________________
ભષ્ટાચાર છે ત્યાં સુધી ભારતનિર્માણ મુશ્કેલ
- પ્રધાનમંત્રી હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૦
છે
પ્રધાનમંત્રીને એટલું જ પૂછવું છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે ક્યાં? ઝૂંપડામાં કે બંગલામાં? નિરક્ષરોમાં કે સાક્ષરોમાં ? શ્રમજીવીઓમાં કે શ્રીમંતોમાં? આમ આદમીમાં કે ઑફિસરોમાં? પ્રજાજનોમાં કે શાસકોમાં? દુઃખ સાથે કહેવું પડે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી નીચે તરફ વહી રહી છે. કરુણ દશા તો એ સર્જાઈ છે કે સરકારે કાયદાઓના અને કરવેરાઓના એવાં જાલિમ જંગલો ઊભા કરી દીધા છે કે એક જમાનામાં “શોખ'ની જગાએ રહેલ ભ્રષ્ટાચાર આજે ‘જરૂરિયાતની જગાએ આવી ગયો છે. પ્રધાનમંત્રીજી ! પ્રજાજનો ઇચ્છે છે કે સૌપ્રથમ તમારી સરકારમાં રહેલ ભ્રષ્ટાચારી પ્રધાનોને તમે પાણીચું પકડાવીને ઘરે બેસાડી દો. મંત્રિત રાઈના દાણા કોકના પર નાખવાથી ભૂત ભાગી જાય પણ રાઈના દાણામાં જ જો ભૂત ભરાઈ ગયું હોય તો? પ્રધાનમંત્રીજી ! હું શું કહેવા માગું છું એ તમે સમજી જ ગયા હશો.