________________
સરકારની લૉટરી બંધ કરવાની હિલચાલનો પણ લૉટરી વિક્રેતાઓ તીવ્ર વિરોધ કરશે.
મુંબઈ સમાચારતા. ૧૧/૪/૦૦ ક
લૉટરી વિક્રેતાઓની દલીલ એ છે કે જો તમે લૉટરી બંધ જ કરી દો તો પછી એ ધંધામાં જોડાયેલ લાખો માણસો બેકાર બની જાય એનું શું? લાખો પશુઓની બેરહમપણે થઈ રહેલા કતલનો તમે જ્યારે વિરોધ કરો છો ત્યારે માનવ અધિકાર [?] માટે ઝઝૂમતા એ બેવકૂફો પણ આ જ દલીલ કરે છે કે જો તમે કતલખાનાંઓ જ બંધ કરી દો તો પછી એ ધંધા સાથે સંકળાયેલ લાખો લોકો બેકાર બની જાય એનું શું ? વ્યભિચારના જ્યાં નગ્ન નાચો ચાલી રહ્યા છે એ બાર ડાન્સરો બંધ કરી દેવાની તમે ઝુંબેશ શરૂ કરો ત્યારે ય એ ભેજાગેપ માણસો એ દલીલ સાથે મેદામાં આવી જાય છે કે જો તમે બાર ડાન્સરો બંધ જ કરી દો તો પછી એ બારબાળાઓ આજીવિકા વિનાની થઈ જાય એનું શું? ઉપલો માળ જેમનો ખાલી જ થઈ ગયો છે એવા આ લોકોને પૂછો કે સંપત્તિના જોરે પાક માટેની જમીનો ખરીદી લઈને એના પર ફૅક્ટરીઓ ખોલી રહેલા ઉદ્યોગપતિઓ હજારો ખેડૂતોને આપઘાત કરવા મજબૂર કરી રહ્યા છે એનું શું? મૉલ સંસ્કૃતિ’ નું થઈ રહેલ સર્જન લાખો નાના માણસોને ભિખારી બનાવીને અપરાધોની દુનિયામાં ધકેલી રહ્યું છે એનું શું? માનવ અધિકારની વાત જુગારમાં, કતલમાં અને વ્યભિચારમાં પ્રતિબંધ આવે ત્યારે જ તમને યાદ આવે છે?