________________
જાહેરાતો પર પણ સેન્સરબોર્ડ હોવું જોઈએ
નવભારત ટાઈમ્સ ઃ તા. ૧૨/૬/૦૭
ખૂબ સરસ આ સૂચન છે પણ એક સૂચન એમાં એ કરવાનું મન થાય છે કે ક્રિકેટના નિયમોની જેને જાણકારી હોય છે એને જ જો અમ્પાયર બનાવવામાં આવે છે, કુસ્તીના નિયમોની જેને સમજ હોય છે એને જ જો રેફરી બનાવવામાં આવે છે, કાયદાઓની જેને જાણકારી હોય છે એને જ જો ન્યાયાધીશ બનાવવામાં આવે છે તો શીલ-સદાચાર-સંસ્કારોના આ દેશના ભવ્ય વારસાની જેને જાણકારી હોય, પ્રલોભનો સામે ઝૂકી જતા મનની નબળી કડીની જેને સમજ હોય, વૈચારિક પ્રદૂષણની ખતરનાકતા સર્જવામાં ગલત વાતાવરણ કેટલું બધું મહત્ત્વનું પરિબળ બની શકે છે એની જેઓને સ્પષ્ટ સમજ હોય તેઓને જ આ સેન્સરબોર્ડમાં સ્થાન મળવું જોઈએ. બાકી, જમાનાના રંગે જેનાં મન રંગાયેલા છે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાનો કોઈને ય અધિકાર નથી એવી બોગસ દલીલ જેઓનાં મગજમાં સ્થિર થઈ ગઈ છે એવા જ લોકો જો સેન્સરબોર્ડમાં સ્થાન પામવાના હોય તો એ સેન્સરબોર્ડથી દેશને કોઈ જ લાભ થાય એવી શક્યતા નથી.
LINUM