ્તનપાન કરાવવાની ઝંઝટ [] પણ એ સ્વીકારવા તૈયાર નથી. રે મમ્મી ! તું કૂતરીથી ય ગઈ ? ૧૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ " ભારતના બધા જ રાજકીય પક્ષો મિમિક્રી કરી રહ્યા છે છે - બ્રિટન અધ્યાપક : જેરેમી સિબુક નવભારત ટાઈમ્સ : તા. ૨૬/૫/૦૭ સરકસના બધા જ જોકરો મિમિક્રી કરી રહ્યા છે એવું કોઈ કહે અને આપણને એમાં આશ્ચર્ય થાય તો આ વાક્ય વાંચીને આપણને આશ્ચર્ય થાય કે ભારતના બધા જ રાજકીય પક્ષો મિમિક્રી કરી રહ્યા છે. બાકી, ખરું પૂછો તો અહીં એવા રાજકીય પક્ષો છે જ ક્યાં કે જેમને દેશના પ્રજાજનોનાં સુખની અને હિતની જ પડી છે? એ સહુને તો પડી છે, સત્તાની. જે પણ રસ્તે સત્તા મળતી હોય એ તમામ રસ્તાઓ અપનાવવાની તેઓની તૈયારી છે. એ રસ્તામાં ખૂનના રસ્તાઓ પણ છે, વિદેશથી આવતા અઢળક પૈસાના રસ્તાઓ પણ છે, ગુંડાગીર્દીના રસ્તાઓ પણ છે અને ચૂંટણીના રસ્તાઓ પણ છે. વાંચી હતી મેં ક્યાંક કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ – વારતા રે વારતા પાંચ વરસે પ્રધાનજી આવતા. ખોટાં વચનો આપતા. લોકોને ભરમાવતા. વોટ લઈને ભાગતા. ફરી પાંચ વરસે આવતા. વારતા રે વારતા” હા, આ દેશની હાલત અત્યારે શરીર પર ચડી ગયેલ સોજા જેવી છે. પ્રજા બરબાદ, દેશ આબાદ અને એનો તમામ યશ આ દેશના રાજકીય પક્ષોના ફાળે જાય છે ! ૨૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ફૅશન ટી.વી. પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હિન્દુસ્તાન : તા. ૨૬/૫/૦૭ આ દેશના માંધાતાઓએ એક નિશ્ચય કરી દીધો છે. આ દેશના પૂર્વજોએ, ઋષિ-મુનિઓએ અને સંતોએ મર્યાદા, પવિત્રતા, સંસ્કાર, સદાચાર, આમન્યા, સભ્યતા વગેરે માટે જે પણ વ્યવસ્થા ગોઠવી છે, જે પણ નીતિ-નિયમો નક્કી કર્યા છે એ તમામને વીણી વીણીને સાફ કરી નાખ્યા વિના રહેવું જ નથી. થોડાંક લોકોના હાથમાં જતા સમાચારપત્રો અને મેગેઝીનોમાં તો વાસનાનાં નગ્ન નૃત્યો બતાવવા જ પણ લાખો-કરોડો લોકો એક સાથે જે ટી.વી.ના ડબલાની સામે બેસી જાય છે એ ટી.વી.ના ડબલાને તો એક પળ માટે ય વાસનાનાં નગ્ન નૃત્યો બતાવવાથી મુક્ત ન રાખવો. નામ ભલે ને ફૅશન શો નું અપાતું હોય, હકીકતમાં તો એ કપડાં ઉતારવાનો જ શો છે. આ શો બધા જ જોઈ શકે અને માનવના ખોળિયે શેતાન બની જવા સહુ તૈયાર થઈ જાય એ ઉદાત્ત [2] આશયથી પ્રસારણ મંત્રાલયે કોક કારણસર ફૅશન ટી.વી. પર મુકાયેલ પ્રતિબંધ હટાવી લીધો છે. દ્રૌપદી ! તારાં ચીવર ઊતરતા હતા ત્યારે સહુની આંખો નીચી નમી ગઈ હતી ને? અમે સહુની આંખો ઊંચી કરી દેવાનું પરાક્રમ દાખવી રહ્યા છીએ ! Page #22 -------------------------------------------------------------------------- ________________ સરકારની લૉટરી બંધ કરવાની હિલચાલનો પણ લૉટરી વિક્રેતાઓ તીવ્ર વિરોધ કરશે. મુંબઈ સમાચારતા. ૧૧/૪/૦૦ ક લૉટરી વિક્રેતાઓની દલીલ એ છે કે જો તમે લૉટરી બંધ જ કરી દો તો પછી એ ધંધામાં જોડાયેલ લાખો માણસો બેકાર બની જાય એનું શું? લાખો પશુઓની બેરહમપણે થઈ રહેલા કતલનો તમે જ્યારે વિરોધ કરો છો ત્યારે માનવ અધિકાર [?] માટે ઝઝૂમતા એ બેવકૂફો પણ આ જ દલીલ કરે છે કે જો તમે કતલખાનાંઓ જ બંધ કરી દો તો પછી એ ધંધા સાથે સંકળાયેલ લાખો લોકો બેકાર બની જાય એનું શું ? વ્યભિચારના જ્યાં નગ્ન નાચો ચાલી રહ્યા છે એ બાર ડાન્સરો બંધ કરી દેવાની તમે ઝુંબેશ શરૂ કરો ત્યારે ય એ ભેજાગેપ માણસો એ દલીલ સાથે મેદામાં આવી જાય છે કે જો તમે બાર ડાન્સરો બંધ જ કરી દો તો પછી એ બારબાળાઓ આજીવિકા વિનાની થઈ જાય એનું શું? ઉપલો માળ જેમનો ખાલી જ થઈ ગયો છે એવા આ લોકોને પૂછો કે સંપત્તિના જોરે પાક માટેની જમીનો ખરીદી લઈને એના પર ફૅક્ટરીઓ ખોલી રહેલા ઉદ્યોગપતિઓ હજારો ખેડૂતોને આપઘાત કરવા મજબૂર કરી રહ્યા છે એનું શું? મૉલ સંસ્કૃતિ’ નું થઈ રહેલ સર્જન લાખો નાના માણસોને ભિખારી બનાવીને અપરાધોની દુનિયામાં ધકેલી રહ્યું છે એનું શું? માનવ અધિકારની વાત જુગારમાં, કતલમાં અને વ્યભિચારમાં પ્રતિબંધ આવે ત્યારે જ તમને યાદ આવે છે? Page #23 -------------------------------------------------------------------------- ________________ Sછે અદાલતોને દર વરસે ૨૨૦ કરોડ રૂપિયાની લાંચ છ મળે છે. ટ્રાફ્ફરેન્સી ઈન્ટરનેશનલ સંસ્થાનો રિપોર્ટ રાજસ્થાન પત્રિકા : તા. ૨૦/૫/૦૦ તમે દૂધ લેવા કૂતરાને મોકલ્યો હોય અને એ કૂતરો જ જો બિલાડીકાર્ય કરવા લાગે તો તમે એની ફરિયાદ કરો કોને? કોકના શરીરમાં દાખલ થઈ ગયેલ ભૂતને બહાર કાઢવા તમે એના પર જે રાઈના દાણા નાખો એ રાઈના દાણામાં જ જો ભૂત ભરાઈ ગયું હોય તો તમે એની ફરિયાદ કરો કોની પાસે? તમે જેમની પાસે ન્યાય માંગવા ગયા હો એઓ જ જો પૈસાથી ખરીદાઈ જતા હોય તો પછી તમારે ન્યાયની અપેક્ષા રાખવાની બીજા કોની પાસે? હા, અહીં એક વરવું સત્ય રજૂ થયું છે કે અદાલતોમાં જ લાંચની થતી લેવડ-દેવડની રકમ ૨૬ અબજ રૂપિયાના આંકડાને પણ વટાવી જાય છે અને આ રકમ પણ પ્રત્યેક વરસની છે. બની શકે કે આ રકમમાં કદાચ થોડીક વધ-ઘટ પણ હોય પણ દરેકના મનમાં ઊંડે ઊંડે ય એક વાત તો ઘર કરી જ ગઈ છે કે અહીં પૈસા વેરો. તમે બધું જ ખરીદી શકશો. જો અન્યાયના ચુકાદાઓ આપતું ન્યાયતંત્ર પણ આ જ દશાનો શિકાર બની ગયું હશે તો આ દેશનો ગરીબ પ્રજાજન ન્યાય માગવા જશે કોની પાસે? ૬ રે - Page #24 -------------------------------------------------------------------------- ________________ બાળમૃત્યુ દરમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને ગુજરાત સમાચાર : તા. ૨૧/૪/૦૭ બાળકો મરી રહ્યા છે ? કે પછી એમનાં મરણ પ્રત્યે જાણી જોઈને અહીં આંખમીંચામણાં કરવામાં આવી રહ્યા છે? દર વરસે આ દેશમાં માત્ર ત્રણ વરસથી નીચેની વયના દોઢ લાખ બાળકો અને સાડા ત્રા લાખ બાળકીઓ અર્થાન કુલ પાંચ લાખ બાળકો માત્ર ઝાડા ડાયરીયાના કારણે પરલોક ભેગા રવાના થઈ રહ્યા છે ! સરકાર માત્ર બે-ત્રણ કરોડ રૂપિયા છે આ માટે ફાળવવા તૈયાર થઈ જાય તો આ પાંચ લાખ બાળમરણ અટકાવી શકાય તેમ છે, પણ સ૨કા૨ કોનું નામ? બાળકીની ગર્ભમાંથી જ હત્યા ન થઈ જાય એ માટે જાતજાતના સેમિનારો યોજીને, ભાષણબાજી કરીને કરોડો રૂપિયા એ માટે ફાળવવા સરકાર તૈયાર છે પણ જે સાડા ત્રણ લાખ બાળકીઓ જન્મીને આ ધરતી પર શ્વાસ લઈ રહી છે એમને બચાવી લેવા સરકાર એક રૂપિયો ફાળવવા તૈયાર નથી ! આ માટે દોષનો ટોપલો કોના પર નાખવો ? નિષ્ઠુર શાસકો પર ? કે બલની પ્રશ્નનો પર ૨૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીને પોતાના પતિ સાથે રહેવાની ફરજ પાડી શકાય નહીં - જયપુર હાઈકોર્ટનો ચુકાદો ગુજરાત સમાચાર : તા. ૨૧/૪/૦૭ ન જોઈતા બાળકને જન્મ આપવાની સ્ત્રીને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો. ન ગમતાં માબાપને સાચવી લેવાની દીકરાને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો. ન ગમતી પત્નીને જીવનમર સાથે રાખવાની પતિને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો અને હવે એક એવો ચુકાદો હઇકોર્ટ આપી દીધો છે કે પતિને છોડીને સ્ત્રી જો પોતાના પ્રેમી પાસે રહેવા જવા માગતી હોય તો સ્ત્રીને પોતાના પતિ પાસે જ રહેવાની ફરજ પાડી ન શકાય. દીકરાને મમ્મી બદલવાની છૂટ નહીં પણ સ્ત્રીને પતિ બદલવાની, પતિને છોડી દેવાની, પતિને બેવફા બનવાની, પતિને મૂરખ બનાવવાની છૂટ ! આ બધું ય માનવ અધિકારના નામે ! આ દેશ વખણાતો હતો સ્થિર સંબંધ માટે અને શુદ્ધ સંબંધ માટે ! અને એના કેન્દ્રમાં વાત માનવ અધિકારની નહોતી પણ માનવ ફરજની હતી. આજે જમાનાએ કરવટ બદલી છે. માનવ ફરજની વાત ક્યાંય નથી. માનવ અધિકારના નામે બેશરમ બનવાની વાત સર્વત્ર છે ! a ૨૫ San Page #26 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવને અટકાવી નહીં શકાય હિન્દુસ્તાન : તા. ૨૮/૫/૦૭ માતાનાં દૂધ કરતાં બાટલીના દૂધનો પ્રભાવ વધવા લાગે એ હકીકત જો બાળક માટે નુકસાનકારી જ નીવડે છે, સારા ઍક્સ-રે કરતાં સારા ફોટાનો પ્રભાવ વધવા લાગે એ વાસ્તવિકતા જો વ્યક્તિના સ્વાથ્ય માટે ખતરનાક જ નીવડે છે, ઘરનાં ભોજન કરતાં હોટલનું ભોજન વધુ સ્વાદકારી લાગવા માંડે એ સ્થિતિ જો પારિવારિક સ્વસ્થ સંબધો માટે ઘાતક જ નીવડે છે માતૃભાષા કરતાં અન્ય ભાષાનો પ્રભાવ જીવન પર, સમાજ પર અને રાષ્ટ્ર પર વધવા લાગે એ વાસ્તવિકતા પ્રત્યેક માટે જોખમી જ પુરવાર થાય છે. કમાલ છે આ દેશના પ્રજાજનોની માનસિકતા ! રાષ્ટ્રધ્વજનું અહીં અપમાન કરે છે કોઈ તો તોફાનો ફાટી નીકળે છે. રાષ્ટ્રીય પક્ષી મોરની અહીં હત્યા કરે છે કોઈ તો એને કડક સજા થાય છે પણ રાષ્ટ્રભાષાને અહીં પોતાના જીવનવ્યવહારમાંથી સર્વથા દૂર કરી દે છે કોઈ, તો એને કોઈ કાંઈ જ કરતું નથી ! કદાચ બધાયની માનસિકતા આ જ બની ગઈ છે ! LINUM Page #27 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં મોબાઈલ ફોનની સંખ્યા ૧૯ કરોડે પહોંચી ગુજરાત સમાચાર : તા. ૧૮/૪/૦૭ આ દેશના લગભગ ચાર કરોડ બાળકો પાસે સ્કૂલ નથી, કરોડો લોકો પાસે દૂધ નથી અને શાકભાજી નથી. લાખો ગામડાંઓમાં લાઇટ નથી અને પાણી નથી. કરોડો દર્દીઓ પાસે દવાની કોઈ વ્યવસ્થા નથી. લાખો બાળકો મૈં વસ્ત્રહીન અવસ્થામાં નાગાપૂગા ફરી રહ્યા છે. એની કોઈ જ વ્યયા, વેદના કે વલોપાત નથી તો આ દેશના શાસકોને કે નથી તો આ દેશના ઉદ્યોગપતિઓને. એમને તો એક જ ચિંતા છે કે આ દેશના ગામડે ગામડે રી વી. આવી જાય, ઘરે ઘરે કમ્પ્યૂટર આવી જાય અને દરેક હાથમાં મોબાઇલ આવી જાય ! કલ્પના કરો. શરીર પર વસ્ત્રો હોય નહીં અને અલંકારો પાર વિનાના હોય એ વ્યક્તિનું દર્શન કેવું બેહુદું લાગે ? જરૂરિયાતની ચીજો બધા પાસે હોય નહીં અને મોજશોખની વસ્તુઓ બધા પાસે પહોંચાડવાના પ્રયાસો પુરબહારમાં ચાલુ હોય એ દેશનું ભાવિ કેવું ખતરનાક બની રહે ? ૨૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ શોપિંગ મોલના વિરોધમાં સંગઠિત થઈ રહેલ વેપારીઓ પત્રિકા : તા. ૨૯/૫/ap શરીરના એક અંગનો જ વિકાસ થાય અને એ અંગનો વિકાસ બાકીનાં અંગોના વિકાસનું બલિદાન લઈને જ રહેતો હોય તો એવા વિકાસને અટકાવવો જ પડે છે. થાળીમાં રોટલી પચાસ હોય અને અન્ય દ્રવ્યો અતિ અલ્પ પ્રમાણમાં હોય તો એ ભોજનમાં સમ્યક્ પરિવર્તન કરવું જ પડે છે. બસ, એ જ હકીક્ત બની રહી છે. શૉપિંગ મૉલની બાબતમાં, જો એ મૉલ સંસ્કૃતિ આ દેશમાં બે-રોકટોક ફૂલી-ફાલી ગઈ તો હજારો નાના વેપારીઓ રસ્તા પર આવી જવાના છે. કારણ કે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મૉલમાં જ મળી જવાના કારણે, એવી વસ્તુઓ વેચનારા વેપારીઓ નવરાધૂપ જ બની જવાના છે. સાંભળવા મળ્યા મુજબ અમેરિકામાં મૉલ સંસ્કૃતિ વિરુદ્ધ જબરદસ્ત આંદોલન શરૂ થયું છે, ધર્મગુરુઓ લોકોને પ્રતિજ્ઞા આપવા લાગ્યા છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અને સ્વાસ્થ્ય અંગેની દવાઓ સિવાય માઁલમાંથી કશું જ ખરીદો નહીં. કારણ ? મોંલનું સર્જન તમને ભિખારી બનાવી દેવા જ થયું છે. આ દેશના પ્રજાજનોને આ સત્ય સમજાશે ખરું? ૨૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ મારા દેશમાં મારી કદર નથી • શિલ્પા શેટ્ટી પત્રિકા: તા. ૨૯/૫/૦૭ છે શિલ્પાબહેન ! અમારે ત્યાં એક સરસ વાત આવે છે, આવ નહીં, આદર નહીં, નહીં નયણોમાં નેહ; તસ ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેહ.” જે ઘરમાં આવકાર ન મળે, આદર ન મળે, આંખમાં સ્નેહ જોવા ન મળે એ ઘરમાં સુવર્ણનો વરસાદ વરસતો હોય તો ય ક્યારેય ન જવું. રિચાર્ડ ગેર સાથેના તમારા સુંદર [???] વ્યવહાર બદલ આ દેશના જુનવાણી [3] માનસ ધરાવતા લોકો દુઃખી થઈ ગયા હોય, તમારો હુરિયો બોલાવ્યો હોય અને કોર્ટમાં તમારી સામે કેસ ઠોકી દીધો હોય અને એના કારણે તમને એમ લાગ્યું હોય કે ‘આ દેશમાં મારી કોઈ જ કદર નથી' તો અમારે તમને એક જ સલાહ આપવી છે કે તમે વહેલી તકે આ દેશ છોડીને પરદેશ ચાલ્યા જાઓ. ત્યાં તમે શરીર પરના બધાં કપડાં જાહેરમાં ઉતારી પણ શકશો અને એ દેશના સંસ્કારી [3]. પ્રજાજનોની તાળીઓ પર તાળીઓ મેળવી શકશો. અલબત્ત, તમારા પરદેશમાં ચાલ્યા જવાથી આ દેશ તમારા જેવાં સન્નારી [2] ગુમાવવા બદલ થોડોક દુઃખી જરૂર થશે પણ એટલું દુઃખ વેઠી લેવાની પ્રભુએ અમને તાકાત આપી જ છે ! Page #30 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં ૨૩ કરોડ બાળકો યૌનશોષણના શિકાર હિન્દુસ્તાન : તા. ૨૯/૫/૦૦ આ બાળકોનું યૌન શોષણ કરનારા છે કોણ? કાં મામાઓ અને કાં કાકાઓ. કાં પડોશીઓ અને કાં શિક્ષકો. કાં લેભાગુઓ અને કાં વ્યભિચારીઓ. જે હોય તે પણ એ બધાય પુખ્ત તો ખરા જ ને? પરિપક્વ તો ખરા જ ને? પ્રશ્ન એ છે કે બાળકોનું આ યૌનશોષણ અટકાવવા બાળકોને નાની વયમાં જાતીય શિક્ષણ આપવું જરૂરી છે? કે પછી પોતાની જાતને પુખ્ત અને પરિપક્વ માનતા કાકા, મામા, પડોશીઓ, શિક્ષકો વગેરેને સંસ્કારી બનાવવાની જરૂર છે? ઘોડાની ચાલ સુધારવાનો પ્રયાસ પ્રથમ કરવાનો? કે બદમાશ જોકીની બુદ્ધિને પહેલાં ઠેકાણે લાવવાની ? હૉસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને પહેલાં સાજા કરવાના ? કે એ હૉસ્પિટલના જે ડૉક્ટરો ચોવીસેય કલાક નશામાં જ રહે છે એમને પહેલાં બાટલીથી દૂર કરી દેવાના? સ્કૂલોમાં ભણી રહેલ બાળકોને જાતીય શિક્ષણ આપવાની કોઈ જ જરૂર નથી, બજારમાં ભટકી રહેલા અને ઘરમાં જ ગુમરાહ બની ગયેલા સાક્ષરોને સંસ્કારી બનાવી દો. બાળકોનું થઈ રહેલ યૌનશોષણ બંધ થઈ જ જશે. ૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ માર્કસ યોગ્યતાને નક્કી કરવાના માપદંડ નથી પ્રિન્સિપાલ પ્રતિમા જેવી હિન્દુસ્તાન : તા. ૨૯/૫/૦૦ શિક્ષણનો આખો ય ઢાંચો અત્યારે સ્મૃત્તિ આધારિત બની ગયો છે. તમે સંસ્કારી છો ? શિક્ષણમાં એની કોઈ જ કિંમત નથી. તમે સત્ત્વશીલ છો ? શિક્ષણનો એની સાથે કોઈ જ સંબંધ નથી. તમે સદ્ગુણી છો ? શિક્ષણને એની સાથે નહાવા-નિોવાનો ય સંબંધ નથી. તમે ભલે ઉદ્ધત છો, તમે ભલે નમાલા છો, તમે ભલે દુર્ગુણી છો પરંતુ તમારી સ્મૃતિ છે તેજ છે, વરસ દરમિયાન તમે જે પણ ભણ્યા છો એની વધુ ને વધુ ઊલટી જો પરીક્ષાના સમયે ઉત્તરપત્ર પર કરી શકો છો તો જ તમે હોશિયાર છો, તો જ તમે જીવનમાં આગળ વધવાની લાયકાત ધરાવો છો. તો જ તમે વિજ્ઞાનની હરોળમાં બેસી શકો છો. ભલે કોક કોક જગાએ માર્ક્સને યોગ્યતા નક્કી કરવાના માપદંડ તરીકે ન મૂકવાના અવાજો ઊઠતા હોય પણ હકીકત એ છે કે અહીં શિક્ષણ જગતમાં ‘માર્ક્સ’ જ ‘મૂલ્ય’ નું સ્થાન જમાવીને બેઠા છે. કોક મર્દનો બચ્ચો આની સામે અવાજ ઉઠાવે એની રાહ જોઈએ ? ૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગનકલ્યરે અમેરિકાના યુવાનોને ઘનચક્કર બનાવ્યા છે મુંબઈ સમાચાર : તા. ૧૮/૪/૦૭ નાના છોડ પર કોઈ પણ જાતની કાપકૂપ કરવાનો તમે માળીને અધિકાર ન જ આપો તો એ છોડ આગળ જતાં જંગલ જ સર્જે, ઉપવન નહીં જ, એ બિલકુલ સીધી-સાદી સમજાય તેવી જ વાત છે ને? અમેરિકાની આ જ વ્યવસ્થા છે. ત્યાં નાનાં બાળકો ગમે તે કરે, એમનાં મા-બાપોને નથી તો એમને ખખડાવી નાખવાનો અધિકાર કે નથી તો એમને લાફો મારવાનો અધિકાર. હા, બાળકોને ત્યાંની સરકારે એક અધિકાર આપ્યો છે. ૯૧૧ નંબર પર પોલીસને બોલાવી લેવાનો અને પોલીસ સમક્ષ મા-બાપ વિરુદ્ધ ફરિયાદ કરવાનો ! આ સ્થિતિમાં ત્યાં ગનકલ્ચર ન આવે તો બીજું આવે શું? ત્યાં સ્કૂલોમાં બાળકો ‘ગન' લઈને જવા લાગ્યા છે અને આવેશના શિકાર બનીને ક્યારેક કોકને મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે. ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ” એક દિવસ આ દેશની આ વ્યવસ્થા હતી, આજે આ વ્યવસ્થા અહીં મશ્કરીનું કારણ બની રહી છે. અહીં પણ “નાનાં બાળકોને કોઈએ કાંઈ કહેવાનું નહીં', એ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આખરે આ દેશનું આદર્શ અમેરિકા જ છે ને ? ગનકલ્ચર, ઘનચક્કર અને પછી સબ બદતર ! Page #33 -------------------------------------------------------------------------- ________________ ક્ષમતાથી અધિક પશુવધ પર પાર્ષદોએ ચિંતા વ્યક્ત કરી રાજસ્થાન પત્રિકા ઃ તા. ૩૧/૫/૦૭ હાઈકોર્ટના હુકમ છતાં, એકલા દિલ્લીમાં ૧૧,૦૦૦ ગેરકાયદેસર કતલખાનાંઓ ચાલી રહ્યા છે. એમ મેનકા ગાંધીએ મારા પરના પત્રમાં લખ્યું છે. જ્યારે અહીં તો કાયદેસર ?] કતલખાનાં અંગેની વાત છે. જ્યાં ૨૫૦૦ પશુઓ જ કાપવાની છૂટ છે ત્યાં રોજનાં ૧૦,૦૦૦ પશુઓ કપાઈ રહ્યા છે. આ દેશનું બંધારણ ભલે ને એમ કહેતું હોય કે આ દેશના પ્રત્યેક પશુને જીવવાનો અધિકાર છે પણ પશુઓને માટે તો આ દેશમાં અત્યારે પ્રત્યેક દિવસ હોળીનો દિવસ જ ચાલી રહ્યો. ખૂંખાર યુદ્ધમાં ય ક્યારેક તો ‘વિરામ’ થાય છે પરંતુ પશુઓની કતલ તો અહીં અવિરતપણે ચાલી જ રહી છે. સવળી દિશામાં આ દેશ કીડીની ગતિએ પણ નથી ચાલી રહ્યો અને અવળી દિશામાં આ દેશે અત્યારે રૉકેટની ઝડપ પકડી છે ! અને છતાં આશ્ચર્ય એ છે કે આખી દુનિયા સહિત આ દેશ ખુદ એમ માની રહ્યો છે કે વિશ્વસત્તા બનવાની આડે આપણે હવે માત્ર કેટલાંક વરસો જ બાકી રહ્યા છે ! ૩૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ કન્ડોમ કિંગ' ને હેલ્થ પુરસ્કાર રાજસ્થાન પત્રિકા : તા. ૩૧/૫/૦૭ એક સમય હતો કે જ્યારે અહીં લોકોને ગલતથી, ખરાબથી, બુરાઈથી દૂર રાખનારના સન્માન થતા હતા. પણ આજે કાળ બદલાયો છે. ગલતથી દૂર રાખનારના નહીં પણ ગલતને હોશિયારીપૂર્વક કરવાના રસ્તાઓ બતાડનારના આજે સન્માન થવા લાગ્યા છે. ‘કન્ડૉમ’ આખરે છે શું? તમારે જે પણ વ્યભિચાર લીલાઓ આદરવી હોય એ આદરો, પતિ બનીને તમારે પત્નીને બેવફા બનવું હોય તો બનો, તમે પુત્ર હો અને પપ્પાને “મામા’ બનાવવા માગતા હો તો બનાવો, તમે વિદ્યાર્થી હો અને શિક્ષકને બેવકૂફ બનાવવા માગતા હો તો બનાવો. માત્ર એક કામ કરો. જ્યાં જાઓ ત્યાં ‘કન્ડૉમ’ સાથે રાખીને જ જાઓ. દિલ્લીમાં તો ગલીએ ગલીએ આ બોર્ડ લાગ્યા છે. ‘કન્ડૉમ લઈને ચાલો’ કોઈ પૂછનાર નથી આવા બોર્ડ મૂકનારને કે ક્યાં ?” પશ્ચિમના દેશોને કન્ડૉમ માટે બજાર જોઈતો હતો આ દેશના મૂરખ શાસકોએ અને લોભાંધ ઑફિસરોએ આ દેશના દસેય દરવાજાઓ પર બોર્ડ મૂકી દીધા છે, “કન્ડૉમ ! સ્વાગત છે” ૩૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ટકા માર્ક્સ આવ્યા પછીય વિધાર્થીએ કરેલ આત્મહત્યા દૈનિક ભાસ્કર : તા. ૩૧/૫/૦૭ સ્કૂલ-કૉલેજની પરીક્ષામાં અપેક્ષા જેટલા માર્ક્સ ન આવતાં વિદ્યાર્થીઓ જો આપઘાતના માર્ગે જીવન ટૂંકાવી દેવા તૈયાર થઈ જતા હોય તો આ જ વિદ્યાર્થીઓ મોટા થઈને જવાબદારીભર્યા જીવનમાં જ્યારે દાખલ થાય અને જીવનની પરીક્ષામાં અપેક્ષા મુજબના પ્રસંગો ન બને ત્યારે સૌપ્રથમ આપઘાતનો જ વિચાર કરી દેતા હોય તો એમાં નવાઈ પામવા જેવું કશું જ રહ્યું નથી. કેવા નબળાં મગજ થઈ ગયા છે આજના યુવાનોના ‘કાં તો ઘરેથી ભાગી જઈશ અને કાં તો જીવન ટૂંકાવી બેસીશ” બસ, હાલતા ને ચાલતા આવા વિચારોના શિકાર તેઓ બની જ રહ્યા છે. ગળાકાપ પ્રતિસ્પર્ધા, જાલિમ મહત્ત્વાકાંક્ષા અને વૈભવી જીવનશૈલી, આ ત્રણ પરિબળોએ આજે અચ્છા અચ્છા યુવાનોના મગજને તનાવથી જાણે કે ફાટ ફાટ બનાવી દીધા છે. કીડીની બાજુમાં લાડવો હોય એ તો સમજાય છે પણ આખો લાડવો જ જ્યારે કીડી પર જ ગોઠવાઈ જાય છે ત્યારે તો કીડીના રામ જ રમી જાય છે ને ? રે યુવાન ! તું તારા પર લાડવાને ગોઠવાઈ જવાની ના પાડી દેજે. Page #36 -------------------------------------------------------------------------- ________________ મોટા મોટા ડેમોએ પર્યાવરણને બેહદ નુકસાન કર્યું છે દૈનિક ભાસ્કર: તા. ૩૧/૫/૦૯ પર્યાવરણને જેઓ પણ નુકસાન કરી રહ્યા છે એ તમામના ચહેરાઓ તમે આંખ સામે લાવો. તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે એ ચહેરાઓમાં કાં તો ડૉક્ટર હશે, કાં તો એન્જિનિયર હશે, કાં તો વૈજ્ઞાનિક હશે, કાં તો ઑફિસર હશે, કાં તો રાજનેતા હશે અને કાં તો શ્રીમંત હશે. ટૂંકા ગાળાના લાભને આપી જતા પરંતુ લાંબા ગાળાના નુકસાનને નક્કી કરી જતા જાતજાતનાં આયોજનો ઊભા કરતા રહેવા એ જ એમનો ધંધો ! વર્તમાન પેઢી લાભને માણે અને નુકસાન ભવિષ્યની પેઢીને લમણે ઝીંકાય ! કોણ સમજાવે એ બુદ્ધિજીવીઓને કે ધરતીમાતાનું દૂધ પીઓ ત્યાં સુધી તો બધું બરાબર છે પરંતુ એનું લોહી પીવાના તમે પ્રયાસ કરો પછી એ માતા જે વીફરે છે એના નુકસાનમાંથી બહાર આવતા તો ક્યારેક દસકાઓના દસકાઓ યાવત્ સદીઓની સદીઓ વીતી જતી હોય છે. ક્યારેક તો એમ થઈ જાય છે કે પાંજરાપોળને બરાબર ચલાવવા જો ખેડૂતને જ એનો ટ્રસ્ટી બનાવવો જોઈએ તો પર્યાવરણને સ્વચ્છ રાખવા નિરક્ષર પણ પ્રૌઢ એવા માણસોની સલાહને જ અંતિમ મનાવી જોઈએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ હી દિલ દુઃખ મને એ વાતનું છે કે આ દેશના લોકોએ રિચાર્ડ ગેર સાથે દુર્વ્યવહાર કર્યો -શિલ્પા શેટ્ટી પત્રિકા : તા. ૩૧/૫/૦૦ થી શિલ્પાબહેન, તમારી વાત સાચી છે. જે માણસે જાહેરમાં તમારી સાથે-આજ સુધીમાં કોઈએ પણ ન કર્યો હોય એવો સુંદર [2] વ્યવહાર કરીને તમને જગપ્રસિદ્ધ કરી દીધા એ માણસને આવા સુંદર [7] વ્યવહાર બદલ આ દેશના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લેવો જોઈતો હતો એમ જ તમારું કહેવું છે ને? એને લીંબુનું સરબત અથવા તો વિદેશી દારૂ પીવડાવી દઈને તરબતર કરી દેવો જોઈતો હતો એમ જ તમારું કહેવું છે ને? આવી અદ્ભુત હિંમત કરવા બદલ રાષ્ટ્રપતિએ એને સુવર્ણ ચન્દ્રકથી નવાજી દેવા જેવો હતો એમ જ તમારું કહેવું છે ને? તમારી લાગણી અમે સમજી શકીએ છીએ. જો રિચાર્ડ ગેરનું આ રીતનું સન્માન થયું હોત તો એને પગલે પગલે આ દેશના અન્ય લોકો પણ ચાલવાની હિંમત કરત અને આ દેશમાં તમે જ્યાં ક્યાંય પણ જાત ત્યાં ત્યાં તમારી સાથે એ લોકો રિચાર્ડ ગેર જેવો જ વ્યવહાર કરત ! સાચે જ આ દેશના લોકો તમારા દિલને સમજી શક્યા નહીં. એમને એમ કે તમે રિચાર્ડ ગેરના એક જ વખતના વ્યવહારથી સંતુષ્ટ થઈ ગયા હશો. એમને શું ખબર કે તમે આ દેશના પ્રત્યેક માણસને રિચાર્ડ ગેર જેવો જ લાભ [9] આપવા તૈયાર હતા? ૩૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં તમાકુસેવનથી દર વરસે ૧૦ લાખનાં મોત હિન્દુસ્તાનઃ તા. ૧/૬/૦૦ કમાલનું આશ્ચર્ય છે ને? ખૂનને અટકાવવા આ દેશના શાસકો પાસે આખું ન્યાયતંત્ર પણ હાજર છે અને પોલીસતંત્ર પણ હાજર છે; પરંતુ અકુદરતી મોતને અટકાવવા શાસકો કશું જ કરવા તૈયાર નથી. તમ્બાકુની બનાવટ પર શાસકો ‘તંદુરસ્તી માટે હાનિકારક' એટલું જ એના નિર્માતાઓ પાસે ફરજિયાત લખાવી શકે છે તો એ જ શાસકો તમ્બાકુની બનાવટ પર સર્વથા પ્રતિબંધ કેમ મુકાવી શકતા નથી? થોડાંક વરસો પહેલાં કચ્છમાં આવેલ ભૂકંપમાં વધુમાં વધુ કદાચ એકાદ લાખ માણસ મર્યા હશે અને છતાં મરણના એ આંકડા પ્રત્યે લોકોની સહાનુભૂતિ ગજબની હતી, બચી ગયેલા લોકો પ્રત્યે વહેલો મદદનો પ્રવાહ પણ ગજબનાક હતો જ્યારે તમ્બાકુ દર વરસે દસ લાખને સ્મશાનમાં સુવડાવી રહ્યું છે છતાં નથી એમના પ્રત્યે કોઈની સહાનુભૂતિ કે નથી તો ઊજડી જતા એમના પરિવાર તરફ નજર નાખવાની પણ કોઈની ય તૈયારી ! ભૂકંપ કુદરતી આફત છે છતાં એને અટકાવવા સરકાર કરોડો રૂપિયા ખરચવા તૈયાર છે. તમ્બાકુદાસોનું સર્જન એ માનવસર્જિત આફત છે અને છતાં સરકાર એના પ્રત્યે સર્વથા ઉદાસીન છે. છે ને કરુણતા ! ૩૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ બતાવવા લાયક નથી વધી પ્રત્યેક વ્યક્તિની આવક દૈનિક ભાસ્કર: તા. ૧૬/૦૭ ઑપરેશન થિયેટરમાંથી બહાર આવેલ ડૉક્ટરને દર્દીના સંબંધીઓએ પૂછ્યું ઑપરેશન કેવું રહ્યું ?' ‘ઑપરેશન સફળ પણ દર્દી પરલોકમાં” ડૉક્ટરે હસતા હસતા જવાબ આપ્યો. હા. આ જ સ્થિતિ સર્જાઈ છે અત્યારે આ દેશની. નાણાપ્રધાન એમ કહે છે કે ક્યારેય નહોતો સાધ્યો એવો વિકાસનો દર આ દેશે અત્યારે સાધ્યો છે. સાયકલ રિક્ષા ચલાવનાર આ દેશના ગરીબ માણસને પૂછો કે તારી આર્થિક હાલત અત્યારે કેવી? ‘બે ટાઇમ ખાવાના ય મારે વાંધા છે’ આ એનો જવાબ હશે. શું કરશો આ વિસંવાદનું? કાગળ પર આ દેશ દુનિયામાં નંબર એક પર અને આ દેશના ગરીબ પ્રજાજનના ઘરની હાલત અત્યંત કફોડી અને ભારે દયનીય ! એક જ વિકલ્પ છે. આ દેશના તમામ શાસકોને માટે દર અઠવાડિયે એક દિવસ ફરજિયાત ઝૂંપડામાં રહેવાનો કાયદો બનાવી દેવો. વિકાસનો દર અને