________________
C. [
ધાર્મિક ટ્રસ્ટો હસ્તગત કરવાના સરકારના કાયદાનો સખત વિરોધ
મુંબઈ સમાચાર : તા. ૬/૬/૦૭
સિંહ ગાય, ભેંસ, બકરી કે શિયાળને ફાડી ખાય છે જરૂર પણ પોતાનું પેટ ભરાઈ ગયા બાદ એ તમામનાં મૃત શરીરો એમ ને એમ રહેવા દઈને પોતાના સ્થાન પર જવા ચાલી નીકળે છે, પણ પેલી જળો? જેને પણ એ વળગે છે એના શરીરના લોહીનું પ્રત્યેક બુંદ
જ્યાં સુધી એ ચૂસી લેતી નથી, ત્યાં સુધી એને એ છોડતી નથી. પૂછો આ દેશના શાસકોને. તમે કોને છોડ્યા છે? વેપારીઓને ? નોકરિયાતોને ? ઉદ્યોગપતિઓને? રિક્ષા ચાલકોને ? શાકવાળાઓને ? પાંજરાપોળોને? ગોશાળાઓને? વૃદ્ધાશ્રમોને ? એટલાથી તમે હજી ધરાયા નહીં અને હવે તમે ધર્માદા ટ્રસ્ટોને તમારી નજરમાં લેવાની કારવાહી શરૂ કરી દીધી ? અમે તમને એક વિનંતિ કરવા માગીએ છીએ. તમે સર્વથા નિરુપદ્રવી એવી ગાયનું પ્રતિનિધિત્વ ન ધરાવી શકો તો ય કમ સે કમ જળોનું પ્રતિનિધિત્વ ધરાવવામાંથી તો જાતને બહાર કાઢી લો! અમે તમને “સિંહ” નું ગૌરવ આપવા તૈયાર છીએ.
૫૮