________________
પર્યાવરણના સંકલન માટે વિકાસની આંધળી દોડ છોડવી પડશે
હિન્દુસ્તાન : તા. ૬/૬/૦૭
એક નગ્ન વાસ્તવિકતાનો ખ્યાલ છે? પર્યાવરણનું સંતુલન ખોરવી નાખવામાં સૌથી મોટો કોઈનો ય ફાળો હોય તો એ છે વૈચારિક પ્રદૂષણનો!
જ્યાં મનનો કબજો લોભાંધતાએ લઈ લીધો છે, ઈર્ષ્યાએ જ્યાં મનને છેલ્લી હદે કલુષિત કરી નાખ્યું છે, પ્રતિસ્પર્ધાના પાગલપને જ્યાં હૃદયની સંવેદનશીલતાની સ્મશાનયાત્રા કાઢી નાખી છે ત્યાં વિકાસની આંધળી દોટ ધીમી થાય કે સ્થગિત થાય એવી કોઈ જ શક્યતા નથી. પર્યાવરણના સંતુલનને જાળવવાની જો ખરેખર ઇચ્છા છે તો એક જ કામ કરવા જેવું છે. વિચારોની નિર્મળતા, વિચારોની પરિપક્વતા, વિચારોની શુદ્ધિ, આ બધું લોકમાનસમાં સ્થિર થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. અને સૌથી દુઃખદ કરુણતા એ છે કે સ્કૂલ કે કૉલેજ, સંસ્થા કે સંગઠનો, ક્યાંય વિચારોની નિર્મળતા, પરિપક્વતા કે શુદ્ધિ માટેની વાત જ નથી, વાતાવરણ જ નથી. આ સ્થિતિમાં વિકાસની આંધળી દોટ સ્થગિત થઈ જાય? રામ રામ કરો, રામ રામ !
પ૭