________________
એશિયામાં વધી રહેલ પ્રદૂષણ પ્રતિવર્ષ ૫,૩૭,૦૦૦ લોકોનાં મોતનું કારણ બની રહ્યું છે
દૈનિક ભાસ્કર : તા. ૧૩/૬/૦૭
માંદાને સાતે કરવામાં હજી તમને કદાચ સફળતા મળે પરંતુ ગાંડને ડાહ્યો કરતાં તો નવનેજાં પાણી ઊતરી જાય. કારણ ?
માંદો પોતાને માંદો માને છે અને એને સાજા થવું છે. પરંતુ ગાંડો તો પોતાને ડાહ્યો જ માનતો હોય છે. આ સ્થિતિમાં તમે ગાંડાને ડાહ્યો કરી જ શી રીતે શકો ? પૂછો આ દેશના શાસકોને, ઉદ્યોગપતિઓને અને ધનખ્યા લોભાંધોને.
આ જગતમાં પ્રદૂષણ વધી રહ્યું છે કે પછી
તમે બધાએ ભેગા મળીને પ્રદૂષણ વધાર્યું છે ?
તમને સહુને સાચેસાચ પ્રદૂષણ ઘટાડવામાં રસ છે કે પછી પ્રદૂષણવૃદ્ધિને જ તમે જીવનમંત્ર બનાવી દીધો છે ? આ પ્રશ્ન એ સહુને આપણે એટલા માટે પૂછી રહ્યા છીએ કે એક્સપ્રેસ હાઈવે બનાવવા,
પ્રદૂષણને નિયંત્રણમાં રાખી રહેલા લાખો-કરોડો
વૃક્ષોને કાપી નાખવા તેઓ જ સંમતિ આપી રહ્યા છે ! છાણીયા ખાતરને બદલે ખેતીમાં રાસાયનિક ખાતરના બેફામ ઉપયોગ દ્વારા જમીનને તેઓ જ
રસહીન અને કસહીન બનાવી રહ્યા છે !
ખેતરની જમીન પર ફેંક્ટરીઓ અને કારખાનાંઓ
ઊભા કરતા રહીને તેઓ જ વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે !
કૂતરી જ પોતાનાં ગલૂડિયાંઓને મારી નાખતી હોય ત્યાં એ ગલુડિયાંઓને બચાવવા શી રીતે ?
८०