________________
હી
દિલ દુઃખ મને એ વાતનું છે કે આ દેશના લોકોએ રિચાર્ડ ગેર સાથે દુર્વ્યવહાર કર્યો
-શિલ્પા શેટ્ટી પત્રિકા : તા. ૩૧/૫/૦૦
થી
શિલ્પાબહેન, તમારી વાત સાચી છે. જે માણસે જાહેરમાં તમારી સાથે-આજ સુધીમાં કોઈએ પણ ન કર્યો હોય એવો સુંદર [2] વ્યવહાર કરીને તમને જગપ્રસિદ્ધ કરી દીધા એ માણસને આવા સુંદર [7] વ્યવહાર બદલ આ દેશના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લેવો જોઈતો હતો એમ જ તમારું કહેવું છે ને? એને લીંબુનું સરબત અથવા તો વિદેશી દારૂ પીવડાવી દઈને તરબતર કરી દેવો જોઈતો હતો એમ જ તમારું કહેવું છે ને? આવી અદ્ભુત હિંમત કરવા બદલ રાષ્ટ્રપતિએ એને સુવર્ણ ચન્દ્રકથી નવાજી દેવા જેવો હતો એમ જ તમારું કહેવું છે ને? તમારી લાગણી અમે સમજી શકીએ છીએ. જો રિચાર્ડ ગેરનું આ રીતનું સન્માન થયું હોત તો એને પગલે પગલે આ દેશના અન્ય લોકો પણ ચાલવાની હિંમત કરત અને આ દેશમાં તમે જ્યાં ક્યાંય પણ જાત ત્યાં ત્યાં તમારી સાથે એ લોકો રિચાર્ડ ગેર જેવો જ વ્યવહાર કરત ! સાચે જ આ દેશના લોકો તમારા દિલને સમજી શક્યા નહીં. એમને એમ કે તમે રિચાર્ડ ગેરના એક જ વખતના વ્યવહારથી સંતુષ્ટ થઈ ગયા હશો. એમને શું ખબર કે તમે આ દેશના પ્રત્યેક માણસને રિચાર્ડ ગેર જેવો જ લાભ [9] આપવા તૈયાર હતા?
૩૭