________________
સ્કૂલોની બહાર, ગોઠવાઈ ગયા છે. નશાના સોદાગરો
હિન્દુસ્તાન : તા. ૧૧/૬/૦૭
તમે કોઈ પણ વ્યક્તિનું રિવૉલ્વરથી ખૂન કરી નાખો, તમારી સામે કોર્ટમાં કેસ ચાલે, તમને એની સજા થાય પણ તમે કોકને ભોજનમાં એવું ઝેર આપી દો કે જે વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જઈને એને ધીમે ધીમે મારી નાખે, ન એની કોઈને ખબર પડે. ન એ વ્યક્તિ પકડાય. ન એને સજા થાય. સ્કૂલોમાં જઈ રહેલ ઊગતી યુવા પેઢીને આખીને આખી શરીરથી, મનથી અને જીવનથી ખતમ કરી નાખતી નશાની બધી જ ચીજો -તમાકુ-ગુટખા-સિગરેટ-દારૂ-ડ્રગ્સસ્કૂલોની બહાર ખુલ્લેઆમ વેચાય, પોલીસને એની જાણકારી હોય, પ્રજાજનોને એની જાણકારી હોય, પ્રિન્સિપાલ-શિક્ષકોને એની જાણકારી હોય, નગરપાલિકાના સભ્યોને એની જાણકારી હોય, અરે, શાસકો સુદ્ધાંને એની જાણકારી હોય અને છતાં નશાના એ સોદાગરોના માથાનો વાળ પણ વાંકો ન થાય અને તમે ૨૧ મી સદીની કરુણતા કહો કે આશ્ચર્ય કહો પણ કટુ સત્ય એ છે કે આવતી કાલનું ભારત કેવું હશે એની કલ્પના તમે આ વાસ્તવિકતા પરથી સારી રીતે કરી શકશો ! કોણ બચાવશે આ દેશને?