________________
સરકારને પશ્ચિમના ઉદારીકરણનો સ્વીકાર છે તો એની સાથે જ આવતી અશ્લીલતાનો સ્વીકાર કેમ નથી ?
રાજસ્થાન પત્રિકા : તા. ૧૦/૬/૦૭
સામાન્ય નિયમ આ છે કે
લાભ અને નુકસાન વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે
લાભ પર જ પસંદગી ઉતારાય;
પરંતુ બે નુકસાનને સ્વીકારવાની પરિસ્થિતિ આવી જાય ત્યારે શક્ય હોય તો
એક નુકસાનને ટાળી શકાતું હોય તો ટાળી જ દેવું પડે.
પરંતુ એક નુકસાનને જો તમે સ્વીકારી લો છો
તો બીજા નુકસાનને પણ સ્વીકારી લેવામાં તમને વાંધો શું છે ? આવી બેવકૂફીભરી દલીલ તો ક્યારેય ન કરી શકાય.
કબૂલ,
સરકારે પશ્ચિમના ઉદારીકરણને ઔદ્યોગીકરણને સ્વીકારી લેવાની જરૂર નથી પરંતુ
લોભ-લાલચ-પ્રલોભન-દબાણ વગેરેના કારણે
સરકારે એ અનિષ્ટનો સ્વીકાર કરી પણ લીધો હોય તો ય એનો અર્થ એવો તો નથી ને કે સરકારે પશ્ચિમની અશ્લીલતાનો પણ સ્વીકાર કરી લેવો જ જોઈએ ? અલબત્ત, કેટલાંક અનિષ્ટો એવા હોય છે કે જે ચોક્કસ અનિષ્ટના સ્વીકાર પાછળ અનિવાર્યરૂપે આવી જ જતા હોય છે, એમાંનું જ એક અનિષ્ટ છે અશ્લીલતાનું કે જે ઉદારીકરણ પાછળ આવી જતું જ હોય છે છતાં એ અનિષ્ટને અટકાવી શકાય કે પકારી કાય નો એ દિશામાં પ્રયત્ન તો કરવા જ જોઈએ ને ? એનો સ્વીકાર કરી લેવાનું તો વિચારી પણ શી રીતે શકાય ?
৩৩