________________
સ્કૂલોને વિધામંદિર જ રહેવા દો, સેક્સમંદિર ન બનાવો.
- રામદેવબાબા
દૈનિક ભાસ્કર : તા. ૭/૪/૦૭
વાસનાલંપટ વ્યભિચારી અને
વિકૃત બુદ્ધિવાળા બુદ્ધિજીવીઓએ નક્કી કરી દીધું છે કે અમે કોઈ પણ વયને પવિત્ર રહેવા દેવાના જ નથી. અને કોઈ પણ સ્થાને પવિત્ર રહેવા દેવાના જ નથી. બાબાની વય ભલે ને માત્ર પાંચ જ વરસની છે. આગળ જતાં વાસનાના વિષય પર એ PH.D. થઈ શકે એ માટે અમે એને
નર્સરીમાં હોય ત્યારથી જ વાસના અંગેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણકારી આપી દેવાના છીએ અને એ ય નગ્ન ચિત્રો સહિતની. રામદેવબાબાની વેદના સાથી છે. એમનો વલોપાત સાચો છે.
સ્કૂલોને તો આપણે ત્યાં વિદ્યામંદિરનું અને સરસ્વતી મંદિરનું ગૌરવ આપવામાં આવ્યું છે. ત્યાં જ જો વાસનાની જાણકારી આપવામાં
આવશે. તો પછી એ વિદ્યામંદિરને સેક્સમંદિર બની જતાં વાર કેટલી લાગશે ? પણ, રામદેવબાબા !
એક વાત કરું તમને ?
દુનિયાને આ દેશે ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તો ઘણા આપ્યા છે. પણ આ દેશના શાસકો ઇચ્છે છે કે હવે આપણે દુનિયાને વધુ ને વધુ સંખ્યામાં સેક્સોલોજિસ્ટો આપીએ. એ માટે સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન આપવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે ?
૧૮