________________
" ભારતના બધા જ રાજકીય પક્ષો મિમિક્રી કરી રહ્યા છે છે
- બ્રિટન અધ્યાપક : જેરેમી સિબુક નવભારત ટાઈમ્સ : તા. ૨૬/૫/૦૭
સરકસના બધા જ જોકરો મિમિક્રી કરી રહ્યા છે એવું કોઈ કહે અને આપણને એમાં આશ્ચર્ય થાય તો આ વાક્ય વાંચીને આપણને આશ્ચર્ય થાય કે ભારતના બધા જ રાજકીય પક્ષો મિમિક્રી કરી રહ્યા છે. બાકી, ખરું પૂછો તો અહીં એવા રાજકીય પક્ષો છે જ ક્યાં કે જેમને દેશના પ્રજાજનોનાં સુખની અને હિતની જ પડી છે? એ સહુને તો પડી છે, સત્તાની. જે પણ રસ્તે સત્તા મળતી હોય એ તમામ રસ્તાઓ અપનાવવાની તેઓની તૈયારી છે.
એ રસ્તામાં ખૂનના રસ્તાઓ પણ છે, વિદેશથી આવતા અઢળક પૈસાના રસ્તાઓ પણ છે, ગુંડાગીર્દીના રસ્તાઓ પણ છે અને ચૂંટણીના રસ્તાઓ પણ છે. વાંચી હતી મેં ક્યાંક કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ – વારતા રે વારતા પાંચ વરસે પ્રધાનજી આવતા. ખોટાં વચનો આપતા. લોકોને ભરમાવતા. વોટ લઈને ભાગતા. ફરી પાંચ વરસે આવતા. વારતા રે વારતા” હા, આ દેશની હાલત અત્યારે શરીર પર ચડી ગયેલ સોજા જેવી છે. પ્રજા બરબાદ, દેશ આબાદ અને એનો તમામ યશ આ દેશના રાજકીય પક્ષોના ફાળે જાય છે !
૨૦