________________
નુકસાન રોકવા માટે રાજનૈતિક ઇચ્છાશક્તિ જરૂરી છે
- પૂર્વ કમિશનર અજય રાજ શર્મા નવભારત ટાઈમ્સ: તા. ૧૦/૬૦૭
કરોડપતિ કૃપણ પાસે તમે ઉદારતાની અપેક્ષા રાખો એ કદાચ સફળ બની પણ જાય પરંતુ જેઓએ પોતાની બધી જ ખુશી ખુરશી” માં જ કેન્દ્રિત કરી દીધી છે એવા શાસકો પાસે તમે સમ્યકુ ઇચ્છાશક્તિની અપેક્ષા રાખો, એ લગભગ તો સફળ ન જ બને. કમાલનું આશ્ચર્ય તો એ છે કે પ્રજાજનોએ શાસકોના હાથમાં કલ્પી ન શકાય એટલી ક્રિયાશક્તિ મૂકી દીધી છે. તેઓ ધારે તો આ દેશના ગરીબમાં ગરીબ પ્રજાજનને રોજ મિષ્ટાન્ન ખવડાવી શકે તમે છે અને હલકટમાં હલકટ માણસને સંસ્કારી બનાવી શકે તેમ છે. આ દેશના સંસ્કૃતિના ભવ્ય વારસાને જાળવી પણ શકે તેમ છે તો આ દેશની ધરતીને તાજા-તરોજા પણ રાખી શકે તેમ છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે એમની પાસે ‘ઇચ્છાશક્તિ”નો જ અભાવ છે. અને એટલે દેશ માટે, દેશના પ્રજાજનો માટે નુકસાનકારી જે પણ પરિબળો છે એ તમામ પ્રત્યે જાણી જોઈને તેઓ આંખમીંચામણાં કરી રહ્યા છે. પ્રભુ બચાવે આ દેશને !