________________
એકવીસમી સદીમાં ભારત મહાસત્તા બની જશે.
- સ્પીકર : સોમનાથ ચેટરજી દિવ્ય ભાસ્કર : તા. ૪/૪/૦૭
મોબાઇલ સસ્તા, શાકભાજી મોંઘા. દારૂ સસ્તો, દૂધ મોંઘુ. ફ્રિજ મફતના ભાવમાં, પાણી દુર્લભ. બંધ કપડાંવાળી માતાઓ દુર્લભ, ખુલ્લાં કપડાંવાળી યુવતીઓ ઠેર ઠેર. મર્યાદાપાલન મશ્કરીને પાત્ર, સ્વછંદતાની બોલબાલા. સાત્ત્વિક સાહિત્યનાં દર્શન મુશ્કેલ, બીભત્સ સાહિત્ય ગલીએ ગલીએ અને ચૌટે ચૌટે. ખેતરોના દર્શન દુર્લભ, ફૅક્ટરીઓ અને કારખાનાઓ ઠેર ઠેર. પશુઓની હાજરી ગાયબ, કતલખાનાંઓની વણઝાર. સંયુક્ત પરિવારોમાં કડાકો, વગર લગ્ને સાથે રહેનારાં [ક] જોડાંઓમાં વધારો. શિક્ષણમાંથી સંસ્કાર ગાયબ.
સ્કૂલોમાંથી બહાર પડનાર વ્યભિચારીઓની વણઝાર. સજ્જનો તિરસ્કરણીય, દુર્જનો અભિનંદનપાત્ર. મૂલ્યોને જીવવું ભારે, કાવાદાવા અને પ્રપંચલીલાના ભવ્ય વરઘોડાઓ, સંત સંસ્થા ખતરામાં, શેતાન સંસ્થાઓના સન્માન ઉપર સન્માન. કદાચ આ દેશ ‘મહાસત્તા બની જશે તો એ વખતનું દેશનું આ ભવ્ય [3] ચિત્ર નિહાળવાનું સદ્ભાગ્ય [3] સહુને મળીને જ રહેશે એમ અત્યારે તો લાગે છે.