________________
સસ્તો થશે વિદેશી દારૂ
પ્રજાજનો આનંદો ! દૂધ સસ્તું થશે.
શાકભાજી સસ્તાં થશે.
અનાજ સસ્તું થશે. મસાલાઓ સસ્તા થશે.
દૈનિક ભાસ્કર ઃ તા. ૧/૬/૦૭
માનો સસ્તાં થશે
દવાઓ સસ્તી થશે.
ભાતર સરનું થશે.'
આવી હેરાત તમે છેલ્લાં દસ-વીસ વરસમાં ક્યાંય વાંચી છે ખરી ?
ના.
‘મોબાઇલ સસ્તા થશે. ગાડીઓ સસ્તી થશે.
વિમાન મુસાફરી સસ્તી થશે.
ઘડિયાળ સસ્તી થશે. દારૂ સરનો થશે.”
આવી જાહેરાતો છાશવારે ને છાશવારે
તમારા વાંચવામાં આવતી જ રહે છે.
ખબર નથી પડતી કે આ દેશના શાસકો પ્રજાજનોની કેવી
હાલત કરવા માગે છે ?
શરીર પરનાં વસ્ત્રો ઉતારી લઈને
અલંકાર પહેરાવવાના પ્રયાસ કરનારને માણસ જો લાફો લગાવી દેવા તૈયાર થઈ જાય છે.
તો જીવન જરૂરિયાતની વસ્તુઓ રોજેરોજ મોંઘીદાટ
કરતા રહીને શોખની વસ્તુઓ સસ્તી કરતા રહેતા શાસકોને પ્રજાજનોએ કર્યો સબક શીખવાડવો જોઈએ ?
૪૧