જીવન જીવવાની વ્યવસ્થા એ બે વચ્ચેની ભેદરેખા એમને બરાબર સમજાઈ જશે ! Page #40 -------------------------------------------------------------------------- ________________ સુરક્ષિત નારી, આપણાં સહુની જવાબદારી . હિન્દુસ્તાન : તા. ૩૧/૫/૦૦ કયા ક્ષેત્રમાં આજે નારી સુરક્ષિત છે? ડિસ્કો થેકમાં? પબમાં ? હોટલોમાં? બગીચાઓમાં? ઑફિસોમાં ? નાટ્યગૃહોમાં? દુકાનોમાં? નાટકોમાં ? કૉલેજોમાં? સિનેમાઓમાં? સ્કૂલોમાં? પેપરોમાં ? રસ્તાઓ પર ? મેગેઝીનોમાં? સર્વત્ર નારીને ‘ખુલ્લી કરી દેવાની જાણે કે ગળાકાપ પ્રતિસ્પર્ધાઓ ચાલી રહી છે. રોટલાનો ટુકડો મળતો હોય તો કૂતરો જેમ તમામ પ્રકારની ગુલામી કરવા તૈયાર થઈ જતો હોય છે તેમ પૈસા અને પ્રસિદ્ધિ મેળવવા નારી જે પણ હદે નીચે ઊતરવું પડે તેમ હોય એ હદે નીચે ઊતરવા તૈયાર થઈ ગઈ છે. સૌદર્ય સ્પર્ધાઓ, ફૅશન શો, જાહેરાતો વગેરે તમામ સ્થળોએ જે રીતે નારીના શરીરનાં બેહૂદાં પ્રદર્શનો થઈ રહ્યા છે એ જોયા પછી સુરક્ષિત નારી, આપણા સહુની જવાબદારી આ નારાને આપઘાત કરી દેવાનું મન થઈ જાય તો ના નહીં. ૪૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ સસ્તો થશે વિદેશી દારૂ પ્રજાજનો આનંદો ! દૂધ સસ્તું થશે. શાકભાજી સસ્તાં થશે. અનાજ સસ્તું થશે. મસાલાઓ સસ્તા થશે. દૈનિક ભાસ્કર ઃ તા. ૧/૬/૦૭ માનો સસ્તાં થશે દવાઓ સસ્તી થશે. ભાતર સરનું થશે.' આવી હેરાત તમે છેલ્લાં દસ-વીસ વરસમાં ક્યાંય વાંચી છે ખરી ? ના. ‘મોબાઇલ સસ્તા થશે. ગાડીઓ સસ્તી થશે. વિમાન મુસાફરી સસ્તી થશે. ઘડિયાળ સસ્તી થશે. દારૂ સરનો થશે.” આવી જાહેરાતો છાશવારે ને છાશવારે તમારા વાંચવામાં આવતી જ રહે છે. ખબર નથી પડતી કે આ દેશના શાસકો પ્રજાજનોની કેવી હાલત કરવા માગે છે ? શરીર પરનાં વસ્ત્રો ઉતારી લઈને અલંકાર પહેરાવવાના પ્રયાસ કરનારને માણસ જો લાફો લગાવી દેવા તૈયાર થઈ જાય છે. તો જીવન જરૂરિયાતની વસ્તુઓ રોજેરોજ મોંઘીદાટ કરતા રહીને શોખની વસ્તુઓ સસ્તી કરતા રહેતા શાસકોને પ્રજાજનોએ કર્યો સબક શીખવાડવો જોઈએ ? ૪૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ખાતાં ખાતાં ટી.વી. જોવાની કુટેવ આરોગ્ય માટે નુકસાનકારક ગુજરાત સમાચાર : તા. ૧૧/૪/૦૦ નજરોનજર જોયું છે કે વિમાનના કાન ફાડી નાખે એવા અવાજો પછી ય સાન્તાક્રુઝનાં કબૂતરો શાંતિથી ચણ ચણતાં રહ્યા છે. બસ, એ જ હાલત સર્જાઈ છે આજે ટી.વી.ની બાબતમાં. તમે એનાં લાખ નુકસાન વર્ણવો. સમયનો દુવ્યર્ય. સંપત્તિનો વેડફાટ. સંબંધોમાં કડવાશ. સદ્ગુણોનો નાશ. સ્વાથ્યમાં ગરબડ. કોઈ એ નુકસાનોને ગંભીરતાથી મન પર લેવા તૈયાર નથી. કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે ટી.વી. એ આજના માણસના જીવનમાં નશા'નું સ્થાન લઈ લીધું છે. લાખ નુકસાન છતાં ય માણસ નશાનું શરણું છોડવા જેમ તૈયાર થતો જ નથી તેમ લાખ નુકસાન છતાં આજનો માણસ ટી.વી.થી જાતને દૂર કરી દેવા તૈયાર જ નથી. એક જ વિકલ્પ છે. ન જ બુઝવી શકાય એવી આગ ગોડાઉનને લાગી ગઈ હોય ત્યારે બચાવી શકાય એટલા બે-ચાર પૂળા બચાવી લઈને સંતોષ માનવો. સમષ્ટિ ટી.વી.નું શરણું છોડવા તૈયાર ન હોય તો છેવટે જાતને ટી.વી. થી દૂર કરી દઈને સંતુષ્ટ થઈ જવું. Page #43 -------------------------------------------------------------------------- ________________ એકલવાયાપણું હતાશાનું મોટું કારણ હિન્દુસ્તાન : તા. ૨૬/૦૭ સર્વક્ષેત્રીય વ્યવસ્થા જ આજે એવી ગોઠવાઈ રહી છે કે જેમાં માણસને પરિવારથી અલગ થતાં જ રહેવું પડે. શિક્ષણની વ્યવસ્થા જ પકડો. બાળકોને સ્કૂલે જવાનો સમય જ એવો થઈ ગયો છે કે જેમાં એને વધુ ને વધુ સમય મા-બાપથી દૂર જ રહેવું પડે. સ્કૂલ પછી પાછા એને લમણે ટ્યૂશન ઝીંકાયા છે. થોડોક એ ભણીને તૈયાર થાય એટલે વધુ ભણવા માટે એ હૉસ્ટેલમાં ધકેલાય છે. વધુ અભ્યાસાર્થે એ પરદેશમાં રવાના થાય છે. ત્યાંથી ભણી-ગણીને અત્રે આવે છે પછી જોબ કરવા એને પરિવાર સાથે રહેવાની વૃત્તિને ગૌણ કરવી પડે છે. લગ્ન કર્યા પછી એની પત્નીને ય જોબ કરવા ક્યાંક જવું પડે છે. એ બાળકનો બાપ બને છે તો ય બાળકને પર્યાપ્ત સમય એ આપી શકતો નથી. ટૂંકમાં, ગામ આખા સાથે વાતો કરવાનો, સંપર્કમાં રહેવાનો અને સંબંધ બાંધવાનો એને સમય મળે છે, એને સમય કાઢવો જ પડે છે. માત્ર પોતાના પરિવાર સાથેનો એનો સંપર્ક તૂટતો જાય છે અને છેલ્લે, વૃદ્ધાશ્રમમાં જઈને પોતાની જિંદગીના શેષ રહેલા શ્વાસ પૂરા કરીને, હતાશ થઈને આ જિંદગીમાંથી એ રવાના થઈ જાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સંપત્તિ હશે, ત્યાં લાંચની માખીઓ આવશે જ નવભારત ટાઈમ્સ : તા. ૩/૬/ પવન તાકાતવાન છે એટલે એ દીપકને બુઝવી નાખે છે એવું નથી પરંતુ દીપક કમજોર છે એટલે પવનની એક જ લહેરખી એને બુઝાવી નાખે છે. બાકી, ભલે ને આવી જતો વાવાઝોડાનો પવન દાવાનળની સામે. દાવાનળ એનાથી બુઝાઈ જતો તો નથી પરંતુ વધુ ને વધુ પ્રજ્વલિત થઈને એ ચારે ય બાજુ પ્રસરતો જાય છે. સંપત્તિ જ્યાં આવે છે ત્યાં લાંચ આવી જતી નથી પરંતુ મન જ્યાં નિઃસત્ત્વ, નિર્માલ્ય અને પ્રલોભનપ્રેમી હોય છે ત્યાં જ સંપત્તિ મનને લાંચ લઈ લેવા ઉશ્કેરતી રહે છે. અને હકીકત એ છે કે ચારે ય બાજુ આજે જે પણ વાતાવરણ ઊભું થઈ ગયું છે અને ઊભું થઈ રહ્યું છે એ મનને નિઃસત્ત્વ અને નિર્માલ્ય બનાવવા સિવાય બીજું કશું જ કરતું નથી. આ સ્થિતિમાં સંપત્તિ મનને લાંચ લઈ લેવા જ નહીં ઉશ્કેરતી રહે, સ્ત્રી મનને વ્યભિચાર માટે ય ઉશ્કેરતી રહેશે અને સત્તા મનને કાવાદાવા તથા ક્રૂરતા માટે ય ઉશ્કેરતી રહેશે. યાદ રાખજો, પવન નિમિત્ત] ને અટકાવી નહીં શકાય. દીપક [મન] ને જ દાવાનળ સાત્ત્વિક) માં આપણે રૂપાંતરિત કરી દેવાનો છે. બસ, પછી આપણે સલામત જ છીએ. ૪ ૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિશ્વબેંકે પણ પાણીનો સ્વીકાર આર્થિક વસ્તુમાં કર્યો છે દૈનિક ભાસ્કર: તા. ૩/૬૦૦ હા, વિજ્ઞાને જગતને આજે અહીં લાવીને મૂકી દીધું છે. પવન અને પાણી, આ બે ચીજ એવી હતી કે એની ગણના આજ સુધીમાં ક્યાંય, કોઈએ પણ ‘આર્થિક વસ્તુ'માં કરી નહોતી પરંતુ વિશ્વબેંક જેવી માતબર સંસ્થાએ પાણીનો સ્વીકાર “આર્થિક વસ્તુ” માં કરી દીધો છે. અને કોઈ પણ ચીજનો જ્યારે આર્થિક વસ્તુમાં સમાવેશ કરી દેવામાં આવે ત્યારે થાય શું? એક આખું બજાર ઊભું થઈ જાય. એની અછત ઊભી કરવામાં આવે. એની માંગ ઊભી કરવામાં આવે. એની પ્રતિસ્પર્ધા શરૂ થાય. એની જાહેરાતોમાં લાખો-કરોડોનું રોકાણ થાય. એના આકર્ષક પૅકિંગ તૈયાર થાય. એનો પહેલેથી સ્ટૉક કરી દેવામાં આવે. તમને ખ્યાલ છે? આજે પાણી પાછળ અબજો અબજો રૂપિયાનો વેપાર ચાલુ છે. આવનાર દિવસો જોતાં એમ લાગે છે કે પાણી પાછળ કદાચ વિશ્વયુદ્ધ ખેલાઈ જશે. ઔદ્યોગિક વિકાસ વૃક્ષોનું બલિદાન તો લઈ જ રહ્યો છે, પાણીની પણ જાલિમ તંગી એ સર્જી રહ્યો છે. પાણીની નવી આવક એક બાજુ બંધ થાય. બીજી બાજુ જમીનના તળમાં રહેલ પાણીને ખેંચી ખેંચીને સાફ કરી નાખવામાં આવે. પાણી વિના માછલી તરફડી તરફડીને મરી જાય” એ કહેવતની જગાએ ‘પાણી વિના માણસો તરફડી તરફડીને મરી જાય” એ કહેવત ગોઠવાઈ જાય તો ના નહીં! Page #46 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની જનસંખ્યાના ૦.૭ ટકા લોકો જેલમાં દૈનિક ભાસ્કર: તા. ૩/૬૦૭ વિશ્વની એક માત્ર મહાસત્તામાં જેની ગણના થાય છે એ અમેરિકાનું આ વરવું ચિત્ર છે. બળાત્કાર, ખૂન, લૂંટ, ચોરી, વ્યભિચાર વગેરે અપરાધોએ ત્યાં મૂકેલી માઝાએ એ દેશને આ સ્થિતિએ લાવીને મૂકી દીધો છે એ જાણ્યા પછી ય આ દેશના શાસકો આ દેશને મહાસત્તા બનાવવા માગે છે એ જાણી સ્તબ્ધ તો થઈ જ જવાય છે પરંતુ સાથોસાથ વ્યથિત પણ થઈ જવાય છે. વૈશાખ-જેઠ પોતાની સાથે તડકો લાવે જ છે કે કેમ, એ ખબર નથી. પોષ-મહ પોતાની સાથે ઠંડી લાવે જ છે કે કેમ, એ ય ખબર નથી પરંતુ અમાપ સત્તા અને વિપુલ સંપત્તિ તો પોતાની સાથે અપરાધો લાવે જ છે એ શંકા વિનાની વાત છે. અલબત્ત, આ સત્ય શાસકોને સમજાતું જ નથી અને એમાં ય આ દેશના શાસકોને તો સમજાવાનું જ નથી. પ્રભુ સહુને સબુદ્ધિ આપે ! LINUM Page #47 -------------------------------------------------------------------------- ________________ મહારાષ્ટ્ર રાજ્યની ૬૦૦૦ શાળામાં માત્ર એક-એક શિક્ષક જ છે દૈનિક ભાસ્કર : તા. ૧૦/૪/૦૦ ગણિત અને વિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ, અંગ્રેજી અને નાગરિક શાસ્ત્ર. કલ્પના કરો. એક જ શિક્ષકના શિરે કેટકેટલા વિષયો શીખવવાની જવાબદારી નાખી દેવામાં આવી હશે ? આ જવાબદારીને એ શિક્ષક કઈ રીતે નભાવી શકતા હશે? આટલી જવાબદારી ઓછી હોય ત્યાં સરકાર મા-બાપ એ શિક્ષક પર એક નવા વિષયની જવાબદારી નાખવાનું વિચારી રહી છે અને એ વિષય એટલે જ જાતીય શિક્ષણ . શું કહું? આ દેશના કુલ ૪ કરોડ બાળકો પાસે સ્કૂલ નથી અર્થાત્ તેઓ સ્કૂલે જતા જ નથી. કેટલાય બાળકો પાસે સ્કૂલ છે તો સ્કૂલમાં બેસવાના કમરા નથી. કેટલાંક બાળકો પાસે કમરાઓ છે તો શિક્ષકો નથી. સરકારને આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનું સૂઝતું નથી અને જાતીય શિક્ષણ વહેલી તકે શરૂ કરી દેવા એ ધમપછાડા મારી રહી છે. કરુણતા જ છે ને? Page #48 -------------------------------------------------------------------------- ________________ બિનજરૂરી સમાચારોથી બચો દૈનિક ભાસ્કર : તા. ૪/૬/૦૭ સમાચારપત્ર, મેગેઝીન સાપ્તાહિક, પાક્ષિક કે માસિક વાંચનાર વાચકો જો નક્કી કરે કે અમારે બિનજરૂરી કશું જ વાંચવું નથી. રેડિયો, ટી.વી. વગેરે પર સમાચાર સાંભળી રહેલ શ્રોતાઓ જે નક્કી કરે કે અમારે બિનજરૂરી કશું જ સાંભળવું નથી અને ટી.વી., કેબલ, ચેનલ જનાર દર્શકો નક્કી કરે કે અમારે બિનજરૂરી કશું જ જોયું નથી તો કદાચ બને એવું કે માંગવા લાયક. સાંભળવા લાયક અને જોવા લાયક કશું ય બચે જ નહીં અને કદાચ બચે તો ય એની ટકાવારી અતિ અલ્પ હોય. કમાલની કરુણતા છે ને ? માણસ પોતાના ઘરમાં કચરો રાખવા તૈયાર નથી અને આંખ, કાન, મન વાટે જેટલો કચરો પોતાના જીવનમાં ઠાલવી શકાય એટલો ઠાલવવા તૈયાર છે અને એ ય હોશે હોશે ! માનવ ! તને બુદ્ધિમાન શું કહેવો ? ४८ Page #49 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં ભણો, આગળ વધો દૈનિક ભાસ્કર : તા. ૪/૬૦૦ છે જીવનનું એ જ લક્ષ્ય બનાવી દેવામાં આવ્યું છે આજે. તમારી પાસે ‘ઘણું’ હોય તો જ આ જગતમાં તમારી કિંમત છે. અને એ ‘ઘણાં'માં સૌથી પ્રથમ નંબર મળ્યો છે સંપત્તિને ! પરિવાર સાથેનો તમારો સંબંધ ભલે તૂટી જાય મનની પ્રસન્નતા તમારી ભલે જોખમાઈ જાય શરીરની તંદુરસ્તી તમારી ભલે નંદવાતી જાય, તમારી પાસે વિપુલ સંપત્તિ હોવી જ જોઈએ. બસ, આ પાગલપનનું શિકાર આજે કોણ નથી બન્યું એ પ્રશ્ન છે અને એમાં ય આજના યુવાધન પર તો આ પાગલપન ગજબનાક હદે સવાર થઈ ગયું છે. ભવિષ્યને સુરક્ષિત કરી દેવું છે? કારકીર્દિ બનાવો. કારકીર્દિ બનાવવી છે? જે પણ છોડવું પડે એ છોડવા તૈયાર રહો ! મા-બાપો પણ એમ માની બેઠા છે કે મારા દીકરાનું ઉજ્જવળ ભાવિ પરદેશમાં જ છે. પરદેશગમનના આ પાગલનપનમાં પરલોકગમન યાદ પણ ન આવે એમાં આશ્ચર્ય ક્યાં છે? ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઓછું ભણેલા લોકો પણ કારોબારમાં પરાક્રમ કરી શકે છે નવભારત ટાઈમ્સ : તા. ૪/૬૦૦ ભણતર, ગણતર અને ઘડતર એ ત્રણેય જુદી ચીજ છે એ વાત આજના યુવામાનસમાં ઠસાવવી અતિ મુશ્કેલ બની ગઈ છે. આજના યુવાનો તો એમ જ માની બેઠા છે કે જો તમારી પાસે ભણતર છે તો તમારી પાસે બધું જ છે. વ્યવહારકુશળતા પણ તમારી પાસે છે અને ચાલાકી, હોશિયારી, અક્કલ પણ તમારી પાસે છે. લોકપ્રિયતા પણ તમારી પાસે છે અને કોઠાસૂઝ પણ તમારી પાસે છે; પરંતુ હકીકત આખી જુદી જ છે. ભણતર મૃતિ આધારિત છે. ગણતર સંસ્કાર આધારિત છે અને ઘડતર ઔચિત્ય આધારિત છે. દેખાય છે એવું પણ કે ભણતરમાં પાછળ રહેલ જૂની પેઢીના કેટલાક લોકો કોઠાસૂઝના આધારે ક્યાંના ક્યાં પહોંચી ગયા છે ! અરે, માત્ર પાંચ ચોપડી ભણેલા શેઠિયાઓને ત્યાં ઍન્જિનિયરો અને ડિગ્રીધારીઓ નોકરી માટે આંટા લગાવી રહ્યા છે ! ભણતર, ગણતર અને ઘડતર, એ ત્રણેયનો સંગમ જેમના જીવન આંગણે રચાયો હોય એવા યુવાનો કેટલા? Page #51 -------------------------------------------------------------------------- ________________ ન્યાયતંત્રએ પોતાની મર્યાદા ઓળંગવી ન જોઈએ - વડાપ્રધાન ગુજરાત સમાચાર : તા. ૪/૬/૦૭ ક્રિકેટરને નાગાઈ કરવાની છૂટ અને અમ્પાયરને એમાં દાખલ કરવાની મનાઈ ? કુસ્તીબાજને કુસ્તીના નિયમો ઘોળીને પી જવાની છૂટ અને રેફરીને એમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ ? પ્રજાજનોને ગુંડાગીરી કરવાની છૂટ અને પોલીસતંત્રએ એમાં દખલ કરવાની મનાઈ ? પ્રધાનોને લાંચ લેવાની છૂટ, કબૂતરબાજી કરવાની છૂટ, પ્રજાજનોનો વિશ્વાસઘાત કરવાની છૂટ, બંધારણની કલમોનું ઊંધું અર્થઘટન કરવાની છૂટ, દેશ આખાને ગીરવે મૂકી દેવાની છૂટ, બંધારણની મશ્કરી કરવાની છૂટ, સ્વિસ બેંકમાં પૈસા જમા કરવાની છૂટ અને ન્યાયતંત્રએ એમાં દખલ કરવાની છૂટ નહીં ? પૂછો આ દેશના આમ પ્રજાજનને. એ એમ જ માની રહ્યો છે આ રાજકારણીઓ થોડા-ઘણા પણ જો સખણા રહેતા હોય તો એનો યશ ન્યાયતંત્રના ફાળે જ જાય છે. વડાપ્રધાનને એટલું જ કહેવાનું મન થાય છે કે લોકસભામાં બેઠેલા ૫૪૨ ને પહેલાં મર્યાદામાં રાખો કારણ કે એ તમારો અધિકાર પણ છે. પણ ન્યાયતંત્રને મર્યાદા ન ઓળંગવાની સલાહ તમે ન આપો કારણ કે એ તમારા અધિકારનું ક્ષેત્ર નથી. ૫૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ C સાહિત્યને વિકૃત થતું અટકાવો - વરિષ્ઠ સાહિત્યકાર ચન્દ્રયાન મિશ્ર રાજસ્થાન પત્રિકા ઃ તા. ૫/૬/૦૭ ‘વિકૃતિ’ની વ્યાખ્યા જ આજના વ્યભિચારીઓએ, વ્યસનીઓએ અને ધનલપરોએ જ્યારે બદલાવી દીધી છે ત્યારે સાહિત્યમાં વિકૃતિના પ્રવેશને રોકવાની વાત અત્યારે જુનવાણીમાં જ ખપી રહી હોય તો જરાય નવાઈ નથી લાગતી. પારિવારિક ગણાતા કોઈ પણ સમાચારપત્રને તમે જોઈ લો. એમાં છપાઈ રહેલા અશ્લીલ ફોટાઓ ોઇને તમને કદાચ એમ લાગવા માંડે કે હું ‘પ્લે-બોય’ તો નથી વાંચી રહ્યો ને ? તો ય આશ્ચર્ય નહીં થાય. પરિવારના પ્રત્યેક સભ્યના હાથમાં આવતા સમાચારપત્રની જો આ હાલત હોય આજે તો અન્ય સાહિત્યની તો વાત જ શી કરવાની ? વનિતા વિનાની વાર્તા આજે નથી લખાતી. પ્રણય ત્રિકોણ વિનાની નવલકથા આજે હાથમાં નથી આવતી. નગ્ન, અર્ધનગ્ન યુવતીઓની ઉત્તેજક તસવીરો વિનાનું કોઈ મેગેઝીન બજારમાં આંખે નથી ચડતું. આવતી કાલે કદાચ એવા દિવસો આવે તો ય નવાઈ નહીં લાગે કે જ્યારે સદાચારપ્રેમીઓને સાત્ત્વિક સાહિત્ય વાંચવા લાઇબ્રેરીઓમાં જ જવું પડશે ! Page #53 -------------------------------------------------------------------------- ________________ આંધળું ઔધોગીકરણ કલ્યાણકારી નથી ગુજરાત સમાચાર : તા. ૪/૬૦૦ ધનલંપટ પાસે સંતોષની આંખ? અસંભવ ! સ્ત્રીલંપટ પાસે વિવેકની આંખ? અસંભવ ! સત્તાલંપટ પાસે ઔચિત્યની આંખ? અસંભવ ! ઔદ્યોગીકરણ હંમેશાં આંધળું જ રહેવાનું કારણ કે વિવેકનો અંધાપો આવ્યા પછી જ તો ઔદ્યોગીકરણનું ભૂત મગજ પર સવાર થાય છે. પર્યાવરણનું જે થવું હોય તે થાઓ, નાના માણસોનું જે થવું હોય તે થાઓ, પશુઓનું જે થવું હોય તે થાઓ, જીવસૃષ્ટિનું જે થવું હોય તે થાઓ પણ, ઔદ્યોગીક વિકાસ થવો જ જોઈએ. હા, આ મનોવૃત્તિ વિના ઔદ્યોગીકરણના ક્ષેત્રે દોટ લગાવી શકાય તેમ જ નથી. આજે ‘વિકાસ’ નું એક જ ક્ષેત્ર રહ્યું છે, ઔદ્યોગીકરણ, પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાના વિકાસને આજે કોઈ વિકાસ માનવા તૈયાર જ નથી. પૈસાનો વિકાસ એ જ સાચો વિકાસ’ આ વ્યાખ્યા આજે ઘટઘટમાં સ્થિર થઈ ગઈ છે. આ સ્થિતિમાં જાતને બચાવી લેવા સિવાય બીજો કોઈ આરોવારો નથી. ૫૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ લોકશાહીમાં બહમતી “કડવી’ વાસ્તવિકતા છે - અરૂણ શૌરી હિન્દુસ્તાન : તા. ૫/૬/૦૭ ગાંડાઓની હૉસ્પિટલમાં ગાંડાઓની દવા બહુમતીના આધારે કરવામાં નથી જ આવતી. ઘરમાં શાક કયું બનાવવું, એનો નિર્ણય પરિવારમાં બહુમતીના આધારે નથી જ લેવામાં આવતો. મકાન બનાવવામાં ઈટચૂનો-સિમેન્ટ-પાણી કેટલા વાપરવા, એનો નિર્ણય ઍન્જિનિયર-કડિયાઓના સમૂહ વચ્ચે બહુમતીના આધારે લેવામાં નથી જ આવતો; પરંતુ આ વિરાટ દેશના પ્રજાજનોનાં સુખ અને હિત માટે શું કરવું, એનો અધિકાર કોના હાથમાં સોંપવો, એનો નિર્ણય બહુમતીના આધારે જ કરવામાં આવે છે. કરુણતા છે ને? વિનોબાજીએ એક જગાએ લખ્યું હતું કે ૪૯ જણાને કેળાં ખાવા હોય પણ ૫૧ જણાને સફરજન ખાવા હોય તો સોએ સો જણાને સફરજન જ ખાવા માટે મજબૂર કરવામાં આવે એનું નામ લોકશાહી ! ૧૦૦માંથી ૬૦ જણા મતદાન કરે. એમાં ૩૫ મતથી જે જીતી જાય એ વિજેતા ઉમેદવાર જાહેર થાય અને એ વિજેતા ઉમેદવાર ૧૦૦ જણા ઉપર રાજ કરે આ છે લોકશાહીમાં બહુમતીની “કડવી’ વાસ્તવિકતા ! ૫૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ દ. થી આ દેશમાં ગરીબ વધુ ગરીબ થતો જાય છે, અમીર વધુ અમીર - પ્રખર અર્થશાસ્ત્રી પ્રણવસેન હિન્દુસ્તાન: તા. ૬૬/૦૭ ગરીબ વધુ ગરીબ થતો જાય છે કે પછી ગરીબ વધુ ને વધુ ગરીબ બનતો જાય એવી નીતિઓ સરકાર બનાવી રહી છે? અમીર વધુ અમીર થતો જાય છે કે પછી અમીર વધુ ને વધુ અમીર બનતો જાય એવી જ નીતિઓ સરકાર ઘડી રહી છે? ઉપજાઉ ભૂમિ પર ફૅક્ટરીઓ નાખવાની અને ઔદ્યોગિક વસાહતો ઊભી કરી દેવાની ઉદ્યોગપતિઓને અપાઈ જતી કાયદેસરની સરકારી સંમતિ એ છે શું? માંડ માંડ પેટિયું રળતા ગરીબોને ભિખારી બનાવી દેવાનું યંત્ર અને કરોડોમાં આળોટતા શ્રીમંતોને અબજોમાં આળોટતા કરી દેવાનું ગજબનાક આયોજન ! મૉલ સંસ્કૃતિ’ ના વાજતે-ગાજતે પ્રવેશ પાછળનું રહસ્ય શું છે? નાના નાના વેપારીઓને રસ્તા પર લાવી દેવાનું કારસ્તાન અને મોટા મોટા ઉદ્યોગપતિઓનાં બેંક ખાતાંઓને સાગર જેવા વિરાટ બનાવી દેવાની હિલચાલ ! પ્રભુ આ દુનિયાને રાજકારણીઓથી બચાવે ! Page #56 -------------------------------------------------------------------------- ________________ સરકારી સ્કૂલોમાં અંગ્રેજી ભાષાને પ્રોત્સાહન અપાશે હિન્દુસ્તાન : તા. ૬/૬/૦૭ મહેમાનની ઘરમાં એવી આગતા-સ્વાગતા તો ન જ થવી જોઈએ ને કે એ મહેમાન ઘરનો માલિક જ બની જાય ! માસીને જીવનમાં એ સ્થાન તો ન જ મળવું જોઈએ ને કે માસી, માતાને એક બાજુ જ ધકેલી દે ! બાળકને બિલાડી પાસે એ બેફિકરાઈથી તો રમતું ન જ મૂકવું જોઈએ ને કે એ બિલાડી બાળકને જ ખાઈ જાય ! આ દેશના શાસકો પાસે આટલી પણ અક્કલ જો હોત તો તેઓ અંગ્રેજી ભાષાને સ્કૂલોમાં વધુ પ્રોત્સાહન આપવાનો નિર્ણય ન કરી બેઠા હોત ! જો સરકાર ખુદ અંગ્રેજી ભાષાને વધુ પ્રોત્સાહન આપવા માગે છે તો એમને એટલું પૂછવું છે કે રાષ્ટ્રભાષાનું અને માતૃભાષાનું તમે કરવા શું માગો છો ? રાષ્ટ્રભાષા રાષ્ટ્રભક્તિ જગાડવા માટે જો સશક્ત માધ્યમ છે તો માતૃભાષા સંબંધોને આત્મીયતાસભર રાખવાનું સશક્ત માધ્યમ છે. જ્યારે અંગ્રેજી ભાષા? પૂછી આવો ખુરશી પર બેઠેલા શાસકોને ! -- - Page #57 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણના સંકલન માટે વિકાસની આંધળી દોડ છોડવી પડશે હિન્દુસ્તાન : તા. ૬/૬/૦૭ એક નગ્ન વાસ્તવિકતાનો ખ્યાલ છે? પર્યાવરણનું સંતુલન ખોરવી નાખવામાં સૌથી મોટો કોઈનો ય ફાળો હોય તો એ છે વૈચારિક પ્રદૂષણનો! જ્યાં મનનો કબજો લોભાંધતાએ લઈ લીધો છે, ઈર્ષ્યાએ જ્યાં મનને છેલ્લી હદે કલુષિત કરી નાખ્યું છે, પ્રતિસ્પર્ધાના પાગલપને જ્યાં હૃદયની સંવેદનશીલતાની સ્મશાનયાત્રા કાઢી નાખી છે ત્યાં વિકાસની આંધળી દોટ ધીમી થાય કે સ્થગિત થાય એવી કોઈ જ શક્યતા નથી. પર્યાવરણના સંતુલનને જાળવવાની જો ખરેખર ઇચ્છા છે તો એક જ કામ કરવા જેવું છે. વિચારોની નિર્મળતા, વિચારોની પરિપક્વતા, વિચારોની શુદ્ધિ, આ બધું લોકમાનસમાં સ્થિર થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. અને સૌથી દુઃખદ કરુણતા એ છે કે સ્કૂલ કે કૉલેજ, સંસ્થા કે સંગઠનો, ક્યાંય વિચારોની નિર્મળતા, પરિપક્વતા કે શુદ્ધિ માટેની વાત જ નથી, વાતાવરણ જ નથી. આ સ્થિતિમાં વિકાસની આંધળી દોટ સ્થગિત થઈ જાય? રામ રામ કરો, રામ રામ ! પ૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ C. [ ધાર્મિક ટ્રસ્ટો હસ્તગત કરવાના સરકારના કાયદાનો સખત વિરોધ મુંબઈ સમાચાર : તા. ૬/૬/૦૭ સિંહ ગાય, ભેંસ, બકરી કે શિયાળને ફાડી ખાય છે જરૂર પણ પોતાનું પેટ ભરાઈ ગયા બાદ એ તમામનાં મૃત શરીરો એમ ને એમ રહેવા દઈને પોતાના સ્થાન પર જવા ચાલી નીકળે છે, પણ પેલી જળો? જેને પણ એ વળગે છે એના શરીરના લોહીનું પ્રત્યેક બુંદ જ્યાં સુધી એ ચૂસી લેતી નથી, ત્યાં સુધી એને એ છોડતી નથી. પૂછો આ દેશના શાસકોને. તમે કોને છોડ્યા છે? વેપારીઓને ? નોકરિયાતોને ? ઉદ્યોગપતિઓને? રિક્ષા ચાલકોને ? શાકવાળાઓને ? પાંજરાપોળોને? ગોશાળાઓને? વૃદ્ધાશ્રમોને ? એટલાથી તમે હજી ધરાયા નહીં અને હવે તમે ધર્માદા ટ્રસ્ટોને તમારી નજરમાં લેવાની કારવાહી શરૂ કરી દીધી ? અમે તમને એક વિનંતિ કરવા માગીએ છીએ. તમે સર્વથા નિરુપદ્રવી એવી ગાયનું પ્રતિનિધિત્વ ન ધરાવી શકો તો ય કમ સે કમ જળોનું પ્રતિનિધિત્વ ધરાવવામાંથી તો જાતને બહાર કાઢી લો! અમે તમને “સિંહ” નું ગૌરવ આપવા તૈયાર છીએ. ૫૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં જ્યેષ્ઠ યુગલોના છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે દિવ્ય ભાસ્કર : તા. ૩/૬૦૦ વિજ્ઞાનયુગમાં જીવી રહેલ ભોગલંપટ માનવોએ જાણે કે નિર્ણય કરી લીધો છે કે માનવના ખોળિયે અમે પશુ ભલે નહીં બની જઈએ પરંતુ પશુઓ જે રીતનાં સુખો ભોગવી રહ્યા છે એ તમામ સુખો તો અમે ભોગવીને જ રહેશું ! પશુઓના જગતમાં તમને મર્યાદા જોવા મળે ? ના. વિવેકનાં દર્શન થાય? ના. શરમની ઉપસ્થિતિ દેખાય ? ના. સંબંધોની સ્થિરતા દેખાય? ના. સહિષ્ણુતા દેખાય? ના. બસ, આજના ભોગલંપટ માનવો પશુજગતની બધી જ મસ્તી અનુભવી લેવા જાણે કે દોટ લગાવી રહ્યા છે ! યુવાન દીકરા-દીકરીઓની હાજરીમાં એમના ટેકાથી, સહકારથી અને પ્રોત્સાહનથી મા-બાપો લગ્નજીવનનાં ૨૫/૨૫ વરસ બાદ છૂટાછેડા લઈ રહ્યા છે! આવતી કાલે કદાચ દાદા-દાદીઓ પણ આ જ માર્ગે જાય તો નવાઈ નહીં! Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘છે ઔધોગિક વિકાસથી જ ગરીબોનો વિકાસ થશે. | - મુખ્યમંત્રી બુદ્ધદેવ હિન્દુસ્તાન : તા. ૮/૬/૦૭ છે સાંભળ્યું છે કે ‘વિકાસ’નો અર્થ ક્યાંક ક્યાંક “વૃદ્ધિ પણ થાય છે. અહીં જે અવતરણ મુકાયું છે અને જો આ સંદર્ભમાં વાંચીએ કે ‘ઔદ્યોગીક વિકાસથી જ ગરીબોની સંખ્યામાં વૃદ્ધિ થશે’ તો એ એકદમ સાચું લાગે છે. કયા ક્ષેત્રમાં આ દેશે ઔદ્યોગિક વિકાસ નથી કર્યો ? ખેતરમાં ટ્રેક્ટરો આવી ગયા અને ખેડૂતો આપઘાતના માર્ગે વળવા લાગ્યા ! ઑફિસોમાં કયૂટરો આવી ગયા અને ડિગ્રીધારીઓ બેકાર થઈ જઈને અપરાધના જગતમાં વળવા લાગ્યા. કપડાંની રેડીમેડ ફૅક્ટરીઓ ખૂલી ગઈ અને હાથવણાટમાં રોકાયેલ લાખો કારીગરો બેકાર બની ગયા. મૉલ” ખુલી ગયા અને નાનાં નાનાં લાખો માણસો રસ્તા પર આવી ગયા. ઔદ્યોગિક ક્રાન્તિ વિના આ ભવ્ય [2] પરિણામ શક્ય જ ક્યાં હતું? આમે ય આ દેશની વધી રહેલ વસતિ રાજકારણીઓને અકળાવી રહી છે. ખૂનના રસ્તા તેઓ અપનાવી શકે તેમ નથી. ગરીબો વધે, તેઓ ભૂખે ટળવળી ટળવળીને ખતમ થઈ જાય તો જ વસતિ વધારાની આ સમસ્યા કંઈક અંશે હલ થાય એવું તેઓને લાગી રહ્યું છે અને એ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે ઔદ્યોગિક વિકાસ ! રાજકારણીઓ! તમારી સડેલી બુદ્ધિ સામે તો દુર્ગધ મારતાં મડદાંઓને ય શરમાઈ જવું પડે તેમ છે. 