________________
મોબાઈલ પર લો હવે ટી.વી. ની મજા
દૈનિક ભાસકર : તા. ૨૪/૫/૦૭
વિલાસની અનુકૂળતાઓ કરી આપતું, વ્યભિચારની વ્યવસ્થા કરી આપતું અને હૃદયમાં વિકૃતિઓની આગ પ્રજ્વલિત કરી દેતું કોઈ એક રાક્ષસી સાધન આજે યુવાપેઢીના હાથમાં આવી ગયું હોય તો એ સાધનનું નામ છે, “મોબાઇલ’ એમાં શું નથી આવતું? એ પ્રશ્ન છે. વિકૃત SMS પણ એમાં આવે છે તો
બ્લ્યુ ફિલ્મો પણ એમાં આવે છે. રસ્તે જતી યુવતીઓના ફોટા પણ તમે એમાં ઝીલી શકો છો તો તમારા ખુદના પિતાજીને ય તમે “મામા’ બનાવીને ગંદું જે પણ જોવા માગો એ બધું ય તમે એમાં જોઈ શકો છો. આટલું હજી ઓછું હતું ત્યાં હવે મોબાઇલમાં ટી.વી.’ આવી રહ્યું છે. એક તો વાંદરો અને એમાં એને આપી દેવામાં આવ્યો દારૂ. ઉધામા કરવામાં એ બાકી શું રાખવાનો? એક તો યુવાની. બીજી બાજુ વાતાવરણ વિલાસી. ત્રીજી બાજુ મોબાઇલની એના હાથમાં હાજરી અને હવે એમાં ગોઠવાઈ જવાનું ટી.વી. ! યુવાન ! તને પશુતાની ગર્તામાં ધકેલાઈ જતાં હવે માત્ર સમયનો જ પ્રશ્ન રહેવાનો છે.