________________
દુકાન ચલાવો, દેશને ભૂલી જાઓ
હિન્દુસ્તાન : તા. ૧૩/૬/ap
એક નાવડામાં બેસીને રાજનેતાઓ નદીની સહેલગાહે નીકળી પડ્યા હતા
અને એમાં બન્યું એવું કે વાવાઝોડાનો ભયંકર પવન ફૂંકાયો.
નાવડાને બચાવી લેવાના ખલાસીએ પુષ્કળ પ્રયાસો
હું પણ એમાં એને સફળતા ન મળી.
નાવડું ઊંધું થઈ ગયું. બધા જ રાજનેતાઓ ડૂબી ગયા. ખલાસી તરીને નદીના કિનારે આવી તો ગયો
પણ કિનારે ઊભેલા જે એક માણસે નાવડાને ઊંધું વળી જતું જોયું હતું એણે ખલાસીને પૂછ્યું, ‘કોઈ બચ્યું ?’
કોણ ?”
‘દેશ બચી ગયો !’ ખલાસીએ જવાબ આપ્યો.
હા, આ દેશમાં દરેક વેપારી દુકાન તો ચલાવે જ છે
પણ એ પોતાના ઘરને, પોતાના પરિવારના સભ્યોને તો નથી જ ભૂલી જતો
પરંતુ આ દેશના રાજનેતાઓ તો દેશને અને
દેશના પ્રજાજનોને ભૂલી જઈને જ પોતાની દુકાન ચલાવી રહ્યા છે.
કમાલની દુઃખદ કરુણતા તો એ છે કે
પ્રજાજનોએ એમને દેશને સાચવવા જ ખુરશી પર
બેસાડ્યા છે. પ્રજાજનોના યોગક્ષેમને અકબંધ રાખવા જ લાલ લાઇટવાળી ગાડીઓમાં એમને બેસવા દીધા છે.
અને એ સ્થાનનો, એ વસ્તુનો ગેરલાભ ઉઠાવતા રહીને તેઓ પોતાનાં જ ખીસાં તરબતર કરી રહ્યા છે ! પ્રજાજનો આ કરિયાદ કરે કોની પારો
૮૮