________________
જી
રાસાયણિક ખેતીએ માતાઓના દૂધને ઝેરી
બનાવી દીધું છે રાજસ્થાન પત્રિકાઃ તા. /૬/૦૭
બીજા વિશ્વયુદ્ધમાં શત્રુઓને ખતમ કરી નાખવા જે ઝેરી રસાયણો વપરાતા હતા એ જ ઝેરી રસાયણોનો ઉપયોગ અત્યારે ખેતીમાં થઈ રહ્યો છે. કલ્પના કરો, એનાથી નીપજતો પાક પેટમાં જઈને કેવો હાહાકાર સર્જતો હશે એક કમાલની દુ:ખદ વાસ્તવિકતા જણાવું? એ હકીકતની જાણકારી રાજનેતાઓને પણ છે તો ડૉક્ટરોને પણ છે. માનવતાવાદી સંસ્થાઓને પણ છે તો બુદ્ધિજીવીઓને પણ છે. વકીલોને પણ છે તો મીડિયાવાળાઓને પણ છે. વૈજ્ઞાનિકોને પણ છે તો પ્રોફેસર, પ્રિન્સિપાલોને પણ છે અને છતાં સહુ શાંત છે. એક શબ્દ પણ આના વિરુદ્ધ ઉચ્ચારવા કોઈ તૈયાર નથી.
આ દેશનું નામ “ભારતમાતા આજે તો છે જ પણ એમ લાગે છે કે પૈસા ભૂખ્યા રાજકારણીઓ આ “માતા’ને ‘વેશ્યા બનાવીને જ રહેશે. જે પણ લૂંટવા અને ભોગવવા માગતા હો એ બધાય આવો આ દેશમાં. લૂંટતા રહો આ દેશને. ભોગવતા રહો આ દેશને. માત્ર દૂધ જ નહીં, લોહી પણ પીતા રહો આ માતાનું. અમે એને બજારુ બનાવવા જ તો બેઠા છીએ !