________________
કલંકિત પ્રઘાનોએ રાજીનામું આપવાની કોઈ પ્રથા નથી
- સુપ્રીમમાં સરકાર
ગુજરાત સમાચાર : તા. ૪/૪/૦૭
સ્ટીઅરિંગ વ્હીલ પર
દારૂડિયો બેસી ગયો હોય તો
એના પર કોર્ટમાં કેસ ચાલી શકે.
જમાઈ વ્યભિચારી હોવાની સસરાને જાણ થઈ જાય
તો એના ઘરેથી પોતાની દીકરીને
બાપ પોતાને ઘરે લઈ આવી શકે.
કૅપ્ટન લાખોની લાંચ ખાઈને મૅચ 'ફિક્સ' કરી દેતો હોય
તો એની ટીમમાંથી હકાલપટ્ટી કરી દેવામાં
કોઈ જ રોકી ન શકે.
બેંકનો મૅનેજર કૌભાંડમાં સંડોવાયેલો હોય તો એની
મૅનેજર પદેથી તુર્ત જ હકાલપટ્ટી કરી દેવામાં આવે. કોક સંત કાંકિત ભૂતકાળ ધરાવતો હોય તો સમાજ એના પર પગલાં લઈ શકે
અને
દેશના સમસ્ત પ્રજાજનોનાં
સુખ અને તિની જવાબદારી જેમના શિરે છે.
દેશના બંધારણને વફાદાર રહેવાના જેમણે સોગંદ લીઘા છે
એવા પ્રધાનો પોતાના કાર્યકાળ દરમિયાન
ગમે તેવી બદમાસી કરે,
ગુંડાગીરી કરે કે વ્યભિચાર લીલાઓ આદરે,
એમને એ પદ પર ચીટકી રહેવાની છૂટ. ન પ્રજા એમને ખુરસી પરથી ઉઠાડી શકે અને ન તેઓએ ખુરશી
પરથી ઊતરી જવું પડે. કારણ ? મેરા ભારત મહાન !