SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ફૅશન ટી.વી. પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હિન્દુસ્તાન : તા. ૨૬/૫/૦૭ આ દેશના માંધાતાઓએ એક નિશ્ચય કરી દીધો છે. આ દેશના પૂર્વજોએ, ઋષિ-મુનિઓએ અને સંતોએ મર્યાદા, પવિત્રતા, સંસ્કાર, સદાચાર, આમન્યા, સભ્યતા વગેરે માટે જે પણ વ્યવસ્થા ગોઠવી છે, જે પણ નીતિ-નિયમો નક્કી કર્યા છે એ તમામને વીણી વીણીને સાફ કરી નાખ્યા વિના રહેવું જ નથી. થોડાંક લોકોના હાથમાં જતા સમાચારપત્રો અને મેગેઝીનોમાં તો વાસનાનાં નગ્ન નૃત્યો બતાવવા જ પણ લાખો-કરોડો લોકો એક સાથે જે ટી.વી.ના ડબલાની સામે બેસી જાય છે એ ટી.વી.ના ડબલાને તો એક પળ માટે ય વાસનાનાં નગ્ન નૃત્યો બતાવવાથી મુક્ત ન રાખવો. નામ ભલે ને ફૅશન શો નું અપાતું હોય, હકીકતમાં તો એ કપડાં ઉતારવાનો જ શો છે. આ શો બધા જ જોઈ શકે અને માનવના ખોળિયે શેતાન બની જવા સહુ તૈયાર થઈ જાય એ ઉદાત્ત [2] આશયથી પ્રસારણ મંત્રાલયે કોક કારણસર ફૅશન ટી.વી. પર મુકાયેલ પ્રતિબંધ હટાવી લીધો છે. દ્રૌપદી ! તારાં ચીવર ઊતરતા હતા ત્યારે સહુની આંખો નીચી નમી ગઈ હતી ને? અમે સહુની આંખો ઊંચી કરી દેવાનું પરાક્રમ દાખવી રહ્યા છીએ !
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy