________________
શિક્ષકો કુટેવો સુધારે, નહીંતર નોકરી ગુમાવવી પડશે
ગુજરાત સમાચાર : તા. ૧૪/૪/૦૦
ગુજરાતના એક શહેરમાં મેં એક એવી સ્કૂલ જોઈ હતી કે જે સ્કૂલના શિક્ષકો ચાલુ ક્લાસમાં પોતાના વિદ્યાર્થીઓ પાસે ગુટખા માગતા હતા, પાન માગતા હતા અને
ક્વચિત્ બીડી-સિગરેટ પણ માગતા હતા ! શિક્ષકોની આ હકીકતોની પ્રિન્સિપાલને ય જાણ હતી અને મૅનેજમેન્ટને ય ખબર હતી અને છતાં એ શિક્ષકોને કોઈ રોકટોક કરનાર નહોતું ! મને પોતાને એમ લાગે છે કે વિદ્યાર્થીઓને સાક્ષરો બનાવી દેવાની જવાબદારી જે શિક્ષકોના શિરે મુકવામાં આવી છે એ શિક્ષકોને ખુદને પહેલાં સંસ્કારી બનાવી દેવાની જરૂર છે. અન્યથા સંસ્કારહીન સાક્ષર બની બેઠેલા શિક્ષકો સમસ્ત વિદ્યાર્થી આલમને ખાડામાં લઈ જ જશે. શિક્ષકો કુટેવો સુધારે’ આ ચેતવણી તો બરાબર છે પરંતુ જેઓ કુટેવોના શિકાર છે તેઓને શિક્ષકો બનાવવામાં જ ન આવે એ વ્યવસ્થાને અમલી બનાવી દો ને ! આ ચેતવણી આપવાની જરૂર જ નહીં રહે.
૭૪