________________
આજે માતાઓ ઘટતી જાય છે
છે
- કાંતિ ભટ્ટ
દિવ્ય ભાસ્કર ઃ તા. ૪/૪/૦૭
વેપારીઓને તમે ઘરના રસોડામાં ગોઠવી દો અને
પછી એમ જાહેર કરો કે
બજારમાં વેપારીઓ ધટતા જાય છે તો
એમાં જેમ કોઈને ય આશ્ચર્ય ન થાય
તેમ માતાઓને બાળકોથી દૂર કરીને
તમે બજારમાં લઈ આવો.
અને પછી એમ જાહેર કરો કે
આજે માતાઓ ઘટતી જાય છે, તો એમાં થ કોઈને ય આશ્ચર્ય થતું નથી. બજારમાં વ્યસ્ત થઈ ગયેલ માતાઓ પાસે બાળકોનું સંસ્કરણ કરવાનો સમય જ ક્યાં છે ? આત્મીયતાના નાતે પરિવારને લાગણીના નાંનો બાંધી રાખવાની એને ફુરસદ જ ક્યાં છે ? હૈયાનાં હેત રસોઈમાં ઠાલવી દેવાની એમની પાસે નવરાશ જ ક્યાં છે ? થોડાક કઠોર શબ્દોમાં કહું તો
જ
એક કૂતરી પણ પોતાનાં ગલૂડિયાંઓ જ્યાં સુધી સક્ષમ નથી બની જતા ત્યાં સુધી એમની સાથે જ રહે છે. આજની માનવ માતાઓ તો એ જવાબદારીમાંથી ય છટકી ગઈ છે. બાબાને સ્તનપાન કરાવવાની ઝંઝટ [] પણ
એ સ્વીકારવા તૈયાર નથી.
રે મમ્મી ! તું કૂતરીથી ય ગઈ ?
૧૯