________________
એવું મહાભારત જ્યાં કૃષ્ણ-પાંડવો નથી માત્ર અને માત્ર કૌરવો છે
- સુદર્શન ઉપાધ્યાય ગુજરાત સમાચાર: તા. ૧/૫/૦૭
હા. વર્તમાન રાજકારણની આ સ્થિતિ છે. દુર્યોધન, શકુનિ, રાવણ, કંસ વગેરે તમામના પ્રતિનિધિઓ તમને રાજકારણમાં ખૂબ આસાનીથી જોવા મળી શકે તેમ છે. દુઃખદ કરુણતા તો એ છે કે અર્જુને પોતાનું કામ કરવા આજે દુર્યોધનના જ પગ પકડવા પડે છે. રામને કાર્યસિદ્ધિ માટે રાવણ પાસે જ કાકલૂદી કરવી પડે છે. હંસને જીવન ટકાવવા કાગડાને જ ચામર વીંઝવા પડે છે. કહેવું હોય તો એમ કહી શકાય કે ન ગમતું હોય તો ય તંદુરસ્તી ટકાવવા જેમ માણસે સંડાસ જવું જ પડે છે તેમ લાખ અનિચ્છા છતાં સજ્જનોએ અને સંતોએ પણ કંઈક સારાં કાર્યો કરવા, સારા આદર્શોની રક્ષા કરવા, મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા રાજકારણીઓ પાસે જવું જ પડે છે અને એમને મસ્કાબાજી કરવી જ પડે છે. સંડાસ ગયા બાદ પણ તંદુરસ્તી જો જળવાઈ રહેતી હોય તો જગ જીત્યા! રાજકારણીઓને સાચવી લીધા પછી ય જો કામ થઈ જતું હોય તો જગ જીત્યા !
| ૯૩