0. Page #61 -------------------------------------------------------------------------- ________________ આક્રોશનાં મૂળિયાં વિષમતાની જમીનમાં છે - વરિષ્ઠ પત્રકાર કમલેન્દ્ર કુંવર દૈનિક ભાસ્કર : તા. ૮/૬/૦૭ રોટલી અને રોટલાની વિષમતા ક્યારેય આક્રોશની જનની બનતી નથી પરંતુ એક બાજુ ગુલાબજાંબુની રેલમછેલ અને બીજી બાજુ રોટલા-રોટલીના પણ વાંધા, આ વિષમતા ઊભી થાય છે ત્યારે જ આક્રોશ ફાટી નીકળે છે. આજે આ જ વિષમતા તો સર્જાઈ રહી છે. અમીરોની અમીરી એ હદે ફાટ ફાટ થઈ રહી છે કે એમને પૈસા મૂકવા માટે હવે સ્વિસ બેંક પણ ટૂંકી પડી રહી છે. જ્યારે ગરીબોની ગરીબી એ હદે વકરી રહી છે કે એમને રોટલાના ટુકડાના, કપડાંના ચીંથરાના અને બે ગજ જમીનના પણ વાંધા પડી રહ્યા છે. એક નગ્ન વાસ્તવિકતા જણાવું? વિષમતા એમ તો પાંચે ય આંગળીઓમાં પણ છે પરંતુ એ તમામ આંગળીઓ એક-બીજાના સહકારમાં રહે છે એટલે એમના વચ્ચે હંમેશાં સંવાદિતા જ સર્જાયેલ રહે છે. ભલે રહી અમીરી-ગરીબો વચ્ચે વિષમતા. અમીરો જો ગરીબોને સાચવી લે, ગરીબો જો અમીરોની અમીરીને સ્વીકારી લે તો આક્રોશ પેદા થવાની સંભાવના પર કાયમનું પૂર્ણવિરામ જ મુકાઈ જાય ! Page #62 -------------------------------------------------------------------------- ________________ જી રાસાયણિક ખેતીએ માતાઓના દૂધને ઝેરી બનાવી દીધું છે રાજસ્થાન પત્રિકાઃ તા. /૬/૦૭ બીજા વિશ્વયુદ્ધમાં શત્રુઓને ખતમ કરી નાખવા જે ઝેરી રસાયણો વપરાતા હતા એ જ ઝેરી રસાયણોનો ઉપયોગ અત્યારે ખેતીમાં થઈ રહ્યો છે. કલ્પના કરો, એનાથી નીપજતો પાક પેટમાં જઈને કેવો હાહાકાર સર્જતો હશે એક કમાલની દુ:ખદ વાસ્તવિકતા જણાવું? એ હકીકતની જાણકારી રાજનેતાઓને પણ છે તો ડૉક્ટરોને પણ છે. માનવતાવાદી સંસ્થાઓને પણ છે તો બુદ્ધિજીવીઓને પણ છે. વકીલોને પણ છે તો મીડિયાવાળાઓને પણ છે. વૈજ્ઞાનિકોને પણ છે તો પ્રોફેસર, પ્રિન્સિપાલોને પણ છે અને છતાં સહુ શાંત છે. એક શબ્દ પણ આના વિરુદ્ધ ઉચ્ચારવા કોઈ તૈયાર નથી. આ દેશનું નામ “ભારતમાતા આજે તો છે જ પણ એમ લાગે છે કે પૈસા ભૂખ્યા રાજકારણીઓ આ “માતા’ને ‘વેશ્યા બનાવીને જ રહેશે. જે પણ લૂંટવા અને ભોગવવા માગતા હો એ બધાય આવો આ દેશમાં. લૂંટતા રહો આ દેશને. ભોગવતા રહો આ દેશને. માત્ર દૂધ જ નહીં, લોહી પણ પીતા રહો આ માતાનું. અમે એને બજારુ બનાવવા જ તો બેઠા છીએ ! Page #63 -------------------------------------------------------------------------- ________________ દિ િઆપણા લોભના બોજને ધરતી ક્યાં સુધી. | ઉઠાવી શકશે? - નેશનલ ફિજિકલ લૅબોરેટરી : વિક્રમ સોની દૈનિક ભાસ્કર : તા. ૦૬/૦૭ એક બાજુ લોભને ગાળો દેવી અને બીજી બાજુ મહત્ત્વાકાંક્ષાઓની આગને સતત હવા મળતી રહે એવું જ વાતાવરણ ચારે ય બાજુ ઊભા કરતા રહેવું. શો અર્થ છે આનો ? દેખાડો એક પણ ક્ષેત્ર એવું કે જ્યાં મહત્ત્વાકાંક્ષી બનવા માટે માણસને ભડકાવવામાં ન આવતો હોય ? પછી એ ક્ષેત્ર ચાહે ડૉક્ટરનું હોય કે વકીલાતનું હોય, શિક્ષણનું હોય કે મૉડેલિંગનું હોય, સૌંદર્યસ્પર્ધાનું હોય કે ફૅશન-શો નું હોય, વેપારનું હોય કે હોટલનું હોય ! મહત્ત્વાકાંક્ષાના જગતે તો આજે ત્રણ સૂત્રો બજાર વચ્ચે રમતા મૂકી દીધા છે. ચિક્કાર પૈસો (More Money) તુર્ત પૈસો (Instant More Money) ગમે તે રસ્તે પૈસો (Any How More Money) જ્યાં સુધી આ સૂત્રો બજારમાં ફરતા રહેશે ત્યાં સુધી લોભ પર કોઈ જ નિયંત્રણ આવવાનું નથી અને આ અનિયંત્રિત લોભ પર્યાવરણને રફેદફે કરી નાખીને સંપૂર્ણ જગતને વિનાશને આરે લાવીને મૂકી દેવાનો છે. પ્રભુ ! સહુનાં મનને તું તારી પાસે રાખી દે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ક્રોધથી હૃદયરોગ-હતાશા અને ફેફસાંની જાલિમ બીમારી નવભારત ટાઈમ્સ : તા. ૦૬/૦૭ ઈષ્યએ જન્મ આપ્યો છે પ્રતિસ્પર્ધાને, પ્રતિસ્પર્ધાએ જન્મ આપ્યો છે તનાવને અને તનાવે જન્મ આપ્યો છે ક્રોધને. અને આ ક્રોધે સીધો હુમલો કર્યો છે માણસના હૃદય પર, માણસના મન પર અને માણસનાં ફેફસાં પર. આજના યુગને વિકાસયુગ, વિજ્ઞાનયુગ, વિચારયુગ વગેરે જે પણ વિશેષણો મળ્યા હોય તે પણ એક વિશેષણ તો ખાસ યાદ રાખવા જેવું છે અને એ વિશેષણ છે અસહિષ્ણુ યુગ” કોઈને ય કશું જ સહન કરવું નથી. કોઈને કોઈનું ય સાંભળવું નથી. કોઈને કોઈનું ય જતું કરવું નથી. પેટ્રોલ વગેરેની ગાડી પર લખ્યું હોય છે ને કે સળગી ઊઠે તેવો માલ' આજે માણસના માથા પર લખવું પડે તેમ છે કે “સળગી ઊઠે તેવી ખોપરી’ કોઈએ સળી કરી નથી અને માણસની ખોપટી ફાટી નથી. જગતને તો આપણે સુધારી શકવાના નથી. જાતને ક્રોધની આગમાંથી બહાર કાઢી લેશું? Page #65 -------------------------------------------------------------------------- ________________ એક હજારથી વધુ વૃક્ષો કાપવા મુંબઈ મહાનગર પાલિકાએ આપેલી મંજૂરી ગુજરાત સમાચાર : તા. ૧૯/૪/૦૭ માત્ર આ દેશ માટે જ નહીં, સંપૂર્ણ જગત માટે અત્યારે આ સૂત્ર બની ગયું છે, પૈસા વેરો. તમે જે પણ ધારશો એ ખરીદી શકશો.' એક એક હજાર વૃક્ષોને કોઈ કાપી નાખે એ વાત હજી સમજાય છે પરંતુ નગરપાલિકા ખુદ સામે ચડીને હજાર હજાર વૃક્ષોને કાપી નાખાવની મંજૂરી આપી દે ત્યારે સ્તબ્ધ થઈ જવાય છે. આ મંજૂરી આપવા પાછળનાં કારણોમાં તમે જાઓ. તમને ક્યાંક તો એમાં પૈસો રમત રમી ગયો હોય એવી શંકા પડી જ જશે. શું કહું ? ઉપભોક્તાવાદે આજે માણસને પ્રકૃતિનું સત્યનાશ કરી નાખવા જાણે કે ભૂરાટો બનાવી દીધો છે. વૃક્ષો કાપો. પાણીના સ્ત્રોતને ખતમ કરી નાખો. ઉપજાઉ ભૂમિ પર ફૅક્ટરીઓ નાખી દો. રાસાયણિક ખાતરો નાખીને જમીનના રસ-કસની સ્મશાનયાત્રા કાઢી નાખો. રસ્તાઓ ડામરના બનાવી દો. પશુઓનું નિકંદન કાઢી નાખો. માનવ! તારી આ ક્રૂરતાને જોઈને આવતી કાલે કોઈ રાક્ષસ કોર્ટમાં તારી સામે બદનક્ષીનો દાવો માંડી દે તો ના નહીં! Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની થઈ રહેલ અવદશાનું શું ? - મહેશ ઠાકર ગુજરાત સમાચાર : તા. ૧૯/૪/૦૦ નીચતાની પરાકાષ્ટાએ આજે ઉચ્ચશિક્ષણ લઈ ચૂકેલા સિવાય બીજું છે પણ કોણ? ગર્ભપાતની વ્યવસ્થા કોની દેન છે? રિબામણ [2] વિના લાખો પશુઓને ગણતરીની પળોમાં યમસદને પહોંચાડી દેતાં કતલખાનાંઓનાં સર્જન કોની દેન છે? ગરીબોના પેટ પર લાત મારતા રહેતા ‘મૉલ'નાં સર્જન કોની પેદાશ છે? શરમની પર્યાયવાચી ગણાતી સારા ઘરની યુવતીઓને બેશરમ બનવા તૈયાર કરી દેતી સૌંદર્યસ્પર્ધાઓ કોની નીપજ છે? એક એક બાળકને ‘સેક્સોલોજિસ્ટ’ બનવાનું મન થઈ જાય એવી જાતીય શિક્ષણ પ્રદાનની યોજના સ્કુલોમાં દાખલ કરી દેવાની બદમાશી કોના ભેજાની પેદાશ છે? વાસનાનાં નગ્ન તાંડવ ખેલવા માટે પ્રત્યેક સમાચારપત્રને, મેગેઝીનને અને માસિકને મજબૂર કરી દેતા વાતાવરણનું સર્જન કોની દેન છે? ખાવાની સામગ્રીઓને મોંઘીદાટ બનાવી દેતા રહીને, વિલાસની સામગ્રીઓ રોજેરોજ સસ્તી બનાવતા રહેવાનો અત્યાચાર એ કોનું સર્જન છે? સભ્યતા-સંસ્કાર અને સંસ્કૃતિ પર બૉમ્બવર્ષા કરતા રહેતા વિલાસપ્રચુર વાતાવરણનું સર્જન એ કોની પેદાશ છે? પ્રભુ, એમ કહેવાનું મન થઈ જાય છે કે કેવળ રાવણકાર્ય, હીટલરકાર્ય અને દુર્યોધનકાર્ય કરી રહેલા આ સાક્ષરોને તું નિરક્ષર બનાવી દે. કમ સે કમ જગત નુકસાનીથી તો ઊગરી જશે! LINUM Page #67 -------------------------------------------------------------------------- ________________ મતપેટીને છોડીને અન્ય કોઈ જનમતની રાજકારણીઓ પર કોઈ અસર જ નથી - રાકેશ સિન્હા દૈનિક ભાસ્કર: તા. ૮/૬૦૦ સરકારના કોઈ પણ ગલત નિર્ણયની વિરુદ્ધમાં તમે તમારો અભિપ્રાય વ્યક્ત કરો કે આંદોલન ચલાવો, ધરણાં ધરો કે રેલી કાઢો, સરકાર એની સામે તો જ ઝૂકશે જો એને એમ લાગશે કે એની વોટ બેંક તૂટી રહી છે. બાકી, એની વોટ બેંક જો સલામત હોવાનું એને લાગશે તો તમારા ગમે તેવા ભીષણ પણ આંદોલનને તમામ રસ્તાઓ અખત્યાર કરીને પણ એ દબાવી દેશે. ડ્રાઇવિંગનું લાયસન્સ એને જ આપવામાં આવે છે કે જેને ગાડી ચલાવતા આવડતું હોય. ડૉક્ટરનું સર્ટિફિકેટ એને જ આપવામાં આવતું હોય છે કે જેને દર્દીનો ઇલાજ કરતા આવડતું હોય, શિક્ષકનું ગૌરવ એને જ આપવામાં આવતું હોય કે જેને વિદ્યાર્થીઓને ભણાવતા આવડતું હોય પણ રાજકારણ એ એવું ક્ષેત્ર છે કે જેમાં એક પણ પ્રકારની યોગ્યતાની જરૂર નથી. તમે ગુંડા હો, વ્યભિચારી હો, ખૂની હો, બદમાશ કે લબાડ હો, તમે રાજકારણમાં આવી શકો છો. શરત માત્ર એટલી છે કે મતપેટીઓ તમારા પક્ષમાં હોય ! ૬૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ મોટા માણસોના જયજયકાર માટે નાનાં બાળકોની પરેડ અનુચિત દૈનિક ભાસ્કર: તા. ૮/૬૦૦ સાઇકલ ભાડે મળે, ટ્રક ભાડે મળે, ગાડી ભાડે મળે, વિમાન ભાડે મળે, વાડી ભાડે મળે, ફાર્મ હાઉસ ભાડે મળે, વાસણ ભાડે મળે, કપડાં ભાડે મળે, હોટલ ભાડે મળે. આ બધું તો સમજાય છે; પરંતુ રાજકારણીઓ પાસે તો એવી વ્યવસ્થા હોય છે કે જેમાં તેઓ માણસો ભાડેથી મેળવી લેતા હોય છે. એમની સભામાં હાજરી દેખાતી હોય પાંચ લાખની પણ બને એવું કે એમાં પોણા પાંચ લાખ લોકોને ભાડું આપીને એકઠા કરવામાં આવ્યા હોય ! આવા જ પ્રકારની એક વિકૃત વ્યવસ્થા હમણાં હમણાં અસ્તિત્વમાં આવી છે. મોટા માણસોની સભામાં એમની ખુશામત કરવા નાનાં નાનાં સ્કૂલો વગેરેનાં બાળકોને બોલાવવાના, કલાકો સુધી એમને તડકામાં ઊભા રાખવાના, એમને ચોક્કસ સમયે તાળીઓ પાડવા મજબૂર કરવાના અને પ્રોગ્રામ પતી જાય એટલે ભૂખ્યા-તરસ્યા એમને એમનાં સ્થાન પર રવાના કરી દેવાના ! ક્યારેક ક્યારેક તો આવા તમાશામાં બાળકો બેભાન પણ બની જતા હોય તો એના આડે ય આંખમીંચામણાં કરવાના ! રે રાજકારણ ! તું આટલું ગંદું ? Page #69 -------------------------------------------------------------------------- ________________ છે બજાર અને ટેકનોલૉજીના વિકાસની સાથે. સંગીતની ગુણવત્તાનો ક્ષય થયો છે હિન્દુસ્તાન : તા. ૯/૬૦૦ છે બજાર અને ટેક્નોલૉજીના વિકાસે માત્ર સંગીતની ગુણવત્તાનો જ ક્ષય થોડો કર્યો છે ? ભાષાની ગુણવત્તા પણ એણે ખતમ કરી નાખી છે તો સાહિત્યની ગુણવત્તા પર પણ એણે આગ લગાડી દીધી છે. સંબંધોની ગુણવત્તા પર પણ એણે સુરંગ મૂકી દીધી છે તો જમીનની ગુણવત્તા પણ એણે સાફ કરી નાખી છે. મનની ગુણવત્તા પર પણ એણે કૂચડો ફેરવી નાખ્યો છે તો હૃદયની ગુણવત્તા પર પણ એણે પાણી ફેરવી નાખ્યું છે. કહેવું હોય તો એમ કહી શકાય કે ટેક્નોલૉજીના વિકાસ જીવતા માણસને ખતમ કરી નાખ્યો છે અને એના શબને કરોડોના અલંકારોથી શણગારી દીધું છે ! ક્યાં જોવા મળે છે. આજે પ્રેમાળ આંખો ? કરુણાસભર હૈયું ? જીવનને ઠારતી શક્તિઓ? પવિત્રતા માટે પ્રોત્સાહિત કરતી કળાઓ? ભરોસો મૂકી શકાય એવા માણસો? ફૂલો જ આજે પ્લાસ્ટિકના નથી બની ગયા, માણસનો આખો ય જીવનવ્યવહાર પ્લાસ્ટિકનો બની ગયો છે. ઠરવું ક્યાં ? નમવું ક્યાં ? જામવું ક્યાં ? કશું જ સમજાતું નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ વિદેશી વિશ્વ વિધાલયો માટે આ દેશમાં ખૂલશે શિક્ષા ક્ષેત્ર - મંત્રી કપિલ સિબ્બલ દૈનિક ભાસ્કર : તા. ૯/૬૦૦ માણસ પોતાના શરીર પર અલંકાર સામી વ્યક્તિનાં પહેરે એ ચાલે, વસ્ત્રો સામી વ્યક્તિનાં પહેરે એ ય ચાલે, અરે, ભોજન સામી વ્યક્તિના ઘરનું પોતાના પેટમાં પધરાવે એ ય ચાલે પણ સામી વ્યક્તિનું વિરુદ્ધ ગ્રુપનું લોહી પોતાના શરીરમાં દાખલ કરી દે એ તો શું ચાલે? વિદેશી વિશ્વવિદ્યાલયોને આ દેશમાં શિક્ષાક્ષેત્રમાં પ્રવેશ એટલે? વિરુદ્ધ ગ્રુપના લોહીનો સ્વશરીરમાં પ્રવેશ: ક્યાં આ દેશની સભ્યતા અને ક્યાં વિદેશની સભ્યતા? ક્યાં આ દેશના સંસ્કારોની આબોહવા? અને ક્યાં વિદેશની સંસ્કારોની આબોહવા? ક્યાં આ દેશની મર્યાદાપ્રધાન પારિવારિક વ્યવસ્થા? અને ક્યાં વિદેશની સર્વથા સ્વચ્છંદતપ્રધાન જીવનવ્યવસ્થા ? ક્યાં આ દેશની પવિત્રતાપ્રચુર અને કોમળતાસભર શિક્ષાપદ્ધતિ ? અને ક્યાં વિદેશની વિલાસિતાપ્રધાન અને કઠોરતાસભર શિક્ષા પદ્ધતિ ? આ તમામ વાસ્તવિકતાઓની જાણકારી આ દેશના રાજનેતાઓને નથી એવું નથી પરંતુ તેઓ તો નિર્ણય કરીને જ બેઠા છે કે જેઓ પણ આ દેશને લૂંટવા માગતા હોય એમનું આ દેશમાં લાલ જાજમ પાથરીને સ્વાગત છે. આવો, અમને લૂંટી શકાય એટલા લૂંટો. मेहमान जो हमारा होता है, वह जान से प्यारा होता है। Page #71 -------------------------------------------------------------------------- ________________ છે ૧૮ વરસની ઉંમરે જો મતદાન કરી શકાય છે તો દારૂ પીવા માટે ૨૧ વરસની ઉંમર શું કામ ? નવભારત ટાઈમ્સ : તા. ૯/૬/૦૭ હી. સરકાર હજી તો વિચારણા કરી રહી છે કે નવી પેઢીને દારૂના રવાડે ચડતી અટકાવવી હોય તો એની ઉંમર ૨૧ વરસની કરી દઈએ તો કેમ? ત્યાં તો નવી પેઢીના હિતસ્વીઓ મેદાનમાં આવી ગયા છે. એમની દલીલ એ છે કે જો ૧૮ વરસની વયે મતદાન કરી શકાય છે, ગાડી ચલાવવાનું લાયસન્સ મેળવી શકાય છે, તો પછી શરાબ પીવામાં વાંધો શું છે? કમાલની વાત છે ને? નાની વયમાં કોઈ ધર્મ કરવા લાગે છે તો બુદ્ધિના આ વ્યભિચારીઓ એની સામે વિરોધ કરવા મેદાનમાં ઊતરી પડે છે અને નાની વયને વ્યસનથી દૂર રાખવાની કોઈ વાત લઈને આવે છે તો એમાં ય તેઓ વિરોધ કરવા લાગે છે. આનો અર્થ ? આ જ કે નાની વયમાં ધર્મ નહીં જ કરવાનો અને નાની વયમાં પાપના કે વ્યસનના માર્ગે જવું હોય તો એને બે-રોકટોક જવા દેવાના ! મને એમ લાગે છે કે બાપુ જ્યાં પણ હશે ત્યાંથી ગોડસેને આશીર્વાદ આપતા હશે કે ‘દોસ્ત, સારું થયું, તે મારું સમયસર ખૂન કરી નાખ્યું. બાકી, આજના બુદ્ધિના વ્યભિચારીઓ દેશને પતનની જે ગર્તામાં ધકેલી દે દે છે એ જોયા બાદ મારે પોતાને આપઘાત કરીને જીવનલીલા સંકેલી લેવી પડત ! ૭૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ કલંકિત પ્રધાનોના મુદ્દે બધા પક્ષો સરખા ગુજરાત સમાચાર : તા. ૮/૧૨/૦૬ ચંપા અને ગુલાબ વચ્ચે ઝઘડો થયાનું ક્યારેક પણ તમને સાંભળવા મળ્યું હશે પણ કાંટા અને કારેલા વચ્ચે તમને ક્યારેય ઝઘડો થયાનું સાંભળવા નહીં મળ્યું હોય. બે સજ્જનોને એક સાથે બેસાડવામાં હજી તમને તકલીફ પડશે પણ ગુંડાઓ અને લુચ્ચાઓ, ખૂનીઓ અને વ્યભિચારીઓ. એ તમામ વચ્ચેના સંગઠનને રફેદફે કરી દેવામાં તમને ક્યારેય સફળતા નહીં મળે ! રાજકારણની આજની હાલત શી છે? ગુંડાગીરી, બદમાસી અને લફંગાબાજીનો ત્રિવેણીસંગમ જે ક્ષેત્રમાં રચાયો હોય એનું નામ છે આજનું રાજકારણ ! રાજકારણનો આ ગંદવાડ એક એક પક્ષમાં વ્યાપ્ત છે અને એટલે જ કોઈ પણ પક્ષનો કોઈ પણ પ્રધાન કૌભાંડમાં સપડાયેલાની વિગત પ્રકાશમાં આવે છે ત્યારે બધા જ પક્ષો એક થઈને એ કૌભાંડી પ્રધાનને ઉગારી લેવા મેદાનમાં આવી જાય છે. નથી પ્રજાજનો સમજી શકતા કે આ અનિષ્ટને દૂર કરવા કરવું શું? તો નથી ન્યાયતંત્ર સમજી શકતું કે આ અનિષ્ટ આચરનારને સજા કરવી કઈ? સહુ લાચાર બનીને આ તમાશો જોઈ રહ્યા છે અને બધા જ રાજકીય પક્ષો હર્ષાવેશમાં તાબોટા પાડી રહ્યા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ એક શૉપિંગ મૉલ સાડા છ હજાર ઘર જેટલી વીજળી વાપરે છે ગુજરાત સમાચાર : તા. ૧૪/૪/૦૭ સમષ્ટિના સુખ માટે વ્યક્તિ પોતાનાં સુખનું બલિદાન આપી દેવા તૈયાર રહેતી હતી એ વાત જો ગઈકાલની બની ગઈ છે તો વ્યક્તિ પોતાના સ્વાર્થને પુષ્ટ કરવા, સુખને સલામત કરી દેવા હજારો-લાખો વ્યક્તિઓનાં સુખની સાથે ખિલવાડ કરી દેવા તૈયાર જ રહે એ વાત આજની બની ગઈ છે. કમાલની વાત તો એ છે કે દેશના સામાન્યમાં સામાન્ય પ્રજાજનની સુખ-સુવિધા સાચવવાની અને સલામત રાખવાની જવાબદારી જે શાસકોએ સ્વીકારી છે એ શાસકોની રહેમ નજરથી જ આ શૉપિંગ મૉલ ખુલી રહ્યા છે. બીચારા પ્રજાજનો ! લાચાર બનીને આ તમાશો નિહાળી રહ્યા છે. અસહાય બનીને આ અત્યાચારો વેઠી રહ્યા છે. નિઃસહાય બનીને આ માર ખાઈ રહ્યા છે. ન્યાયમાં વિલંબ એ પણ એક જાતનો અન્યાય જ છે એ કહેવત તો આજે કદાચ નકામી બની ગઈ છે પણ અન્યાય તુર્ત જ કરતા રહો એ ગણિત આજે સર્વત્ર અમલી બની રહ્યું છે. કારણ? ને રેશમાન! ૭૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ શિક્ષકો કુટેવો સુધારે, નહીંતર નોકરી ગુમાવવી પડશે ગુજરાત સમાચાર : તા. ૧૪/૪/૦૦ ગુજરાતના એક શહેરમાં મેં એક એવી સ્કૂલ જોઈ હતી કે જે સ્કૂલના શિક્ષકો ચાલુ ક્લાસમાં પોતાના વિદ્યાર્થીઓ પાસે ગુટખા માગતા હતા, પાન માગતા હતા અને ક્વચિત્ બીડી-સિગરેટ પણ માગતા હતા ! શિક્ષકોની આ હકીકતોની પ્રિન્સિપાલને ય જાણ હતી અને મૅનેજમેન્ટને ય ખબર હતી અને છતાં એ શિક્ષકોને કોઈ રોકટોક કરનાર નહોતું ! મને પોતાને એમ લાગે છે કે વિદ્યાર્થીઓને સાક્ષરો બનાવી દેવાની જવાબદારી જે શિક્ષકોના શિરે મુકવામાં આવી છે એ શિક્ષકોને ખુદને પહેલાં સંસ્કારી બનાવી દેવાની જરૂર છે. અન્યથા સંસ્કારહીન સાક્ષર બની બેઠેલા શિક્ષકો સમસ્ત વિદ્યાર્થી આલમને ખાડામાં લઈ જ જશે. શિક્ષકો કુટેવો સુધારે’ આ ચેતવણી તો બરાબર છે પરંતુ જેઓ કુટેવોના શિકાર છે તેઓને શિક્ષકો બનાવવામાં જ ન આવે એ વ્યવસ્થાને અમલી બનાવી દો ને ! આ ચેતવણી આપવાની જરૂર જ નહીં રહે. ૭૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ નુકસાન રોકવા માટે રાજનૈતિક ઇચ્છાશક્તિ જરૂરી છે - પૂર્વ કમિશનર અજય રાજ શર્મા નવભારત ટાઈમ્સ: તા. ૧૦/૬૦૭ કરોડપતિ કૃપણ પાસે તમે ઉદારતાની અપેક્ષા રાખો એ કદાચ સફળ બની પણ જાય પરંતુ જેઓએ પોતાની બધી જ ખુશી ખુરશી” માં જ કેન્દ્રિત કરી દીધી છે એવા શાસકો પાસે તમે સમ્યકુ ઇચ્છાશક્તિની અપેક્ષા રાખો, એ લગભગ તો સફળ ન જ બને. કમાલનું આશ્ચર્ય તો એ છે કે પ્રજાજનોએ શાસકોના હાથમાં કલ્પી ન શકાય એટલી ક્રિયાશક્તિ મૂકી દીધી છે. તેઓ ધારે તો આ દેશના ગરીબમાં ગરીબ પ્રજાજનને રોજ મિષ્ટાન્ન ખવડાવી શકે તમે છે અને હલકટમાં હલકટ માણસને સંસ્કારી બનાવી શકે તેમ છે. આ દેશના સંસ્કૃતિના ભવ્ય વારસાને જાળવી પણ શકે તેમ છે તો આ દેશની ધરતીને તાજા-તરોજા પણ રાખી શકે તેમ છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે એમની પાસે ‘ઇચ્છાશક્તિ”નો જ અભાવ છે. અને એટલે દેશ માટે, દેશના પ્રજાજનો માટે નુકસાનકારી જે પણ પરિબળો છે એ તમામ પ્રત્યે જાણી જોઈને તેઓ આંખમીંચામણાં કરી રહ્યા છે. પ્રભુ બચાવે આ દેશને ! Page #76 -------------------------------------------------------------------------- ________________ સાંસ્કૃતિક ટકરાવમાં ખતમ થઈ રહી છે જિંદગી રાજસ્થાન પત્રિકા : તા. ૧૦/૬/૦૭ કોયલને તમે કાગડાના અવાજને સ્વીકારી લેવાનો આગ્રહ કરો તો કોયલનો કંઠ બેસૂરો બની જ જાય એ જો બિલકુલ સમજાય તેવી જ વાત છે. આ દેશના સંસ્કારોમાં ઉછરેલા પ્રજાજનોને પશ્ચિમના સંસ્કારોમાં ઢાળી દેવાના પ્રયાસો તમે કરો તો આ દેશના પ્રજાજનોની માનસિક શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા જોખમાતી જ રહે એ ય બિલકુલ સમજાઈ જાય તેવી જ વાત છે ને? આ દેશ પાસે ઇતિહાસ હતો રામ-સીતાનો, ભગતસિંહ-જગડુશાનો, મીરા-નર્મદા સુંદરીનો, વાલ્મિકી, હેમચન્દ્રાચાર્યનો. આજે એ ઇતિહાસનું સ્થાન આપવામાં આવી રહ્યું છે વિશ્વસુંદરીઓને અને મૉડેલોને, અબજોપતિઓને અને ક્રિકેટરોને, ગુંડાઓને અને બદમાશોને. આ સ્થિતિમાં શીલ-સદાચાર-સંસ્કાર ચાહક પ્રજાજનોની માનસિક હાલત કફોડી ન બની જાય તો બીજું થાય શું? એક જ વિકલ્પ છે. સર્વ ફોરવીને વ્યક્તિ પોતે બચી જાય ! R : Page #77 -------------------------------------------------------------------------- ________________ સરકારને પશ્ચિમના ઉદારીકરણનો સ્વીકાર છે તો એની સાથે જ આવતી અશ્લીલતાનો સ્વીકાર કેમ નથી ? રાજસ્થાન પત્રિકા : તા. ૧૦/૬/૦૭ સામાન્ય નિયમ આ છે કે લાભ અને નુકસાન વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે લાભ પર જ પસંદગી ઉતારાય; પરંતુ બે નુકસાનને સ્વીકારવાની પરિસ્થિતિ આવી જાય ત્યારે શક્ય હોય તો એક નુકસાનને ટાળી શકાતું હોય તો ટાળી જ દેવું પડે. પરંતુ એક નુકસાનને જો તમે સ્વીકારી લો છો તો બીજા નુકસાનને પણ સ્વીકારી લેવામાં તમને વાંધો શું છે ? આવી બેવકૂફીભરી દલીલ તો ક્યારેય ન કરી શકાય. કબૂલ, સરકારે પશ્ચિમના ઉદારીકરણને ઔદ્યોગીકરણને સ્વીકારી લેવાની જરૂર નથી પરંતુ લોભ-લાલચ-પ્રલોભન-દબાણ વગેરેના કારણે સરકારે એ અનિષ્ટનો સ્વીકાર કરી પણ લીધો હોય તો ય એનો અર્થ એવો તો નથી ને કે સરકારે પશ્ચિમની અશ્લીલતાનો પણ સ્વીકાર કરી લેવો જ જોઈએ ? અલબત્ત, કેટલાંક અનિષ્ટો એવા હોય છે કે જે ચોક્કસ અનિષ્ટના સ્વીકાર પાછળ અનિવાર્યરૂપે આવી જ જતા હોય છે, એમાંનું જ એક અનિષ્ટ છે અશ્લીલતાનું કે જે ઉદારીકરણ પાછળ આવી જતું જ હોય છે છતાં એ અનિષ્ટને અટકાવી શકાય કે પકારી કાય નો એ દિશામાં પ્રયત્ન તો કરવા જ જોઈએ ને ? એનો સ્વીકાર કરી લેવાનું તો વિચારી પણ શી રીતે શકાય ? ৩৩ Page #78 -------------------------------------------------------------------------- ________________ જે દિવસે રાજકારણ સુધરશે તે દિવસે પોલીસ સુધરશે ગુજરાત સમાચાર : તા. ૮/૫/૦૭ આ વિધાન એટલું જ કહે છે કે રાજકારણીઓએ સમગ્ર પોલીસતંત્રને બાનમાં લઈ લીધું છે. ન્યાયતંત્ર હજી રાજકારણીઓ સામે માથું ઊંચકવાની સ્થિતિમાં આજે છે પરંતુ પોલીસતંત્રને તો રાજકારણીઓ જેમ નચાવે તેમ જ નાચવું પડે છે. પ્રશ્ન અહીં કોઈ રાજકારણના ચોક્કસ પક્ષનો નથી, સમસ્ત રાજકારણનો છે. એમાં ઘૂસી ગયેલ શાસકોને આડુંઅવળું, ઊંધું-ચત્તે, સાચું-ખોટું, સારું-ખરાબ બધું ય કરવું જ પડે છે. એવું કરવા માગતા શ્રીમંતોને, ઉદ્યોગપતિઓને, માફિયાઓને બચાવવા જ પડે છે કારણ કે એ વિના પક્ષ ચલાવવા માટેનું ‘ફંડ” મળતું જ નથી. આ સ્થિતિમાં રાજકારણીઓ પોલીસતંત્રને અપરાધીઓને પકડવાની અને સજા કરવાની છૂટ આપી દે એ શક્યતા જ ક્યાં છે? સડી ગયેલા મકાનમાં ખુરશી પર બેસનારને બદલતા રહેવાથી કોઈ સમસ્યા હલ થઈ જાય એ વાત મગજમાં બેસે છે ખરી? ૭૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ વિ ૧૯૯૧થી પ્રધાનોનાં ૨૯૦૯ વચનોનું પાલન નથી થયું છે લેજિસ્લેટિવ કમિટી ઓન એસ્યોરન્સ અધ્યક્ષ ગુજરાત સમાચાર : તા. ૪/૫/૦૦ કિ ચર્ચિલે એક જગાએ લખ્યું છે કે ‘તમારે સફળ રાજકારણી બનવું છે તો બે કામ ખાસ કરો. નંબર એક પ્રજાજનોને વચન આપો જ નહીં, નંબર બેઃ વચન આપી જ દીધું હોય તો એ વચનનું પાલન તમે કેમ નથી કરી શકયા એની તર્કબદ્ધ દલીલો આપીને પ્રજાજનોને મૂરખ બનાવતા રહો હા. આજના રાજકારણીઓ આ જ તો કરી રહ્યા છે. ચૂંટણીના સમયમાં પ્રજાજનો પાસે મતની ભીખ માગતી વખતે તેઓ જથ્થાબંધ વચનો આપતા જ રહે છે. ભોળા કેિ પછી મૂરખ?] પ્રજાજનો એમની વાક્પટુતામાં અંજાઈ જઈને એમને મત આપીને જીતાડી દે છે. પાંચ વરસે ફરી પાછા ચૂંટણીના સમયમાં પ્રજાજનો સમક્ષ મતની ભીખ માગવા તેઓ હાજર થઈ જાય છે અને આપેલા વચનોનું પાલન તેઓ કેમ નથી કરી શક્યા એની ગજબનાક દલીલો કરતા રહીને પ્રજાજનોની તાળીઓ તેઓ મેળવતા રહે છે. મોંઘવારી ઘટાડવાની મેં તમને બાંયધરી આપેલી પણ વરસાદ જ ન પડ્યો. હું શું કરું ?” ‘દૂધની નદી વહેવડાવી દેવાનું મેં તમને વચન આપેલું પણ પશુઓ ભૂલમાં [3] કતલખાને પહોંચી ગયા. હું કરું શું? ‘પાંચ વરસ હું તમારી સેવા કરીશ, એવું વચન મેં તમને આપેલું પણ ભૂલમાં હું મારી જ સેવા કરી બેઠો ! કરું શું?’ | ૭૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ આજની યુવાપેઢીની એક માત્ર મંઝવણ : પૈસા કેમ કમાવા ગુજરાત સમાચાર : તા. ૯/૫/૦૭ સત્તાસ્થાને આવવામાં સફળ કોણ બને છે? શ્રીમંતો ! કામ કરાવવામાં સફળતા કોને મળે છે? પૈસા વેરતા આવડે છે એને ! પેપરોમાં કે મૅગેઝીનોમાં હેડલાઇન” કોણ રોકે છે? શ્રીમંતો ! અપરાધો કરવા છતાં વાળ વાંકો કોનો નથી થતો? શ્રીમંતોનો ! જગતમાં પૂજા કોની થાય છે? શ્રીમંતોની ! સમાજ વચ્ચે બહુમાન કોનાં થાય છે? શ્રીમંતોનાં ! શિક્ષાનું લક્ષ્ય શું છે? શ્રીમંતાઈ ! જગતના કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ બનો. તમને ઇનામમાં મળશે શું ? વિપુલ પૈસો ! બસ, ચારે ય બાજુ આજની યુવાપેઢીને આ જ દેખાઈ રહ્યું છે, પૈસાની જ પૂજા ! પૈસાની જ પ્રતિષ્ઠા ! અને પૈસાની જ બોલબાલા ! આ વાતાવરણમાં એને પૈસા કમાવાની જ મૂંઝવણ રહેતી હોય તો એમાં કાંઈ નવાઈ લાગતી નથી પણ એક વાત યુવા પેઢીને ખાસ કરવાનું મન થાય છે કે પૈસાથી કૂતરો ખરીદી શકાય છે પરંતુ પૈસાથી કૂતરાને પૂંછડી પટપટાવવા રાજી કરી શકાતો નથી એટલું ખાસ યાદ રાખે તેઓ ! ૮૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ સત્તા પરિવર્તનથી નહીં, સમાજ પરિવર્તનથી વ્યવસ્થામાં સુધારા થશે. - હિન્દુજાગરણ મંચના સંગઠન મંત્રી સુમનકુમાર રાજસ્થાન પત્રિકા તા. ૧૧/૦૦ વાત એકદમ સાચી છે પણ દાતરડા જેવો પ્રશ્ન એ છે કે સમાજના સમ્યક્ પરિવર્તનને સત્તા સાનુકૂળ પ્રતિસાદ આપવા તૈયાર રહેશે ખરી ? દા.