________________
કે ?
”
દુનિયામાં હથિયારોના ઉત્પાદનમાં
આવેલો ઉછાળો રાજસ્થાન પત્રિકા : તા. ૧૩/૬૦૦
છે
આકાશમાં કબૂતરો ઘટતા જાય અને ગીધડાંઓ વધતા જાય, સાગરમાં કાચબાઓ ઘટતા જાય અને મગરો વધતા જાય, ધરતી પર હરણો ઘટતા જાય અને ચિત્તાઓ વધતા જાય. પ્રજાજનોમાં ગાંધીજી ઘટતા જાય અને હિટલરો વધતા જાય, ખેતરોમાં પાક ઘટતો જાય અને બાવળિયાઓ વધતા જાય, જબાન પર સ્તુતિઓ ઘટતી જાય અને ગાળો વધતી જાય, શરીરમાં લોહી ઘટતું જાય અને ચરબી વધતી જાય અને જે કરુણતા સર્જાય એના કરતાં અનેકગણી કરુણતા તો ત્યારે સર્જાય છે કે જ્યારે સમગ્ર જીવસૃષ્ટિને બચાવનારાં સાધનોમાં કડાકો બોલાતો જાય છે અને ખતમ કરી નાખનારાં હથિયારોમાં ગજબનાક ઉછાળો આવતો રહે છે. આ પૃથ્વી પર આવતી કાલે હથિયારોના સર્જકો પણ બચ્યા હશે કે કેમ, એમાં શંકા છે.
થી ૮૯