________________
જાતીયતા વિષયનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાથી શ્રી ભારતીય સંસ્કૃતિ રસાતળ નહીં જાય પણ તેના વિશેનું અજ્ઞાન આપણી પેઢીને ડુબાડી શકે છે.
ગુજરાત સમાચાર: તા. ૭/૪/૦૦ કી
બ્રિટનમાં બાળકોને જાતીયતાનું જ્ઞાન આપવાનું શરૂ થયું અને એ વિષયમાં જ્ઞાની બની ચૂકેલ યુવાપેઢીએ બ્રિટનની સરકારને દરેક સ્કૂલમાં ગર્ભપાત કેન્દ્ર ખોલવા મજબૂર કરી દીધી અને દર વરસે ૧૫ વરસની નીચેની વયની ૧૦,૦૦૦ યુવતીઓ સ્કૂલમાં જ ગર્ભપાત કરાવી રહી છે એની તમને જાણ ખરી ? ન્યુઝીલેન્ડમાં સ્કૂલના બાળકોને જાતીયતાનું શિક્ષણ આપી રહેલ લગભગ ૧૫૦ જેટલી શિક્ષિકાઓ પોતાની જ સ્કૂલના ૧૫/૧૬ વરસની વયના પાપ છોકરાઓ સાથે વ્યભિચાર આચરવા બદલ આજે જેલમાં બંધ છે એની તમને જાણ ખરી ? અમેરિકામાં ચાલુ વર્ગમાં માત્ર પંદર મિનિટ માટે વર્ગખંડ છોડીને શિક્ષક બહાર ગયા ત્યારે એ સમય દરમિયાન બે છોકરાઓએ ક્લાસના તમામ છોકરાઓનાં દેખતાં બે છોકરીઓ સાથે વ્યભિચાર આદર્યો એની તમને જાણ ખરી ? જો ના, તો હું ઇચ્છું છું એ જાણકારી તમે પહેલાં મેળવી લો અને પછી આવાં નિવેદનો બહાર પાડો. તમને ખ્યાલ ન હોય તો એટલું ખાસ જણાવું છું કે આ દેશે કુંભકર્ણની નિદ્રા કરતાં રાવણની જાગૃતિને વધારે વખોડી છે. આજની યુવાપેઢી જાતીયતાનું જ્ઞાન લઈને જો રાવણ જ બનવાની હોય તો વધુ સારું એ છે કે એમને અજ્ઞાની રહેવા દઈને કુંભકર્ણ જ રહેવા દો.
૧૭.