ત., સમાજ ઇચ્છે છે કે બાળકોને નાની વયથી જ સંસ્કારોનું શિક્ષણ મળવું જોઈએ. સત્તા એમાં વચ્ચે તો નહીં આવે ને? સમાજ ઇચ્છે છે કે પરિવાર વ્યવસ્થા જળવાઈ રહેવી જ જોઈએ. સત્તા એમાં સહાયક બનવા તૈયાર થશે ખરી? સમાજ ઇચ્છે છે કે યુવાપેઢી મર્યાદાશીલ રહેવી જ જોઈએ. સત્તા એવું વાતાવરણ સર્જવા તૈયાર થશે ખરી? સમાજ ઇચ્છે છે કે આ દેશ પાસે રહેલ સંસ્કારોનો અને સભ્યતાનો ભવ્યતમ વારસો જળવાઈ રહેવો જ જોઈએ. સત્તા એમાં સહયોગ આપવા તૈયાર થશે ખરી ? એક વાત ખાસ સમજી રાખજો કે તરવૈયાની તરવાની શક્તિ ગમે તેટલી જોરદાર હોય છે પરંતુ પ્રવાહશક્તિ જો વિપરીત હોય છે તો અચ્છામાં અચ્છો તરવૈયો પણ થાકી જાય છે. બસ, એ જ ન્યાયે સમ્યક્ પરિવર્તનની સમાજની અભીપ્સા ભલેને ગમે તેટલી જોરદાર હોય છે પરંતુ સત્તાના નિર્ણયો જો એ પરિવર્તનના વિરુદ્ધના હોય છે તો તાકાતવાનમાં તાકાતવાન સમાજ પણ થાકી જાય છે, હતાશ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે. આનો કોઈ વિકલ્પ? Page #82 -------------------------------------------------------------------------- ________________ આસ્થાને ચોટ લગાડે એવી પ્રવૃત્તિઓ પર લગામ કસવી જોઈએ - સુષ્મા સ્વરાજ દૈનિક ભાસ્કર : તા. ૧૧/૬/૦૭ આજે તો આ દેશમાં એવું વાતાવરણ બની ગયું છે કે તમે સભ્યતાની, સંસ્કારની, સંસ્કૃતિની, આસ્થાની કોઈ પણ વાત કરો, બુદ્ધિના વ્યભિચારીઓ પળનો ય વિલંબ લગાડ્યા વિના તમને ‘પછાત’નું, ‘જુનવાણી’નું બિરૂદ આપી જ દે. મા સરસ્વતીનું નગ્ન ચિત્ર કોઈ બનાવે અને તમે એની સામે હોબાળો મચાવો, તમને તરત જ કળા [?] પ્રેમીઓ જાહેરમાં ઉતારી પાડે કે ‘વાસના તો તમારી આંખોમાં છે. નહિતર તમે જેને “મા”નું બિરૂદ આપો છો અને નગ્ન નાં તમે આટલા બધા આવેશમાં શેના આવી જાઓ શું તમારી ‘મા’ને નગ્ન જોતાં તમને આવા જ ભાવો જાગે ?’ હા. આવા કળાપ્રેમીઓને તમે એટલી જ વિનંતી કરો કે તમારી માતાઓના નગ્ન ફોટાઓ સ્ટુડિયોમાં તૈયાર કરીને બજારમાં એને રમતા કરી દો. અમને ય ખ્યાલ તો આવે કે તમારા જેવા નરબંકાઓને જન્મ આપી ચૂકેલી તમારી માતાઓ કેટલી સૌંદર્યવતી છે ! તમને હીરોઈનો જ નગ્ન જોવા મળે એ દિવસો આ દેશમાં ગયા. હવે તો તમે મા માનીને જેની પૂજા-અર્ચના કરતા હો એને નગ્ન જોવાના ભવ્ય [] દિવસો આ દેશમાં આવ્યા છે અને એને ય ‘કળા’નું ગૌરવ મળી રહ્યું છે ! Page #83 -------------------------------------------------------------------------- ________________ ગરીબી ઉમૂલન યોજનાએ ગરીબને વધુ ગરીબ બનાવ્યો છે દૈનિક ભાસ્કર : તા. ૧૧/૬૦૭ તમે પેટ્રોલને પાણીનું નામ આપીને આગમાં નાખવા માંડો. આગ વધતી જ જવાની ને? તમે દૂધ લાવવા માટે બિલાડીને મોકલો. બધું ય દૂધ એ જ સફાચટ કરી જવાની ને? તમે યોજના ગરીબી ઉમૂલનની ભલે ને બનાવો છો, પણ એ યોજનાનો કારોબાર જેના હાથમાં તમે આપો છો એ લોકોના મનમાં આ યોજના અંગે એક ભારે ગેરસમજ આ હોય છે કે આ યોજના અન્વયે જેટલા પણ રૂપિયા આપણને સરકાર તરફથી મળે એ રૂપિયાથી આપણે ગરીબી જરૂર દૂર કરવાની છે પણ ગરીબોની નહીં, આપણી ! હા, આ દેશની આ કરુણદશા છે. ખેડૂતોની આત્મહત્યા રોકવા સરકાર અબજો. રૂપિયાનું પેકેજ જાહેર કરે છે પણ ખેડૂતોને એમાંનું કશું જ પહોંચતું નથી. પાંજરાપોળોને ક્યારેક લાખો રૂપિયાની સબસીડી સરકાર જાહેર કરે છે પણ પાંજરાપોળને એમાંનું કશું જ પહોંચતું નથી. અરે, વરસો પહેલાં રાજીવ ગાંધીએ ખુદે જાહેર કર્યું હતું કે સો રૂપિયાના ટૅક્સની સામે સરકાર પાસે એક રૂપિયો જ આવે છે ! કારણ? મેરા દેશ મહાન ! Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્કૂલોની બહાર, ગોઠવાઈ ગયા છે. નશાના સોદાગરો હિન્દુસ્તાન : તા. ૧૧/૬/૦૭ તમે કોઈ પણ વ્યક્તિનું રિવૉલ્વરથી ખૂન કરી નાખો, તમારી સામે કોર્ટમાં કેસ ચાલે, તમને એની સજા થાય પણ તમે કોકને ભોજનમાં એવું ઝેર આપી દો કે જે વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જઈને એને ધીમે ધીમે મારી નાખે, ન એની કોઈને ખબર પડે. ન એ વ્યક્તિ પકડાય. ન એને સજા થાય. સ્કૂલોમાં જઈ રહેલ ઊગતી યુવા પેઢીને આખીને આખી શરીરથી, મનથી અને જીવનથી ખતમ કરી નાખતી નશાની બધી જ ચીજો -તમાકુ-ગુટખા-સિગરેટ-દારૂ-ડ્રગ્સસ્કૂલોની બહાર ખુલ્લેઆમ વેચાય, પોલીસને એની જાણકારી હોય, પ્રજાજનોને એની જાણકારી હોય, પ્રિન્સિપાલ-શિક્ષકોને એની જાણકારી હોય, નગરપાલિકાના સભ્યોને એની જાણકારી હોય, અરે, શાસકો સુદ્ધાંને એની જાણકારી હોય અને છતાં નશાના એ સોદાગરોના માથાનો વાળ પણ વાંકો ન થાય અને તમે ૨૧ મી સદીની કરુણતા કહો કે આશ્ચર્ય કહો પણ કટુ સત્ય એ છે કે આવતી કાલનું ભારત કેવું હશે એની કલ્પના તમે આ વાસ્તવિકતા પરથી સારી રીતે કરી શકશો ! કોણ બચાવશે આ દેશને? Page #85 -------------------------------------------------------------------------- ________________ કઠોર શ્રમથી મક્ત બચપન દરેક બાળકનો અધિકાર છે નવભારત ટાઈમ્સ : તા. ૧૨/૬૦૦ બાળકોને મજબૂરીના કારણે મજૂરી કરવી પડે છે? કે પછી બાળકો શોખથી મજૂરી કરે છે ? બાળકો મજૂરી કરે છે એ કલંક છે? કે પછી બાળકોને મજૂરી કરવી જ પડે એવી પરિસ્થિતિનું થતું નિર્માણ એ કલંક છે? એક બાજુ મશીનોએ માણસોને નકામા બનાવી દીધા છે. બીજી બાજુ મૉલ સંસ્કૃતિએ નાના માણસોને બેકાર બનાવવાનું ચાલુ કર્યું છે. ત્રીજી બાજુ સરકાર જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓને રોજેરોજ મોંઘી અને વધુ મોંઘી બનાવી રહી છે. મહિને ત્રણ હજાર રૂપિયાના પગારદારને ય આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાના વિચારો જો આજે આવી રહ્યા છે તો ઝૂંપડામાં જીવતા, આજનું કમાઈને આજે ખાતા, આકાશને છત બનાવીને જીવન ગુજારો કરતા માણસો કઈ રીતે પોતાના પરિવારના સભ્યોને જીવાડી શકે એ શું વિકરાળ સમસ્યા નથી ? કઠોર શ્રમથી બચપનને મુક્ત પછી કરજો. બચપનને અપરાધના રસ્તે કદમ ન માંડવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ તો પહેલાં કરો! Page #86 -------------------------------------------------------------------------- ________________ જાહેરાતો પર પણ સેન્સરબોર્ડ હોવું જોઈએ નવભારત ટાઈમ્સ ઃ તા. ૧૨/૬/૦૭ ખૂબ સરસ આ સૂચન છે પણ એક સૂચન એમાં એ કરવાનું મન થાય છે કે ક્રિકેટના નિયમોની જેને જાણકારી હોય છે એને જ જો અમ્પાયર બનાવવામાં આવે છે, કુસ્તીના નિયમોની જેને સમજ હોય છે એને જ જો રેફરી બનાવવામાં આવે છે, કાયદાઓની જેને જાણકારી હોય છે એને જ જો ન્યાયાધીશ બનાવવામાં આવે છે તો શીલ-સદાચાર-સંસ્કારોના આ દેશના ભવ્ય વારસાની જેને જાણકારી હોય, પ્રલોભનો સામે ઝૂકી જતા મનની નબળી કડીની જેને સમજ હોય, વૈચારિક પ્રદૂષણની ખતરનાકતા સર્જવામાં ગલત વાતાવરણ કેટલું બધું મહત્ત્વનું પરિબળ બની શકે છે એની જેઓને સ્પષ્ટ સમજ હોય તેઓને જ આ સેન્સરબોર્ડમાં સ્થાન મળવું જોઈએ. બાકી, જમાનાના રંગે જેનાં મન રંગાયેલા છે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાનો કોઈને ય અધિકાર નથી એવી બોગસ દલીલ જેઓનાં મગજમાં સ્થિર થઈ ગઈ છે એવા જ લોકો જો સેન્સરબોર્ડમાં સ્થાન પામવાના હોય તો એ સેન્સરબોર્ડથી દેશને કોઈ જ લાભ થાય એવી શક્યતા નથી. LINUM Page #87 -------------------------------------------------------------------------- ________________ કૃષિક્ષેત્રનો મંદવિકાસ ચિંતાજનક છે - નાણાપ્રધાન ચિદંબરમ નઈ વિધાઃ તા. ૮/૬૦૦ બજારમાંથી પૈસાને તમે ગાયબ કરી દો અને પછી ફરિયાદ કરો કે “મંદી એ ચિંતાજનક છે” તો એ ફરિયાદ કેવી બેહૂદી લાગે? બગીચામાંથી તમે પાણીને જ ગાયબ કરી દો અને પછી ફરિયાદ કરો કે “સૂકો બગીચો એ ચિંતાજનક છે” એ ફરિયાદ કેવી લાગે? ચિંદબરમ્ સાહેબને એટલું જ પૂછવું છે કે કૃષિક્ષેત્રનો મુખ્ય આધાર જ પશુજગત છે. તમે એને ક્યાંય ટકવા દેવા માગો છો ખરા? જીવાડવા માગો છો ખરા? એની માવજત કરવા માગો છો ખરા? ના. તમે તો લાખો-કરોડોની સંખ્યામાં પશુઓ કપાતા રહે એ માટે આ દેશમાં હજારો-લાખોની સંખ્યામાં કતલખાનાંઓ ખોલી બેઠા છો એટલું જ નહીં માત્ર ૨000 કરોડ રૂપિયાના મામૂલી વિદેશી હૂંડિયામણની લાલચે દેશમાં દર વરસે સેંકડો કતલખાનાંઓ માંસ નિકાસ માટે નવા ખોલી રહ્યા છો અને એ પછી તમે આ ફરિયાદ કરો છો કે કૃષિક્ષેત્રનો મંદવિકાસ ચિંતાજનક છે !' માત્ર કૃષિક્ષેત્ર જ નહીં, આ દેશના સુખ-સમૃદ્ધિ-આબાદીના ક્ષેત્રનો પણ વિકાસ જો તમે ચાહો છો તો એનો એક જ વિકલ્પ છે, પશુ બચાવો. એ માટે તમે તૈયાર ખરા ? ૮૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ દુકાન ચલાવો, દેશને ભૂલી જાઓ હિન્દુસ્તાન : તા. ૧૩/૬/ap એક નાવડામાં બેસીને રાજનેતાઓ નદીની સહેલગાહે નીકળી પડ્યા હતા અને એમાં બન્યું એવું કે વાવાઝોડાનો ભયંકર પવન ફૂંકાયો. નાવડાને બચાવી લેવાના ખલાસીએ પુષ્કળ પ્રયાસો હું પણ એમાં એને સફળતા ન મળી. નાવડું ઊંધું થઈ ગયું. બધા જ રાજનેતાઓ ડૂબી ગયા. ખલાસી તરીને નદીના કિનારે આવી તો ગયો પણ કિનારે ઊભેલા જે એક માણસે નાવડાને ઊંધું વળી જતું જોયું હતું એણે ખલાસીને પૂછ્યું, ‘કોઈ બચ્યું ?’ કોણ ?” ‘દેશ બચી ગયો !’ ખલાસીએ જવાબ આપ્યો. હા, આ દેશમાં દરેક વેપારી દુકાન તો ચલાવે જ છે પણ એ પોતાના ઘરને, પોતાના પરિવારના સભ્યોને તો નથી જ ભૂલી જતો પરંતુ આ દેશના રાજનેતાઓ તો દેશને અને દેશના પ્રજાજનોને ભૂલી જઈને જ પોતાની દુકાન ચલાવી રહ્યા છે. કમાલની દુઃખદ કરુણતા તો એ છે કે પ્રજાજનોએ એમને દેશને સાચવવા જ ખુરશી પર બેસાડ્યા છે. પ્રજાજનોના યોગક્ષેમને અકબંધ રાખવા જ લાલ લાઇટવાળી ગાડીઓમાં એમને બેસવા દીધા છે. અને એ સ્થાનનો, એ વસ્તુનો ગેરલાભ ઉઠાવતા રહીને તેઓ પોતાનાં જ ખીસાં તરબતર કરી રહ્યા છે ! પ્રજાજનો આ કરિયાદ કરે કોની પારો ૮૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ કે ? ” દુનિયામાં હથિયારોના ઉત્પાદનમાં આવેલો ઉછાળો રાજસ્થાન પત્રિકા : તા. ૧૩/૬૦૦ છે આકાશમાં કબૂતરો ઘટતા જાય અને ગીધડાંઓ વધતા જાય, સાગરમાં કાચબાઓ ઘટતા જાય અને મગરો વધતા જાય, ધરતી પર હરણો ઘટતા જાય અને ચિત્તાઓ વધતા જાય. પ્રજાજનોમાં ગાંધીજી ઘટતા જાય અને હિટલરો વધતા જાય, ખેતરોમાં પાક ઘટતો જાય અને બાવળિયાઓ વધતા જાય, જબાન પર સ્તુતિઓ ઘટતી જાય અને ગાળો વધતી જાય, શરીરમાં લોહી ઘટતું જાય અને ચરબી વધતી જાય અને જે કરુણતા સર્જાય એના કરતાં અનેકગણી કરુણતા તો ત્યારે સર્જાય છે કે જ્યારે સમગ્ર જીવસૃષ્ટિને બચાવનારાં સાધનોમાં કડાકો બોલાતો જાય છે અને ખતમ કરી નાખનારાં હથિયારોમાં ગજબનાક ઉછાળો આવતો રહે છે. આ પૃથ્વી પર આવતી કાલે હથિયારોના સર્જકો પણ બચ્યા હશે કે કેમ, એમાં શંકા છે. થી ૮૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ એશિયામાં વધી રહેલ પ્રદૂષણ પ્રતિવર્ષ ૫,૩૭,૦૦૦ લોકોનાં મોતનું કારણ બની રહ્યું છે દૈનિક ભાસ્કર : તા. ૧૩/૬/૦૭ માંદાને સાતે કરવામાં હજી તમને કદાચ સફળતા મળે પરંતુ ગાંડને ડાહ્યો કરતાં તો નવનેજાં પાણી ઊતરી જાય. કારણ ? માંદો પોતાને માંદો માને છે અને એને સાજા થવું છે. પરંતુ ગાંડો તો પોતાને ડાહ્યો જ માનતો હોય છે. આ સ્થિતિમાં તમે ગાંડાને ડાહ્યો કરી જ શી રીતે શકો ? પૂછો આ દેશના શાસકોને, ઉદ્યોગપતિઓને અને ધનખ્યા લોભાંધોને. આ જગતમાં પ્રદૂષણ વધી રહ્યું છે કે પછી તમે બધાએ ભેગા મળીને પ્રદૂષણ વધાર્યું છે ? તમને સહુને સાચેસાચ પ્રદૂષણ ઘટાડવામાં રસ છે કે પછી પ્રદૂષણવૃદ્ધિને જ તમે જીવનમંત્ર બનાવી દીધો છે ? આ પ્રશ્ન એ સહુને આપણે એટલા માટે પૂછી રહ્યા છીએ કે એક્સપ્રેસ હાઈવે બનાવવા, પ્રદૂષણને નિયંત્રણમાં રાખી રહેલા લાખો-કરોડો વૃક્ષોને કાપી નાખવા તેઓ જ સંમતિ આપી રહ્યા છે ! છાણીયા ખાતરને બદલે ખેતીમાં રાસાયનિક ખાતરના બેફામ ઉપયોગ દ્વારા જમીનને તેઓ જ રસહીન અને કસહીન બનાવી રહ્યા છે ! ખેતરની જમીન પર ફેંક્ટરીઓ અને કારખાનાંઓ ઊભા કરતા રહીને તેઓ જ વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે ! કૂતરી જ પોતાનાં ગલૂડિયાંઓને મારી નાખતી હોય ત્યાં એ ગલુડિયાંઓને બચાવવા શી રીતે ? ८० Page #91 -------------------------------------------------------------------------- ________________ જીવનશૈલીથી જ કળિયુગ નક્કી થઈ ગયો છે નવભારત ટાઈમ્સ : તા. ૧૩/૬૦૦ મર્યાદા ગમતી નથી, સ્વચ્છંદતા પાર વિનાની ગમે છે. સાદગી ગમતી નથી, વિલાસિતા બેસુમાર ગમે છે. ક્ષમાં ગમતી નથી, આક્રમકતા પાર વિનાની ગમે છે. સરળતા ગમતી નથી, વક્રતા જીવનશૈલી બની ગઈ છે. શરમ પસંદ નથી, બેરશમી આચર્યા વિના ચેન પડતું નથી. પવિત્રતા ગમતી નથી, વાસનાની ગટરમાં આળોટતા રહેવાનું નહીં પણ પડ્યાં જ રહેવાનું મન થયા કરે છે. પ્રભુ “બોગસ’ લાગે છે, પૈસામાં જ પરમેશ્વરનાં દર્શન થાય છે. પરલોક “હંબગ’ લાગે છે, ‘આલોક મીઠા તો પરલોક કોણે દીઠા ?' એ સૂત્રના સહારે ‘ખાઓ, પીઓ અને મજા કરો’ આ સૂત્ર જ જીવનમાં અમલી બની રહ્યું છે. કળિયુગની આનાથી વધુ નક્કર સાબિતી બીજી કઈ હોઈ શકે ? પ્રશ્ન એ નથી કે ધરતી પર કળિયુગ છે કે સત્યુગ? સમસ્યા એ છે કે મારા સ્વભાવમાં અને મારા જીવનમાં કળિયુગ પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો છે. પ્રભુને તો હું માનતો નથી, મને બચાવશે કોણ? Page #92 -------------------------------------------------------------------------- ________________ ચાઈનીઝ ફૂડ હો યા ફાસ્ટ ફૂડ, બીમારીનું ઝડપી સરનામું મુંબઈ સમાચાર : તા. ૧૦/૫/૦૦ એક પેટી ઘરમાં એવી હોય છે કે જેમાં ઘરેણું મૂકવામાં આવે છે તો ઘરના ખૂણે એક પેટી એવી પણ હોય છે કે જેમાં ઘરનો કચરો નાખવામાં આવે છે. જે શરીરમાં પ્રભુની પધરામણી થઈ શકે તેમ છે એ શરીરમાં વાસી, સડેલાં, તામસી, પ્રકૃતિને પ્રતિકૂળ એવાં દ્રવ્યો પધરાવતા રહીને આજના ભોગલંપટ અને રસલંપટ માનવે એ શરીરને કચરાપેટી કરતાં ય વધુ ખરાબ અને ભયંકર બનાવી દીધું છે. કોણ સમજાવે આજના માનવને કે શરીર ભલે તારું છે પણ તારા એ શરીર પર અનેકનાં જીવન ટકી રહ્યા છે! તારા તંદુરસ્ત શરીરની તારાં મા-બાપને, તારી પત્નીને, તારાં બાળકોને તો જરૂર છે જ પરંતુ સમાજને, રાષ્ટ્રને યાવત્ જગતને પણ જરૂર છે. તું તારા શરીરને રોગોનું ઘર બનાવી દે એ શું ચાલે? તું અકાળે સ્મશાનની વાટ પકડી લે એ શું ચાલે? સદ્ગુણોના ઉપાર્જન દ્વારા તું તારા શરીરને ‘તિજોરી’ બનાવી શકે છે, રોગોને આમંત્રણ આપતાં દ્રવ્યો પેટમાં પધરાવતા રહીને તું તારા શરીરને ‘કચરાપેટી'માં રૂપાંતરિત કરી દે એ હરગિજ ન ચાલે !' Page #93 -------------------------------------------------------------------------- ________________ એવું મહાભારત જ્યાં કૃષ્ણ-પાંડવો નથી માત્ર અને માત્ર કૌરવો છે - સુદર્શન ઉપાધ્યાય ગુજરાત સમાચાર: તા. ૧/૫/૦૭ હા. વર્તમાન રાજકારણની આ સ્થિતિ છે. દુર્યોધન, શકુનિ, રાવણ, કંસ વગેરે તમામના પ્રતિનિધિઓ તમને રાજકારણમાં ખૂબ આસાનીથી જોવા મળી શકે તેમ છે. દુઃખદ કરુણતા તો એ છે કે અર્જુને પોતાનું કામ કરવા આજે દુર્યોધનના જ પગ પકડવા પડે છે. રામને કાર્યસિદ્ધિ માટે રાવણ પાસે જ કાકલૂદી કરવી પડે છે. હંસને જીવન ટકાવવા કાગડાને જ ચામર વીંઝવા પડે છે. કહેવું હોય તો એમ કહી શકાય કે ન ગમતું હોય તો ય તંદુરસ્તી ટકાવવા જેમ માણસે સંડાસ જવું જ પડે છે તેમ લાખ અનિચ્છા છતાં સજ્જનોએ અને સંતોએ પણ કંઈક સારાં કાર્યો કરવા, સારા આદર્શોની રક્ષા કરવા, મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા રાજકારણીઓ પાસે જવું જ પડે છે અને એમને મસ્કાબાજી કરવી જ પડે છે. સંડાસ ગયા બાદ પણ તંદુરસ્તી જો જળવાઈ રહેતી હોય તો જગ જીત્યા! રાજકારણીઓને સાચવી લીધા પછી ય જો કામ થઈ જતું હોય તો જગ જીત્યા ! | ૯૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પ્રજા સોંઘી કેરીનાં સપનાં જુએ છે અને આરબ ઈશેખો તથા અમેરિકનો ટેસથી મણમણ આફૂસ ચૂસે છે - ભાલચન્દ્ર જાની ગુજરાત સમાચાર: તા. ૨૯/૪/૦૦ ચિન્ટ્રએ પોતાના ઘરે આવેલ પિન્દુને એક શુભ સમાચાર આપ્યા, ‘આજે મારા ઘરે આવ્યા હતા એક રાજનેતા' કેમ?' ‘નાસ્તો કરવા પછી ?' ‘પછી શું? નાસ્તામાં મેં એમને ખબર ન પડે એ રીતે કૂતરાના બિસ્કિટ ખવડાવી દીધા.' ‘કૂતરાનાં બિસ્કિટ ?” હા” ‘પણ કારણ કાંઈ?” ‘કમ સે કમ એમનામાં કૂતરા જેવી વફદારી તો આવે !' ‘હા, આ દેશના પ્રજાજનો ભલે રિબાતા, તડપતા, ભૂખે મરતા, આપઘાત કરીને પરલોકમાં રવાના થઈ જતા; પરંતુ પરદેશીઓને તો આપણે જલસા કરાવતા જ રહેવું.” આ હલકટ મનોવૃત્તિ ધરાવીને ખુરશી પર ચોંટીને ગોઠવાઈ ગયા છે આ દેશના રાજનેતાઓ. સુપ્રિમે ખુદે સરકારને સૂચન કર્યું છે કે માંસ, શાકભાજી અને ફળ, આ ત્રણ ચીજોની પરદેશમાં હવે નિકાસ બંધ કરો. પણ માતાને મૂકીને માસીને ધાવવા નીકળેલા આ દેશના રાજનેતાઓના કાનમાં જ્યારે હડતાળ જ પડી ગઈ હોય અને એમનાં મનમાં જ્યારે પરદેશીઓને ભાડે જ અપાઈ ગયા હોય ત્યારે એમની પાસે સુપ્રિમના સૂચનના અમલની અપેક્ષા રાખવી વ્યર્થ જ છે ને? Page #95 -------------------------------------------------------------------------- ________________ રાજકારણી નિવૃત્ત થાય છે ખરા ? મુંબઈ સમાચાર : તા. ૧૫/પ/૦૦ વાંદરાને તમે પૂછો. તું કઈ ઉંમરે ગુલાંટ મારવાનું બંધ કરીશ? સિંહને તમે પૂછો. તું કઈ ઉંમરે શિકાર કરવાનું બંધ કરીશ? કૂતરાને તમે પૂછો. તું કઈ ઉંમરે ભસવાનું બંધ કરીશ? માછલીને તમે પૂછો, તું કઈ ઉંમરે પાણીમાં સરકવાનું બંધ કરીશ? જો આ તમામ પ્રશ્નોના કોઈ સંતોષજનક પ્રત્યુત્તર તમને મળે તો રાજકારણીઓની નિવૃત્તિની વય અંગે તમને કંઈક સંતોષજનક પ્રત્યુત્તર મળે આ જગતના તમામ લોકોએ આ વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે કે રાજકારણીઓની તમામ ખુશીનું કેન્દ્રસ્થાન એક માત્ર “ખુરશી' જ હોય છે. વાંદરાની પાસેથી તમે ગુલાટ લઈ લો અને પછી જુઓ વાંદરાનો ચહેરો. તમને ખ્યાલ આવી જશે કે એ ચહેરા પર કોઈ નૂર જ રહ્યું નથી. બસ, આ જ સ્થિતિ હોય છે રાજકારણીઓની. તેઓ તો એમ જ માનતા હોય છે કે ખુરશી દીવો, ખુરશી દેવતા, ખુરશી વિણ ઘોર અંધાર તે ખુરશી વિનાની જિંદગી, જીવતા મોત સમાન” તમે જીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. રાજકારણીઓ રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય ! Page #96 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન લોકસભાના ૨૫ ટકા સભ્યો સામે ફોજદારી કેસો વિચારાધીન છે. - મહેશ ઠાકર ગુજરાત સમાચાર : તા. ૩/૫/૦૦ ૦ પોતાના દવાખાને આવતા દર સો દર્દીઓમાંથી પચ્ચીસ દર્દીઓને સ્મશાનમાં મોકલી દેતા ડૉક્ટર પાસે દવા લેવા કયો દર્દી જવાનો? પોતાની પાસે આવતા દર સો અસીલોમાંથી પચ્ચીસ અસીલોને જેલના દરવાજા બતાડી દેતા વકીલને કયો અસીલ પોતાનો કેસ સોંપવાનો? સો રોટલીમાંથી પચ્ચીસ રોટલીને કાચી રાખનાર કયા રસોઇયાને કોઈ માણસ પોતાને ત્યાંના પ્રસંગમાં રસોઈ કરવા બોલાવવાનો? લોકસભામાં જેઓ પણ અત્યારે ગાદી પર બિરાજમાન છે અને આ દેશના પ્રજાજનોના સુખની અને સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે એમાંના ૨૫ ટકા સભ્યો એવા છે કે જેઓ તિહાડ જેલના મહેમાન બનવાની તમામ પ્રકારની યોગ્યતા [2] ધરાવી રહ્યા છે અને છતાં આ દેશના ઉદારદિલ [2]. મતદાતાઓએ એમને ખોબલે ખોબલે મત આપવાનું ગજબનાક પુણ્યકાર્ય [?] કર્યું છે ! એ તમામ સભ્યોનું એટલું જ કહેવું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી જેલમાં જઈ આવ્યા છતાં ય જો રાષ્ટ્રપિતા બની શક્યા છે તો અમે તો હજી જેલમાં ગયા પણ નથી, શા માટે અમે લોકસભાને શોભાવી ન શકીએ? બાપુ! છે તમારી પાસે આ દલીલનો કોઈ જવાબ? Page #97 -------------------------------------------------------------------------- ________________ વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા તૈયાર - અનમંત્રી સુબોધકાંત સહાય દૈનિક ભાસ્કર : તા. ૧૪/૬૦૦ જમીન અમારા દેશની, કુદરતી સંપત્તિ અમારા દેશની, શ્રમ અમારા દેશના પ્રજાજનોનો, આગતા-સ્વાગતા અમારા દેશની, અને ધંધામાં નફો જેટલો પણ થાય એ બધો જ તમારો. આવી ઉદારતા અને મહેમાનગતિ જ્યાં જોવા અને માણવા મળતી હોય ત્યાં વિદેશી કંપનીઓનાં ધાડેધાડાં ઊતરી પડવા તૈયાર ન થાય તો જ આશ્ચર્ય ! કમાલનું આશ્ચર્ય તો એ છે કે ઘરમાં ચોરી કરવા આવી જતા ચોરને તો આ દેશના લોકો પડકારે છે જ્યારે આખા દેશને લૂંટી જવાનો જ મનસૂબો ધરાવતી વિદેશી કંપનીઓનું તો આ દેશના રાજકારણીઓ લાલજાજમ પાથરીને સ્વાગત કરી રહ્યા છે એટલું જ નહીં, એમના દેશમાં જઈને હાથ જોડીને વિનંતિ કરી રહ્યા છે કે તમે અમને લૂંટવા અમારા દેશમાં આવો. અમે તમારી બને એટલી તમામ પ્રકારની આગતા-સ્વાગતા તો કરશું જ પરંતુ આવી ભવ્ય લૂંટ કરવા બદલ વારે-તહેવારે અમારા પ્રજાજનો સમક્ષ પણ અમે તમારાં સત્કાર-સન્માન કરતા રહેશું. Page #98 -------------------------------------------------------------------------- ________________ =' રોટલીનું ઠેકાણું નથી જિંદગી વિતાવવી કેવી રીતે ? દૈનિક ભાસ્કર : તા. ૧૩/૬૦૦ છે . હા, આ દેશના ગામડે ગામડે અત્યારે આ અવાજ ઊઠી રહ્યો છે. 'सुजलाम् सुफलाम्, शस्यश्यामलाम्' એક દિવસ આ દેશની ધરતીની આ ઓળખને આજના રાજકારણીઓએ મશ્કરીનો અને કાં તો કિંવદંતીનો વિષય બનાવી દીધો છે. જીવવા માટેની જરૂરી બધી જ ચીજો મોઘી અને જીવવા માટે સર્વથા બિનજરૂરી બધી જ ચીજો સસ્તી, એ આ દેશને રાજકારણીઓ તરફથી વર્તમાનમાં મળેલ સૌથી મોટી ભેટ છે. લોકસભા, રાજસભા અને વિધાનસભામાં બેઠા બેઠા જેઓ પણ આ દેશને ચલાવી રહ્યા છે એ તમામને સત્તા પર હોય ત્યાં સુધીમાં તમામ વરસોમાં અઠવાડિયે એક દિવસ ફરજિયાત ગામડાના એકાદ ઝૂંપડામાં રહેવા મોકલી દેવા જોઈએ અને મજૂરી કરીને જે કમાણી કરે એમાંથી જ એ દિવસ પસાર કરવાનું કહેવું જોઈએ. ગરીબી, મોંઘવારી, બેકારી વગેરે શબ્દો એમણે આજસુધીમાં ભલે શબ્દકોશમાંજ વાંચ્યા હશે. ઝૂંપડાનો એક દિવસનો અનુભવ એમને ઘણું બધું સમજાવી દેશે. ૯૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ દર્શકોને દ્વિઅર્થી સંવાદો વધુ પસંદ આવે છે રાજસ્થાન પત્રિકા : તા. ૧૩/૬/૦૭ ‘તારે ક્રિકેટ રમવું છે ? કે પછી ભણવા બેસવું છે ?’ પસંદગીનો નિર્ણય કરવાની તક તમે બાબાને આપો અને તમે શું એમ માનો છો કે બાબો ‘ભાવા બેસવા' પર પોતાની પસંદગી ઉતારશે ? ‘આગને સમર્પિત બનીને તારે ઉપર જવું છે ? કે પછી ઢાળ આગળ ગોઠવાઈ જઈને તારે નીચે ઊતરી જવું છે ?' તમે પાણીને આ પ્રશ્ન પૂછો અને તમે શું એમ માનો છો કે પાણી, આગને સમર્પિત થઈ જવા પર પોતાની પસંદગી તારકો રસલપર, ભોગલંપટ અને વાસનાલંપટ દર્શકોને તમે એમ પૂછો કે તમારે મીરાનાં ભજનો સાંભળવા છે ? કે માઇક્લ જેક્સનનું પોપસંગીત તમે શું એમ માનો છો કે દર્શકો મીરાનાં ભજનો પર પોતાની પસંદગી ઉતારશે ? રામ રામ કરો રામ રામ ! સારી વાત તો એ છે કે જેઓ પાસે પુખ્તતા છે પણ પરિપક્વતા નથી એમને સારાં-નરસાં વચ્ચે પસંદગી કરવાનો અધિકાર આપો જ નહીં. એમને સીધું સારું જ આપી દો. એમને કદાચ ન ગમતું હોય તો ય ! કારણ કે એમનું હિત એમાં જ છે. જ ૯૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉદારીકરણનું ઈનામ : બાળમજૂરોની સંખ્યામાં 10 ટકાનો વધારો દૈનિક ભાસ્કર: તા. 13/6/07 ટ્રેક્ટર આવે, બળદો નકામા થઈ જાય. રિક્ષા આવે, ઘોડાગાડી નકામી થઈ જાય, ઘોડા નકામા થઈ જાય. મશીનો આવે, માણસો નકામા થઈ જાય. નકામાં થઈ ગયેલા માણસો કરે શું? કાં તો અપરાધોના જગતમાં દાખલ થઈ જાય અને કાં તો પેટ ભરવા માટે, પરિવારને પોષવા માટે પરિવારના નાના-મોટા તમામ સભ્યોને કોક ને કોક કામે લગાડી દે. ઉદારીકરણે આ જ તો કર્યું છે. એક બાજુ અપરાધીઓ વધારી દીધા છે તો બીજી બાજુ બાળમજૂરો વધારી દીધા છે. જેઓ પણ ઉદારીકરણની ભરપેટ તરફેણ કરી રહ્યા છે એ સહુને મારે એટલું જ કહેવું છે કે આજે બાળમજૂરોની સંખ્યામાં ઉદારીકરણના કારણે 10 ટકાનો ઉછાળો આવ્યો છે. આવતી કાલે બાળ અપરાધીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો જોવા તમો સહુ તૈયાર જ રહેજો કારણ કે નવરો બેઠેલો વાંદરો કંઈક ને કંઈક ઉપદ્રવ જો કરતો જ રહે છે તો નવરો બેઠેલો માણસ શાંત બેસી રહેશે કે માળા ગણતો રહેશે એવું જો તમે માનતા હો તો મૂર્ખાઓના જગતમાં વસો છો. 100