________________
બતાવવા લાયક નથી વધી પ્રત્યેક વ્યક્તિની આવક
દૈનિક ભાસ્કર: તા. ૧૬/૦૭
ઑપરેશન થિયેટરમાંથી બહાર આવેલ ડૉક્ટરને દર્દીના સંબંધીઓએ પૂછ્યું
ઑપરેશન કેવું રહ્યું ?' ‘ઑપરેશન સફળ પણ દર્દી પરલોકમાં” ડૉક્ટરે હસતા હસતા જવાબ આપ્યો. હા. આ જ સ્થિતિ સર્જાઈ છે અત્યારે આ દેશની. નાણાપ્રધાન એમ કહે છે કે ક્યારેય નહોતો સાધ્યો એવો વિકાસનો દર આ દેશે અત્યારે સાધ્યો છે. સાયકલ રિક્ષા ચલાવનાર આ દેશના ગરીબ માણસને પૂછો કે તારી આર્થિક હાલત અત્યારે કેવી? ‘બે ટાઇમ ખાવાના ય મારે વાંધા છે’ આ એનો જવાબ હશે. શું કરશો આ વિસંવાદનું? કાગળ પર આ દેશ દુનિયામાં નંબર એક પર અને આ દેશના ગરીબ પ્રજાજનના ઘરની હાલત અત્યંત કફોડી અને ભારે દયનીય ! એક જ વિકલ્પ છે. આ દેશના તમામ શાસકોને માટે દર અઠવાડિયે એક દિવસ ફરજિયાત ઝૂંપડામાં રહેવાનો કાયદો બનાવી દેવો. વિકાસનો દર અને જીવન જીવવાની વ્યવસ્થા એ બે વચ્ચેની ભેદરેખા એમને બરાબર સમજાઈ જશે !