________________
જ્યાં સંપત્તિ હશે, ત્યાં લાંચની માખીઓ આવશે જ
નવભારત ટાઈમ્સ : તા. ૩/૬/
પવન તાકાતવાન છે એટલે એ દીપકને બુઝવી નાખે છે એવું નથી પરંતુ દીપક કમજોર છે એટલે પવનની એક જ લહેરખી એને બુઝાવી નાખે છે. બાકી, ભલે ને આવી જતો વાવાઝોડાનો પવન દાવાનળની સામે. દાવાનળ એનાથી બુઝાઈ જતો તો નથી પરંતુ વધુ ને વધુ પ્રજ્વલિત થઈને એ ચારે ય બાજુ પ્રસરતો જાય છે. સંપત્તિ જ્યાં આવે છે ત્યાં લાંચ આવી જતી નથી પરંતુ મન જ્યાં નિઃસત્ત્વ, નિર્માલ્ય અને પ્રલોભનપ્રેમી હોય છે ત્યાં જ સંપત્તિ મનને લાંચ લઈ લેવા ઉશ્કેરતી રહે છે. અને હકીકત એ છે કે ચારે ય બાજુ આજે જે પણ વાતાવરણ ઊભું થઈ ગયું છે અને ઊભું થઈ રહ્યું છે એ મનને નિઃસત્ત્વ અને નિર્માલ્ય બનાવવા સિવાય બીજું કશું જ કરતું નથી. આ સ્થિતિમાં સંપત્તિ મનને લાંચ લઈ લેવા જ નહીં ઉશ્કેરતી રહે, સ્ત્રી મનને વ્યભિચાર માટે ય ઉશ્કેરતી રહેશે અને સત્તા મનને કાવાદાવા તથા ક્રૂરતા માટે ય ઉશ્કેરતી રહેશે. યાદ રાખજો, પવન નિમિત્ત] ને અટકાવી નહીં શકાય. દીપક [મન] ને જ દાવાનળ સાત્ત્વિક) માં આપણે રૂપાંતરિત કરી દેવાનો છે. બસ, પછી આપણે સલામત જ છીએ.
૪ ૪