________________
ભારતમાં તમાકુસેવનથી દર વરસે ૧૦ લાખનાં મોત
હિન્દુસ્તાનઃ તા. ૧/૬/૦૦
કમાલનું આશ્ચર્ય છે ને? ખૂનને અટકાવવા આ દેશના શાસકો પાસે આખું ન્યાયતંત્ર પણ હાજર છે અને પોલીસતંત્ર પણ હાજર છે; પરંતુ અકુદરતી મોતને અટકાવવા શાસકો કશું જ કરવા તૈયાર નથી. તમ્બાકુની બનાવટ પર શાસકો ‘તંદુરસ્તી માટે હાનિકારક' એટલું જ એના નિર્માતાઓ પાસે ફરજિયાત લખાવી શકે છે તો એ જ શાસકો તમ્બાકુની બનાવટ પર સર્વથા પ્રતિબંધ કેમ મુકાવી શકતા નથી? થોડાંક વરસો પહેલાં કચ્છમાં આવેલ ભૂકંપમાં વધુમાં વધુ કદાચ એકાદ લાખ માણસ મર્યા હશે અને છતાં મરણના એ આંકડા પ્રત્યે લોકોની સહાનુભૂતિ ગજબની હતી, બચી ગયેલા લોકો પ્રત્યે વહેલો મદદનો પ્રવાહ પણ ગજબનાક હતો
જ્યારે તમ્બાકુ દર વરસે દસ લાખને સ્મશાનમાં સુવડાવી રહ્યું છે છતાં નથી એમના પ્રત્યે કોઈની સહાનુભૂતિ કે નથી તો ઊજડી જતા એમના પરિવાર તરફ નજર નાખવાની પણ કોઈની ય તૈયારી ! ભૂકંપ કુદરતી આફત છે છતાં એને અટકાવવા સરકાર કરોડો રૂપિયા ખરચવા તૈયાર છે. તમ્બાકુદાસોનું સર્જન એ માનવસર્જિત આફત છે અને છતાં સરકાર એના પ્રત્યે સર્વથા ઉદાસીન છે. છે ને કરુણતા !
૩૮